તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા-(21)આરતી રાજપોપટ

મિત્રો હું બહારગામ ગઈ હતી તો ઘણી વ્યક્તિની વાર્તા હું બ્લોગ પર મૂકી નથી શકી જે સમય સર મને મળી છે અને વાર્તા સ્પર્ધા માટે છે .જે હવે મુકું છું.

“સુવાસ”

 વિવેક ના પાર્થિવ શરીર પાસે ઘુટણીઆ ભેર બેસી રીટા એ પુષ્પગુચ્છ સાથે શ્રધાસુમન અર્પણ કર્યા.રોકવાની બહુ કોશિશ કરવા છતાં એક દબાયેલા ડુસકા સાથે આંખમાંથી આંસુ બહાર ઘસી આવ્યા .ઝડપભેર ત્યાંથી ખસી થોડે દુર જઈ ઉભી રહી,વિવેકના અંતિમ દર્શનાર્થે આવેલા લોકોથી વિવેક ના ઘર નો વિશાળ હોલ ખીચોખીચ ભરેલો હતો.આજે વિવેકના જીવન ની અંતિમ યાત્રા ના પ્રયાણ સાથે પોતાના જીવન નો પણ એક પડાવ પૂર્ણ થયો કે શું…? શું સંબંધ હતો તેનો વિવેક સાથે,ને છતાં કેવો ઋણાનુબંધ ! વિચારતા વિચારતા કેટલાક વર્ષો પાછળ તેની હોસ્પિટલ ના રીહેબ-સેન્ટર વિભાગ માં પહોંચી ગઈ રીટા ત્યાં કશાક કામ માટે ગઈ હતી (શહેર ની નામાંકિત હોસ્પિટલ માં નર્સ હતી રીટા,)

અચાનક કોઈક ના ધમપછાડા  ને ચિચિયાયારી ઓ નો અવાજ સાંભળતા ત્યાની નર્સ ને પુછ્યું આ શાનો અવાજ છે?કોણ છે જે આવી ઘમાલ કરે છે? ત્યારે તેણીએ કહ્યું કોઈ ૨૪-૨૫ વર્ષ નો યુવક વ્યસન મુક્તિની સારવાર લેવા આવ્યો છે.ખરાબ લત ની એટલી હદે આદત લાગેલી હતી કે તે ન મળતા દિવસ માં બે-ત્રણ વાર આંમ કાબુ બહાર થઇ જતા ઘેન નું ઇન્જેક્શન આપી સુવડાવી દેવો પડે છે.અચાનક શોર શાંત થઇ જતા કુતુહલ વશ રૂમ માં જઈ જોવે છે ,કેવો ફૂટડો યુવાન છે બીમારી ની હાલત માં પણ તેના મો પર એક તેજ ને ચમક છે. વ્યસન માણસ ને કેવા ગુલામ બનાવી દે છે વિચારતી ત્યાંથી પોતાના વિભાગ માં આવે છે.

      અઠવાડિયા-દસ દિવસ પછી એક દિ’ ડોક્ટરે  રીટા ત્યાની હેડ નર્સ હોવાથી રૂમ નંબર ૧૫ ના પેશન્ટ ની હાલત નાજુક હોવાથી ખાસ ખ્યાલ રાખવાની સુચના આપી. ઓક ડોક્ટર કહી બાકીના રૂમ અને ડોરમેટ્રી પેશન્ટ ની બીજી સિસ્ટર ને ભલામણ કરી તે ૧૫ ન. માં પહોચી જોતાજ ચોંકી ગઈ,અરે આ તો પેલો રી-હેબ વાળો  યુવાન!  કેસ ફાઈલ જોતા ખબર પડી કે લીવર સાવ નબળું પડી ગયું છે,૧૫-૨૦ દિવસ ની ત્યાની ટ્રીટમેન્ટ થી વ્યસન ની આદત માં સુધારો થયો તો પણ અચાનક ઉલટીઓ થતા અહી શિફ્ટ કરવામાં આવ્યો હતો. હાલત થોડી નાજુક હતી અને ખુબ વીકનેસ ને લીધે બે ત્રણ દિવસ તો  બેભાન જેવી અવસ્થા  માંજ રહ્યો. થોડું ભાન આવતા  આંખ ખોલી “હું ક્યાં છુ” એવા અસ્પષ્ટ બબડાટ કર્યો. “તમે સીટી હોસ્પિટલ માં એડમિટ છો તમારી તબિયત સારી નથી વધારે વાત ના કરો” કહી ઉંધાડી દીધો.

