તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(15) હલ્લો કોણ ? પ્રજ્ઞા દાદભાવાળા

 

હલ્લો કોણ ?

નિખિલ સ્પીકિંગ

હા નિખીલભાઈ, હું મુળચંદ બોલું છું.,મેં તમારો ફોટો જાહેરાતમાં જોયો,

તમે ટુક સમય માટે આવવાના  છો.ખરુંને ?

હા

હું સમજી ગયો ,બધા અમેરિકા થી લગ્ન કરવાજ ટુક સમય માટે આવે

હા…

મેં તમારો ફોટો જોયો ,પણ ખાસ ગમ્યો નહિ

બીજો કોઈ  સારો ફોટો મળે ખરો ?

ના

બધા એવા જ છે?એટલે તમે જેવા છો તેવાજ ફોટામાં  દેખાવ છો ?

હું ફોનમુકું છું મને કામે જવાનું છે. 

અરે એક મિનીટ સાંભળો ,પણ ફેસબુક પર બીજા કોઈ ફોટા છે ખરા ?  

નથી ?

હમમ..અચ્છા, તો વિચારવું પડશે !

કમાલ છો અમેરિકામાં રહો છો અને ફેસબુક પર ફોટા નથી ?

મારે જવું પડશે મીટીંગમાં, આવજો

ઓ ત્યાં પણ છોકરીઓ જોવો છો ?

ના ,કામની મીટીંગ છે !

બાજુમાં બેઠેલો મિત્ર બોલ્યો, કોણ હતું નિખિલ ?

અરે પપ્પાએ જાહેરાત મૂકી હતી લગ્ન માટે ,અને  આ ભાઈને મારો ફોટો નહતો ગમ્યો તેમ છતાં ફોન કરે છે. કમાલ  કરે છે યાર…

ઇન્ડિયાની છોકરી ને બહુ નખરા ! અને એના માબાપ ને તો શું કહેવું ?

ફરી ફોનની ઘંટડી વાગે છે.

હલ્લો બોલ  મમ્મી તે, આ જાહેરાતમાં મારો અમેરિકાનો નંબર શું કામ મુક્યો ?

જો બેટા તું કેટલા ટુકા સમયમાં આવે છે ,માટે અત્યારથી તૈયારી થાય ને !

પણ બેટા તે પેલા મૂળચંદભાઈ નો ફોન કેમ કાપી નાખ્યો ? એમને એમની દીકરી માટે ફોન કર્યો હતો ?

પણ મમ્મી એને હું ફોટામાં નથી ગમતો તોય ફોન કર્યો હતો!

પણ બેટા વાત કરજે। એમ જ વાત આગળ વધે,

ભલે પછી વાત

ત્યાં તો ફરી ઘંટડી વાગી

હલ્લો હું બોલું છું , તમારો ફોટો મેં ફરીથી ગીલોરી ગલાસથી જોયો ,પણ સાચું કહું તો પણ તમારો ફોટો અને તમે  મને ના ગમ્યા

તો ? હવે નિખિલ જરા અપસેટ થઇ ગયો.

હું એવો જ છું ,જેવો ફોટામાં દેખાવ છું  બોલો કઈ કહેવું છે ?

નાના કહેવાનું શું હોય ?

પણ તમે શું કરો છો  ? અને શું કમાવ છો ?

અમેરિકામાં માણસ ક્યાં કામ કરે છે એ પૂછવાનો રિવાજ નથી!

 નાના પણ ત્યાં ગયા છો તો કૈક તો કરતા હશો ને?

હા હું જોબ કરું છું?”

તમને ભવિષ્યની ચિંતા થતી નથી?”

આ જોબમાં તે શું વળે?

કમાલ કરો છો,કેવા સવાલ કરો છો?ચિંતા  છે માટે જ જોબ કરું છું.

જુઓ હવે હું અહી કામ પર છું વધુ વાત કરીશ તો જોબમાંથી કાઢી મુકશે !

તો આવું સહી કેમ લો છો ? તમારી કંપની ખોલો ને ?

અચ્છા ત્યારે, પછી વાત કરશું।

તમારો લંચ બ્રેક માં ફોન કરીશ

નીખીલને મીટીંગમાં જવાનું હતું ,ઉતાવળે ફોન કાપી, ભાગ્યો.

