“બેઠક”
બે એરિયામાં ચાલતી “બેઠક” વિદેશની ધરતી પર વાંચન સાથે સર્જન દ્વારા માતૃભાષા નાં સંવર્ધનના અભિયાનમાં અનેક પ્રવૃત્તિ દ્વારા પોતાનું યોગદાન આપી રહી છે.
ઓગસ્ટ મહિનાની બેઠક શુક્રવાર તા. ૨૬મી ઓગસ્ટે, મિલપિટાસના ICCમાં સાંજે ૬ વાગે શરૂ થઈ હતી.શરૂઆતમાં બેઠકના આયોજક પ્રજ્ઞાબહેને ઉપસ્થિત રહેલા સભ્યોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ સંચાલક કલ્પનાબહેને પ્રાર્થના કરી હતી.પ્રાર્થના પછી વસુબેન શેઠે ચુનીલાલ મડીયાનો એક સાહિત્યકાર તરીકે પરિચય આપી સાહિત્યના પાના ઉખેડયા.
ત્યાર બાદ તરુલતાબેને વાર્તા હરીફાઈનું પરિણામ જાહેર કરી પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને કહ્યું હતુ,“મારો એવો અભિપ્રાય છે કે વાર્તાઓમાં લેખકે પ્રસંગો,પાત્રો,પરિસ્થિતિ,મનોમન્થન તથા સંવાદ દવારા સૂચવવાનું હોય છે,વાચકો સમજદાર હોય છે,કુતૂહલ અને વાર્તારસ જળવાવો જોઈએ , અંતમાં ચમકૃતિ આવે તે સારી વાત છે.પણ કેટલીક વાર પાત્રને અનુરૂપ સહજ અંત આવે તેવું પણ બને.તમે પોતે તમારાવિવેચક,વાચક અને સર્જક બનો.તમને ગમેલા લેખકની સાહિત્કારની વાર્તાઓ વાંચો ,તેમાં કયું તત્વ ચોટદાર છે તે તપાસો.રોજના જીવનમાંથી અને તમારી આજુબાજુમાં બનતા પ્રસંગોમાંથી વાર્તા સર્જાતી હોય છે, હા સારા સાહિત્યકારનું વાંચન જરૂરી છે પણ સાથે તમારી મૌલિકતા જળવાય તો જ વાર્તા સુંદર સર્જાય. વાર્તા લખતા તમને કોઈ શીખવાડી ન શકે. હું તમારા બધાના લખાણો વિકસતા જોઈ રહી છું. કલમને કેળવવી પડે અને સાથે લખવાનીઆદત પણ કેળવવી જોઈએ તો જ વાર્તા ઉત્તમ સ્વરૂપે લખાય અને વાંચકને શરૂઆતથી અંત સુધી જકડી રાખે. આ સાથે “બેઠક”ના સર્જક જયવંતીબેનને ઇનામ આપી તરુલતાબેને વખાણ્યા હતા અને જયવંતીબેને પોતાના વિચાર દર્શાવતા કહ્યું કેઆફ્રીકામાં અમે રહેતા અને અમેરિકા આવ્યા પછી ગુજરાતી ભાષા છુટી ગઈ હતી પણ બેઠકમાં ફરી માતૃભાષાનોસંપર્ક થયો અને સાહિત્યને વાંચન સાથે લખી માણીએ છીએ.
એજ પ્રમાણે પ્રતાપભાઈ પંડ્યાએ પણ ખાસ વાંચન સાથે સહિયારું કામ કરવા માટે આગ્રહ કર્યો હતો. અને પ્રજ્ઞાબેન સાથે બીજાએ તૈયાર થવાની જરૂર છે તેવો આગ્રહ કર્યો હતો.ત્યાર બાદ સભ્યોએ લખેલી પોતાની રચનાઓ રજૂ કરી હતી. યુવાન તરવરાટ દીપલ પટેલની રજુઆતમાં દેખાયો હતો અને લોકોએ એને આવકાર્યો. દર્શનાબેન ભૂતાએ મેઘલાતાબેનને યાદ કરી એમની કવિતા રજૂ કરી અને પછી એકસુંદર ગીતની રજૂઆત કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું તો દર્શના વારીયાએ પોતાની વાર્તા લાંબીહોવાથી સારાંશ કહ્યો તો ગીતાબેન, જે શિકાગોથી આવ્યા હતા તેમની રજૂઆત પણ ખુબ સરસ રહી.અમદાવાદથી આવેલ રશ્મિબેન જાગીરદારે રમેશ પારેખને યાદ કર્યા અને સાથે પોતાની સુંદર કવિતા રજૂ કરી. તેઓ અમદાવાદથી ‘બેઠક’માં કાયમ લખતા હોવાથી એમને ઘર જેવું વાતાવરણ લાગ્યું. કલ્પનાબેને તહેવારનેઅનુરૂપ કૃષ્ણ અને રાધાના પ્રેમની આદ્યાત્મિક રજૂઆત કરી તો હેતલ બ્રહ્મભટે રાધાના જ સંધર્ભમાં સુંદર ગીતગાયું. પ્રજ્ઞાબહેને પોતાની એક રચના રજૂ કરી તો હર્ષદભાઈ નેમચંદ શાહ ગાંધીજીના સંસ્મરણો યાદ કર્યા અનેઅંતમાં ઉત્તમભાઈએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ વિષે લોકોને જાણ કરી. આ સાથે બેઠકની કાર્યવાહી સમાપ્ત થઇ.સૌએ સાથે મળી ફોટા પડાવ્યા અને ‘બેઠક’ની કાર્યવાહીની વિડિયોગ્રાફી રઘુભાઈએ સંભાળી તો ભીખુભાઈ પટેલઅને ઉષાબેન શાહે ‘બેઠક’ની બધી વ્યવસ્થા સંભાળી. ૩૨ જણાની હાજરીથી બેઠક શોભી ઉઠી. રાજેશ શાહે ફોટા સાથે ન્યુઝ આવરી લીધા.
હંમેશ મુજબ સ્વાદિષ્ટ સહિયારૂં ભોજન લીધુ. વસુબેન, રશ્મિબેન, દર્શનાબેન, ગીતાબેન બધાનો જન્મદિવસ લાડુ અને ગુલાબજાંબુ ખાઈ ઉજવ્યો. એકમેકને હળી મળીને હાથમાં પુસ્તકો લઇ છૂટા પડ્યા.
પ્રજ્ઞા દાદભાવાળા – કેલીફોર્નીયા

srs nodh kri.shubhechcha.
LikeLike
Sorry I missed it really!!
LikeLike
Great!
Lots of young and old faces are there in a bethak..Please Keep good work…
LikeLike