       હોસ્પિટલ ની સારવાર ને રીટા ની સતત કાળજી થી હવે તેની તબિયત માં થોડો સુધારો થયો. પછીતો રોજ ગુડમોર્નિંગ ,હલ્લો ને સ્મિત ની આપલે થી વાતો થવા લાગી.રીટા ને લાગતું આવો હસમુખો,મળતાવડો છોકરો ને આવી હાલત?ને તેનું દિલ કરુણા થી ભરાય જતું.

        એક દિવસ વાતવાતમાં પૂછ્યું સિસ્ટર હવે તો કહો હું અહીં કેવી રીતે  આવ્યો? ત્યારે સિસ્ટર એ રી-હેબ સેન્ટર થી માંડી અહી કેવી રીતે આવ્યા તેની વાત કરી.”

પણ ત્યાં મને કોને એડમીટ કર્યો”

કેસફાઈલ મુજબ અપને કોઈ મી. જોશી લાવેલા અહીં”

“ઓહ એતો અમારા મેનેજર છે’

“સર એક વાત પુછુ તમે અને આવી હાલત માં? અહી તમને આજ સુધી જેટલું જાણી એ પરથી આ વાત મેળ નથી ખાતી.

         અને ત્યારે વિવેકે એક નિસાસો નાખી પોતાની વાત કહેવાની ચાલુ કરી ,” હું વિવેક શ્રોફ શહેર ના ગર્ભ શ્રીમંત પરિવાર નો એક માત્ર પુત્ર ચાંદી ની ચમચી મોમાં લઇ જન્મ્યો હોવા છતાં ઘર માં પહેલે થીજ અનુશાસન સંસ્કારિતા અને ધાર્મિક વાતાવરણમાં ઊછર્યો. હું પંદર વર્ષનો હોઈશ ત્યારે મમ્મી અમને છોડી ગયા. પણ ઘર નું વાતાવરણ,ઓજસ્વી પિતાની ઓથ અને મારી બુદ્ધિપ્રતિભા ના તેજ થી મારું વ્યક્તિત્વ એકદમ ખીલી ઉઠ્યું. ખુબ ઝડપ થી પ્રગતી કરતો આગળ વધતો હતો પણ કોલેજ ના છેલ્લા વર્ષ માં આવતા થોડા નઠારા દોસ્તો સાથે પનારો પડતા શરાબ ની લત લાગી, અને સ્વાર્થી દોસ્તો એ પૈસા વાળા બકરો  હાથ માંથી જતો ન રહે અને તેમના શોખ મારાથી પોષતા રહે એવી લાલચે મને છાની રીતે ડ્રગ્સની  પણ આદત પાડી દીધી.મને બધું સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. જેમ લત ને છોડવાની કોશીસ કરતો  તે વધારે ભીસથી જકડી લેતી. પપ્પા ને વાત ની ખબર પડી મને ખુબ સમજાવ્યો, ને હું તેમને પ્રોમિસ આપી ઘર માંથી નીકળ્યો ને સીધી હોસ્પિટલ માં મારી આંખ ખુલી.

           જુઓ ને સિસ્ટર પપ્પા મારાથી કેટલા નારાજ ને ગુસ્સે હશે કે આટલા દિવસ થી અહી હોવા છતાં એકવાર પણ મારી ખબર પૂછવા નથી આવ્યા ,અને હોયજ ને મારાથી ભૂલ જ એવી થઈ છે”

            રીટા એ ધીમેથી કીધું,”સર તમે મારી વાત ઘ્યાન થી સાંભળો  આપના પિતા તમે રી-હેબ માં હતા ત્યારે ત્યાં  આવ્યા તા પણ તમારી હાલત જોઈ એમને એટલો આઘાત લાગ્યો કે એમને મેસીવ હાર્ટ-એટેક આવ્યો અને અહીજ એમની સારવાર ચાલુ કરી પણ અમે બચાવી ન શક્યા.આટલા દિવસ તમારી નાજુક હાલત જોતા તમને આ વાત કરવી યોગ્ય ન લાગી.”

