તરુલતાબેન વાર્તા સ્પર્ધા (૨૦)-દર્શના વારિયા

અગાઉ ના જમાના ની વાત છે.  કરસનના માં બાપ ગુજરી ગયા પછી માસા માસીએ પોતાનો જણ્યો માનીને ઉછેર્યો. કનિયાને પહેલે થી જ ભણતર ઉપર પ્રેમ.  માસા માસી ઉપર નો ભાર ઓછો કરવા કનિયાએ અગિયાર વર્ષની કાચી ઉંમરે ભણતર છોડી ને કામે લાગવાની વાત કરી ને માસીએ ઘસીને ના પાડી અને કહ્યું “કનિયા તું ભણતર ઉપર ધ્યાન રાખ, અમે હજુ જીવીએ છીએ”.  કનિયાએ પછી તો પાછા વળીને જોયા વિના ભણતર સામે ચિત્ત ધર્યું।  હા અવાર નવાર નાના મોટા કામ કરીને થોડા ઘણા પૈસા કમાઈ લેતો પણ ભણવાનું અને દુનિયા વિષે નવું નવું શીખવાનું કદીયે છોડતો નહિ.  એમ કરતા કરતા મેટ્રિક ની પરીક્ષા આપી.  માસી ક્યે કનિયા   હવે તારા લગન ની વાત આગળ વધારવી જોઈએ”. કનીયો ક્યે “પણ મને તો મુંબઈ પહોંચી ને આગળ દાક્ટરીનું ભણવાની ઈચ્છા છે. અને તમે પૈસા ની ફિકર ન કરતા હું સાથે સાથે કમાઈ લઈશ.  એક વાર ડૉક્ટર બની જાવ પછી તો તમને ચોથા આરાનું સુખ મળે એવી વ્યવસ્થા કરીશ”.  માસી ક્યે “કનિયા  એમાં મને જરાય શંકા નથી અને તું આગળ ભણે એમાં અમે ખુબ રાજી છીએ પણ પેલા લગન કરીલે એટલે અમને નિરાંત।  પછી તું તારે તારી બાયડી ને લઈને જા એટલે તને રોટલા એ જમાડે ને ખોટા વાસનો થી દૂર રાખે”.

મોટાઓના આગ્રહ નું પાલન કરતા કનીયા એ હા તો પડી પણ પછી શરત કરી “છોકરી હારે બે ઘડી વાત કર્યા વિના પસંદ નહિ કરું”.  મોટેરાઓએ સમજાવવાની કોશિશ કરી કે “કનીયા એમ છોકરી હારે વાત્યુ નો થાય ને હીધો પરણવા બેહી જા”. પણ કનીયો માસીનો લાડકો ને માસી ક્યે મારો કનીયો ક્યે ઇમ જ કરવાનું।  માસી એ માગા આયવા એમાંથી બે રૂપ રૂપના અંબાર સમી કન્યા પસંદ કરી.  છોકરી ને કનીયો મલ્યો ને વી મિનિટ વાતો કરી.  પણ આખરે કનીયાએ બેય કન્યા નાપસંદ કરી.  મંજુબા રેવામાસીને ક્યે “આ તારો કનીયા ને બહુ ભણાવ્યો તેથીજ આ તકલીફ ઉભી થઇ છે”.   ને કે એને હમજાવ ને મોટેરા પસંદ કરે એની હારે માંડવે બેહી જાય”.  રેવામાસી “એની જરૂર નથી.  હુંજ મારા કનીયા હારે વાત કરી લઈશ”.
 