ગુસ્સો તો ખુબ આવ્યો પણ મગજ શાંત કરી મીટીંગ સરસ  પતાવી બહાર આવ્યો,

અને ત્યાં ફરી ફોનની ઘંટળી વાગી

અને નિખિલ બબડ્યો આ મમ્મી પણ!

હલ્લો હું બોલું છું ,વાત કર…. .

હલ્લો મેં ખુબ વિચાર કર્યો..

તમારો ફોટો સારો નથી પણ તમારા મમ્મી કહે છે માટે તમે સારા લગતા જ હશો ઘણીવાર ઘણાના મોઢા ફોટોજનિક ન હોય ,પણ કહું છું શું તમે આખી જિંદગી નોકરી જ કરશો ? તો પછી ઘર કેમ ચાલશે ?

 નિખિલ ખુબ ખીજાણો અને હું આખી જિંદગી નોકરી જ કરવાનો છું,જુઓ હું તમને ગમતો નથી તો ફોન શું કામ કરો છો  .?, અને તે પણ તમારી અડધી રાત્રે ,તમને ઊંઘ નથી આવતી અને મારી મમ્મીના ફોનથી વાત કરો  છો ,એને તો સુવા દયો ?

અરે ભાઈ  તમારા લગ્ન ની વાત થી એમની ઊંઘ ઉડી ગઈ છે.

સારું મારી મ્મીજીને આપો તો પ્લીઝ ?

એ મારા માટે ચા બનાવે છે ,કઈ કામ હતું ?

ના,… તો પપ્પાને આપજો

તમારા પપ્પા તો બહાર ગામ ગયા છે…..

સારું  તો આવજો,નિખીલે ફોનને ગુસ્સામાં બંધ કર્યો 

નિખિલ ને થયું મેં મમ્મીને સમજાવી હતી, મને ઇન્ડીયામાં  રહેતી છોકરી નથી જોઈતી,આ મમ્મી પણ….. મને ઈમોશનલ બ્લેક મેલ કરે છે.અને પપ્પાને તો કહી કહેવાતું નથી !

શું કરું ?

હજી તો ઇન્ડિયા  પોહંચીયો નથી ,ત્યાં જઈશ પછી શું થશે ?

કામ પતાવી નિખિલ ઘરે પોહચી ટીવી જોતો હતો ત્યાં ફરી ફોન આવ્યો ?

હલ્લો  કિરીટ તમારી જાહેરાત જોઈ ?ક્યારે આવો છો ?તમને જોવા હોય તો ક્યાં મળશો ?પાછા બુક થઇ જશો તો અમે રહી જશું

નિખિલ બોલ્યો ,હું તમને ફોન કરીશ.

આવજો ?

બસ હવે તો હદ થઇ ગયી !નિખિલ મનોમન બબડ્યો.

ત્યાં ફરી ઘંટળી વાગી !

મમ્મી બોલ ?

હું બોલું છું ,તમારા મમ્મીએ હમણાં મને ફોન આપ્યો છે,મેં ખુબ વિચાર કર્યો ,માણસનો ફોટો સારો ન હોય તો શું થયું તમે દિલના તો સારા છો ને ,મેં મારા મિત્રને પુછ્યું કે તમે શું કહો છો ?

નિખિલ સ્પીકર પર ફોન રાખી પીઝા ખાતો ટીવી જોતો રહ્યો.

મારો મિત્ર કહે  સાચી વાત છે વિચાર કરવા જેવો ખરો !એટલે ફોન કર્યો, જમતા હોય તેવું લાગે છે ,

હા પીઝા ખાવ છું

અરર ,શું થાય જ્યા સુધી રાંધનારી ન આવે ત્યાં સુધી તો આવું જ થાય। ..

લ્યો જામી લ્યો પછી ફોન કરીશ

ભલે ,નિખિલને ગુસ્સો આવતો હતો

વાંધો ન હોય તો એક વાત પૂછવી છે? તમારે ગાડી છે ખરી ?

હા

કઈ છે

સેકોન્ડહેન્ડ ટોયોટા

શું થાય , નોકરી કરો છો એટલે નવી કે સારી ગાડી ક્યાંથી પરવડે ?

અને ઘર છે કે નહિ ?

ના અપાર્ટમેન્ટમાં મારા દોસ્ત સાથે રહું છું.

જોયું આપણા દેશની બહાર કેવી હાલત છે ?