           સાંભળી થોડીવાર તે અવાચક થઇ ગયો ને પછી પારાવાર પસ્તાવા ને ગ્લાની સાથે નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેને થોડીવાર રડી હળવો થવા દઈ પછી સાંત્વના આપી શાંત કર્યો.

           થોડા દિવસો જતા તેની તબિયત માં હજુ થોડો સુધારો થયો,પણ રીટા જાણતી હતી કે આનું જીવન હવે કાચ ના જેવું નાજુક છે જેટલી સંભાળ એટલું સલામત.એક દિવસ ડ્યુટી ટાઈમે રીટા તેને દવા આપી રહી હતી ત્યારે બહાર થી બીજી નર્સ તેને અરજન્ટ બોલાવી ગઈ. એ પાછી આવી થોડી ઉદાસ હતી ,તો પુછ્યું,”શું  થયું એનીથીંગ સીરીયસ?”

       “હા બાજુના જનરલ વોર્ડ માં એક ૬-૭ વર્ષ નો છોકરો છે તેની તબિયત અચાનક લથડી છે ડોક્ટર કે છે ઓપરેશન કરવું પડશે પણ તેના માબાપ આવો ખર્ચો કરી શકે એમ નથી “ કહેતા તેના ગળે ડૂમો બાજી ગયો. “ શું થયું સિસ્ટર તમે આમ ઢીલા કેમ પડી ગયા”. “કઈ નઈ”

મને તમે કહી શકો છો તમને ઠીક લાગે તો”. અને રીટા ની આંખ માંથી આંસુ ટપકી પડ્યા .” મારો પણ આવડો જ નાનો ભાઈ હતો જેને સરખી  સારવાર ના અભાવે ખોઈ દીધો. એકદમ આ નીલ જેવો ને તેની ઉમર નોજ .” “ઓહ સોરી”. ‘

“તમારા ઘર માં બીજું કોણ કોણ છે?” માં અને નાની બહેન છે જે ટેન્થ માં ભણે છે તેને ડોક્ટર બનવું છે જેથી લોકોની સેવા કરી શકે ને કોઈ ગરીબ નું બાળક પૈસા ના અભાવે મોત ને નો ભેટે.” હું અહીં નર્સ ની નોકરી કરું ને એ પણ એના ફ્રી સમય માં ટ્યુશન લઇ પૈસા ભેગા કરે છે”.

           અને આટલા દિવસ થી ઉદાસ,ખોવાયેલા વિવેક ના મોઢા પર એક ચમક આવી ગઈ.અને બાળક ના માબાપ ને મળી તેને મદદ કરવાની ઇચ્છા જતાવી. “સિસ્ટર કરોડો રૂ. ની દોલત છે શું કામ ની મારા માટે હવે ,તે કોઈ ના સારા કામ આવશે તો મને ઘણો આનંદ થશે”.અને પછી નીલ નું સફળ ઓપરશન થઇ તે સાજો થયો.

           દિવસો વિતતા જાય  છે ને વિવેક ની તબિયત માં થોડો થોડો સુધારો થતો જાય છે. દરમ્યાન ખુબ લાંબા સમય હોસ્પિટલ માં રહેવાથી ત્યાના સ્ટાફ ને સર્વે સાથે એક આત્મીયતા થઇ ગઈ  છે ,અને પ્રથમ થીજ વિવેક ની સારવાર માં રહેવાથી તેની ને વિવેકની સારી એવી મિત્રતા થઇ ગઈ  છે . લાંબી સારવાર પછી ખાવા-પીવાના ઘણા બધા રીસ્ટ્રીકશન ,નિયમિત દવાઓ અને ચેકઅપ કરાવતા રહેવાની કડક સુચના સાથે હોસ્પિટલ માંથી રજા મલી  વિવેક ને..સાંજે ડયુટી પતાવી રીટા ઘેર પહોંચી ને થોડી વાર માં ડોરબેલ વાગી ,દરવાજો ખોલતા પ્રફુલિત સ્મિત સાથે વિવેક દરવાજે ઉભો છે.”તમે અહીં” આવો આવો કહી તેને અંદર લઇ ગઈ.માં અને બહેન ને મલાવ્યા . અને વાતવાત માં  પ્રિયા , રીટા ની નાની બહેન ની ભણવાની જવાબદારી પોતે લેવા માંગે છે જણાવ્યું.બધા ની આનાકાની થતા “ શું મારી પણ નાની બેન જેવી નથી કહી બધાને ચુપ કરી દીધા.