માસી કનીયા ને ક્યે “તું કેવી છોકરી ગોતે છે મને હમજાવ ને તો હું ગોતી આપીશ. કનીયો ક્યે “મારે ભણેલી છોકરી જોવે પણ ગામ માં છોકરીએ ને કોઈ ભણાવતું જ નથી એટલે હું વાત કરીને ભણેલી નહિ તો ગણેલી, સમજુ છોકરી ગોતવા મથું છું”.  માસી ક્યે, ‘“એમ બોલને, હવે હમજાણું।  અમે હંધાય તારા માટે એવીજ છોકરી ગોતીએ છીએ, કે તારું દયાન રાખે, ગરમ રોટલી જમાડે ને પ્રેમથી રયે”.  કનીયો ક્યે “બા એવી છોકરી જેને રોટલી થી આગળ દુનિયાદારી માં રસ હોય, છાપા વાંચે ને નવું શીખવાની ધગશ હોય”.  માસી ક્યે “અલા કનીયા, મેં હામ્ભળ્યુ છે કે ઓલા ભીખુ માસ્તર ની છોડી હારી એવી ભણેલી છે.  પણ એવું હામ્ભળેલું કે છોકરી થોડી કાળી છે, બહુ નમણી નથી ને પગ માં થોડી ખોડ છે એટલે લગન ની આશા છોડી દીધી છે ને આગળ ભણવાની છે.  આપણે એવી બીજી થોડી સારી દેખાય એવી છોકરી ધ્યાનમાં રાખીએ”.  કનીયો “બા તપાસ કરોને જો એના બાપુ રાજી થાય તો અમે એકવાર મળી લઈએ”.  માસી ક્યે “હાવ એવી કદરૂપી”?  પણ કનિયા ને રાજી રાખવા મુલાકાત તો ગોઠવી.  વળી સામે થી માંગુ આયવુંતું એટલે માસ્તરે છોડી ને સમજાવી કે છોકરો મળવા માંગે છે ને સાંભળ્યું છે કે ડાહ્યો ને ભણેલો છે તો એકવાર મળી તો જો.
 
ચંપા ને કનીયો બાર હિંડોળે વાત કરવા બેઠા ને ક્યાં સમય જતો રહ્યો તે ખબર જ ન પડી.  છેવટે માસીએ ઓરડામાંથી હાક મારી કે કનીયા હાલો હવે, ચા ઠંડી થઇ ગઈ છે.  ઘરે પંહોંચતાં જ કનીયા એ માસી ને કીધું, હવે લગન ની તૈયારે કર, ચંપા હારે।  બધાય ક્યે “હોય કોઈ દી?  આવો રાજાના કુંવર જેવો આપણો કનીયો, એને તો રૂપ રૂપના અંબાર સમી છોડી હામે થી આવશે, એને હમજાવો”.  માસી ક્યે, “રાજા ને ગમે ઈ રાણી, કરો કંકુના.  જાન નીકળી, વાજતે ગાજતે લગન થયા અને કનીયો બની ગયો કરસનલાલ.
વહુ આવી ને માસી તો ફુલ્યા ન સમાય।  કરસનલાલ ને ચંપા ને એવો મનમેળ ને સાસુ તો માં કરતાયે વધારે ધ્યાન રાખે।  ભીખુ માસ્તર તો જે સાંભળે એને ક્યે કે “મારી છોડી એ પાંચેય હાથે પમેશ્વર પૂજ્યા છે કે આવો પરિવાર હાસિલ થયો.  જોત જોતામાં ચમ્પા ને મહિના રહ્યા.  કરસનલાલે કામ કરી પૈસા ભેગા કરેલા.  તે માસીને ક્યે ચંપા ને સુવાવડ પતે ને બાળક 6 મહિનાનું થાય આવા વર્ષે પછી અમે નીકળવાનું રાખશુ ને મુંબઈ ની કોલેજ માં દાક્તરી નું ભણવા માટે અરજી કરી દવ છું .  ચંપા એ પણ પૂરો સાથ આપતા કીધું કે બાળક ને ઉછેરતા હું સાથે સીવણ કરી ને બને એટલા પૈસા બનાવતી જઈશ.  કરસનલાલ ને ખબર કે ચંપા ને ભણવાનો ખુબ શોખ છે અને તેણે તો ચંપા ને કીધું કે મારી સાથે તારીયે ભણવાની વ્યવસ્થા કરશું.  ચંપા ને મન કરસનલાલ પતિ નહિ પરમેશ્વર હતા અને કરસનલાલને મન ચંપા તેની પત્ની નહિ અર્ધાંગિની (અડધા અંગ સમાન) હતી.  બંને સમજદાર પતિ પત્ની આમ ભવિષ્યના સપના ને સાકાર કરવા માટે મંડી પડ્યા.  પણ કહેવાય છે ને જો તમારે ઈશ્વરને હસાવવા હોય તો તેમને તમારા સપના ની જાણ કરો.  નસીબ ને પલટાતા વાર નથી લાગતી ને આંખના પલકારામાં બધું હતું નહતું થઇ ગયું.
Darshana
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

2 Responses to તરુલતાબેન વાર્તા સ્પર્ધા (૨૦)-દર્શના વારિયા

  1. aa addhi varta matr pragnabenna opinion leva mate temne mokleli. varta puri thai nathi ane mukvani nati. :). adhuri lage to tenu karn samjavu chhu.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s