હવે નિખિલ ખીજાણો

હજી કઈ પૂછવાનું બાકી છે ?

તમને મારો ફોટો ગમતો નથી,

ગીલોરી કાચમાંથી પણ ગમતો નથી,

હું નોકરી કરું છું એ ગમતું નથી,

તો ફોન શું…. કામ કરો છો ?

નિખીલભાઈ તમારી વાત સાચી છે પણ એમ વિચાર્યા વગર થોડું  ના કહી દેવાય ?

સારું હવે મને સુવા દયો તો સારું ?

આવજો..

નીખીલને થયું હું ઇન્ડિયા ન જાવ તો સારું !

મમ્મીને કહી દઈશ નથી પરણવું !

માંડ માંડ સુતો.

સવારે ઉઠી ચા બનાવી ન્હાવા ગયો ત્યાં ફોનની ઘંટી વાગી

પછી ઉપાડીશ મોડું થાય છે.મનોમન બોલ્યો 

ગાડીમાં બેઠો ત્યાં ફોન આવ્યો !

નીખીલે ઉતાવળમાં નંબર જોયા વગર જ ઉપાડ્યો

હલ્લો મેં મારી પત્ની સાથે વાત કરી ,એને પણ તમારો ફોટો જોયો ,પણ સાચું કહ્યું એમને પણ ન ગમ્યો. 

તો આ કહેવા ફોન કર્યો હતો ?

ના ,મારા પત્નીએ કહ્યું દેખાવ તો સમજ્યા પણ ,મારી પત્ની કહે તમારું ઘર ભાડાનું ,કાર પણ જૂની ,તો ઘરમાં નોકર તો ક્યાંથી હોય ?આપણી દીકરીએ ક્યારેય રસોઈ કે બીજા કામ કર્યા નથી ,અમારે ત્યાં તો ડ્રાઈવર ,રસોયો ,નોકર ચાકર બધા છે. તો તમે શું કરશો ?

હલ્લો હું કઈ નથી, મારી પાસે કઈ નથી, મારો ફોટો તમને ગમતો નથી, માટે હવે ફોન નહિ કરતા ,હું યોગ્ય મુરતિયો નથી સમજ્યા ! અને હું ડ્રાયવીંગ કરું છું વધુ વાત નહિ થાય નહીતો પોલીશ પકડશે!

શું વાત કરો છો ?આની પહેલા તમને પોલીશે પકડ્યા છે ? અને ક્યારેય જેલમાં ગયા છો ?

મહેરબાની કરી બીજા કોઈને શોધો….કટ

અને નિખીલે ફોન કાપી નાખ્યો.

કમાલનો માણસ છે ,શું ચીટકું છે.મારી મમ્મીનો ફોન વાપરે છે,હું ગમતો નથી ,મારી પાસે ઘર નથી ,કાર નથી નોકર નથી ડ્રાઈવર નથી તો પણ ફોન શું કામ કરે છે ?મને સમજાતું નથી 

હજી ઓફીસ દુર હતી, નીખોલે દેશી  રેડિયો સાંભળવા ચાલુ કર્યો.

મમ્મી ઓ મમ્મી તું કબ સાસ બનેગી ……

ત્યાં ફરી રીંગ વાગી

હલ્લો મેં મારી બેન  સાથે વાત કરી મને કહે છોકરો સારો હોય તો શું વાંધો ,લગ્ન થશે બધું થઇ પડશે ,તમને ખબર છે એમને પણ ફોટો ન ગમ્યો ,મને કહે ઘરમાં કુતરો લઇ આવીએ તો પણ સમય જતા વ્હાલો લાગે ,આ પણ ગમવા માંડશે માટે આવું માગું જતું ન કરાય.

પણ હું શું કહું છું,તમારી ઉમર ઘણી મોટી છે.

તે અત્યાર સુધી તમે લગ્ન કેમ ન કર્યા ?કોઈ સાથે પ્રેમ હતો અને તૂટી ગયો ?જુઓ હું ઘણો મોર્ડન છું ,બધા જુવાનીમાં ભૂલ કરે ,તમે પણ કોઈ ભૂલ ન્હોતી કરી  ને ?

ના ,હવે તમે મને સવાલ પૂછવાનું બંધ કરશો 

તો પણ લગ્નનો  વિચાર આટલો મોડો કેમ આવ્યો ?

