“ઘડપણ”
ઘરડા કહેવાય છતા તેમને ઘરડા ન કહેવાય
એવા મારા સાસુમા શું કરું વાહ વાહ કે કરું તોબા તોબા?
ઉપરથી આપણને સમજાવે ઘરડા કોને કહેવાય?
પુત્રવધુ દર્શા અને પૌત્રી વિધિ સાથે ચર્ચા કરતા લખાઈ ગયું ઘડપણ
તો લોં સાંભળો
પૌત્રી કહે બા તમે હવે ઘરડા લાગો ઘરડા કહેવાવ
શું બોલી?મને ઘરડી કીધી?ખબરદાર જો ફરી બોલી!
પણ બા દાંત તો બધા હવે પડી ગયા!
મોઢામાં ના દીસે એકે દાંત ? તેથી શું થાય?
આખી બત્રીસી છે, ચોકઠું તેની સાક્ષી છે, સહુ સ્વાદની બક્ષિશ છે
તો ના ક્હો બોખી એટલું રાખજો ગોખી, સહુ શબ્દો બોલો જોખી
બા હવે તો આંખે ચશ્માં આવી ગયાને!
આંખે ચશ્માં ફેશનનો છે મહિમા,જાતભાતના તમે પહેરો ચશ્માં
કદિ થયા તમે ઘરડા,બોલો ?
ફેશનની ક્રાંતિમાં દીસે મુખની કાંતિ ,ચાર ચાર આંખોથી હું થઇ દુનિયા જોતી
બા,હવે તો લાકડીને વોકર પણ આવી ગયા!
આખું બ્રમ્ભ્માંડ ચાલી રહ્યું એકમેકના ટેકે ટેકે,તું ના હવે ટોકે
હાથમાં લાકડી કે વોકર એ તો બઢતી ઉંમરની છે બક્ષિશ!
તું ના હવે રોકે, હકારાત્મક વિચાર સદા હું રાખીશ!
પણ બા,તમે તો હવે વાંકા વળી ગયાને?
ઓહ! તેથી શું થયું?બેટા, વળવું એતો જીવનનો છે ટર્નીંગ પોઈન્ટ
વળવાથી આવે નમ્રતા,ઇન્ડીયન હોય કે કે અમેરિકન પ્રેસીડન્ટ
એક હાથે કે બે હાથ સંગ ઝુકતા જાયે સહુ સંત
આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/
એક ડાળી વૃક્ષની ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !
એક ડાળી વૃક્ષની ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!
અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!
પદમા-કાન
Dear Padmaben,
You have describe “Old age” very nicely.
LikeLike
“આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/
એક ડાળી વૃક્ષની ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !
એક ડાળી વૃક્ષની ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!
અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!”
ઘડપણની ખુમારીનું સુંદર દર્શન કરાવતી રચના ગમી.
LikeLike
પદ્માબેન. સુંદર રચના !
LikeLike
Padmabahen, Khub sunder rachna, describing old age in a beautiful manner.Abhinandan.
LikeLike
tmari hasykvita mate abhinndn.mzanu che.
LikeLike