           પછી તો અવાર-નવાર મારું હવે તમારા સિવાય કોણ છે કહી ઘેર મળવા આવી જતો,ત્યારે રીટા ની બસ્તી ના લોકો ને મળતો તેમની ઘર ઘર ની પરેશાનીઓ ની વાતો સાંભળી તેનું હૃદય દ્રવી ઉઠતું ,તેને થતું મારી પાસે જે છે ને હતું તેની મેં કદિ કદર ન કરી અને લોકો તેના અભાવે કેવી હાડમારી માં જીવી રહ્યા છે. અને જેમ જેમ તેને કોઈની તકલીફ ખબર પડે તેમને ખુલ્લા દિલ થી મદદ્દ કરવા લાગ્યો. અને આમ જાણે એને આખી બસ્તી ને દતક જ લઇ લીધી! ભણતર,કન્યા ના લગ્ન ,મેડિકલ જરૂરિયાત જેવી જરૂર એવી સહાય.અને તેણે જાણે સેવા કાર્ય કરવાનો ભેખ લીધો.અને તેમાં એની સહભાગી બની સિસ્ટર રીટા. તમામ જરૂરિયાત વાળા લોકોની સૂચી, સહાય ત્યાં સુધી પહોચાડવી ,તેનો યોગ્ય ઉપયોગ થયો છે તેની ખાત્રી કરવી જેવી દરેક બાબત નું ધ્યાન તે રાખતી. વિવેકે માનવતા ના યજ્ઞ માટે તેની તિજોરી ખોલી નાખી,પણ કહેવાય છે ને કે બેઠા બેઠા તો રાજા નો ખજાનો પણ ખૂટી પડે તેથી તેણે ઓફીસ જઈ તેનો બીઝનેસ પણ સંભાળવા માંડ્યો જેથી તેના આ સેવા યજ્ઞ માં કોઈ અડચણ ના આવે એની ખુદ ની તો બીજી કોઈ જરૂર ન હતી. ભણી ને તૈયાર થતા એલીજીબલ યુવા ને  જરૂર મુજબ તેના બીઝ્નેસ માં કામ પણ આપતો. વખત વીતતો ગયો ને તેની તબિયત ના હાલ જાણતો હોવાથી તેની તમામ ચલ-અચલ સંપતિ અને તેના સેવાકાર્ય નું એક trust પણ બનાવી નાખ્યું

જેમાં   તેના મેનેજર,રીટા,તેની ડોક્ટર બની ગયેલી બહેન પ્રિય વિગેરે વિશ્વાસુ લોકો શામેલ હતા.

        આમ વિવેક નો  સકારાત્મક અભિગમ, લોકોપયાગી થવાની ભાવના  ને સાફસુથરી જીવન પધ્ધતિ થી તેને ૧૫ વર્ષ નું નવજીવન મળ્યું. પણ છેલ્લા થોડા દિવસ થી તબિયતે ફરી ઉથલો માર્યો ને આજે તેનો પવિત્ર આત્મા નશ્વર દેહ ને છોડી અંતિમ યાત્રા એ વિહાર કરવા નીકળ્યો .તેના ચહેરો  પર સંતોષ ને પરમ તેજ ની આભા હતી.

         ખીલેલા પુષ્પ સૃષ્ટિ માં સુંદરતા ને સુગંધ વિખેરે છે ,ને કરમાઇને પણ નકામાં નથી થતા ,તેનો

અર્ક પણ ઉપયોગી બને છે તેમ વિવેકે પણ તેના મુરજાઇ ગયેલા જીવન ને   લોક ઉપયોગી કાર્ય માં ખર્ચી નાખ્યું .  તેના જીવનઅર્ક ની  સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે. એક કરમાયેલા પુષ્પ ની સુવાસ થી અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા છે તેનું જીવન હજારો લોકો ને પ્રેરણા આપી રહ્યું છે, વિચારતા રીટા નું મન આદર અને અહોભાવ થી ભરાય ગયું ,તેના હાથ જોડાય મસ્તક આપોઆપ નમી ગયું.

      

       

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in આરતી રાજપોપટ and tagged , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા-(21)આરતી રાજપોપટ

  1. કરૂણ છતાં પણ એક પ્રેરણાદાયક સુંદર વાર્તા..

    Like

  2. બહુ સરસ વાર્તા છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s