જુઓ મેં લગ્નનો વિચાર માંડી વાળ્યો છે, મારે લગ્ન કરવા જ નથી !

તો આ જાહેરાત ..?

મેં હમણાં તમને કહ્યુંને મેં વિચાર બદલી નાખ્યો છે હું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરવાનો નથી,બસ ફોન મુકો,

તમે કારણ વગર ખીજાઈ ગયા,મેં સાંભળ્યું છે કે સેન્ફ્રાન્સીસકો માં આજકાલ છોકરા છોકરા સાથે લગ્ન કરે છે?એ સાચું છે ?  

આવું કૈક…નથી ને . કૈક ગડબડ  હોય તો પહેલાથી જ કહી દયો 

હા છે ,બોલો ?

તમારી છોકરી આટલા વર્ષ સુધી કેમ કુવારી છે ?

પૂછો એને ?

જવાબ કેમ નથી આપતા ?અને હું તમને ગમતો નથી તો  પણ ફોન કેમ કરો છો?

તમે નકામા ઉકળી પડ્યા ભાઈ ! જુઓ હું છોરીનો બાપ છું.

જેવા તેવા ને થોડી વળગાડાય

તો હવે હું કહું છું  સાંભળી લ્યો તમારી દીકરી સાથે મને લગ્ન નથી કરવા,ફરી મને ફોન નહિ કરતા  

અરે પણ આમ ઉતાવળે જોયા વગર ના ન પાડો ભાઈ…..   

અને નિખીલે ઓફીસ પાસે જોરથી બ્રેક મારી,ફોન કાપી કાઢ્યો,

ઉતરતા જ સામે થી બોસ આવતો હતો નિખિલ પરાણે હસ્યો.

બોસ બોલ્યા બધું બરાબર છે ને ?

પરાણે હસતા બોલ્યો હા બધું બરાબર છે ?

ક્યારે જાયછે ઇન્ડિયા લગ્ન કરવા ?

નિખીલને હવે લગ્ન નામથી કંટાળો આવ્યો ,છતાં પરાણે બોલ્યો

બસ ટુંક સમયમાં,

મનમાં બોલ્યો મારે પરણવું જ નથી.

અને ઇન્ડિયા તો નહિ જ જાઉ,શું માથાનો દુખાવો છે ? વેરી ઈરીટેટીંગ

કેબીનમાં આવી બેગ મૂકી કોફી લેવા ગયો,

અને શાંતિથી કોફી પીવા બેઠો.

ત્યાં એક છોકરી આવી, કોફી લઇ તેના ટેબલ તરફ આવી

વાહ અમેરિકાની છોકરી કેવી સરસ છે ? મન ફ્રેશ થઇ જાય.

અને એ બોલી હું અહી બેસી શકું ?

સ્યોર !

ત્યાં ફોનની ઘંટડી વાગી …

નિખિલ ચમક્યો!

ઓં આ મારો ફોન નથી  તમારો ફોન વાગે છે .

હલ્લો ,હા આપું 

લ્યો વાત કરો…તમારા માટે છે !

મારો માટે ફોન છે.?  તમારા ફોન મારા પર મારા માટે ?

અરે તમે મને ઓળખો છો?

નિખીલે ફોન લીધો.

હલ્લો  અવાજ સાંભળતા નિખિલ ચોક્યો. એક બાજુ જઈ  દાત કચકચાવતા બોલ્યો પાછો અહી શું  કામ ફોન કર્યો ?

સાંભળો, મારી છોકરીએ પણ તમને ફોટામાં જોયા પણ ન ગમ્યા

પણ. વ્યક્તિગત.સારા લાગો છો.

એની વે દીકરી મીનાક્ષી..ને તમે મળ્યાને ?

કેવી લાગી ?.  

પ્રજ્ઞાજી      

 

    

 

 


 

4 thoughts on “તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(15) હલ્લો કોણ ? પ્રજ્ઞા દાદભાવાળા

  1. “હલ્લો મેં મારી બેન સાથે વાત કરી મને કહે છોકરો સારો હોય તો શું વાંધો ,લગ્ન થશે બધું થઇ પડશે ,તમને ખબર છે એમને પણ ફોટો ન ગમ્યો ,મને કહે ઘરમાં કુતરો લઇ આવીએ તો પણ સમય જતા વ્હાલો લાગે ,આ પણ ગમવા માંડશે માટે આવું માગું જતું ન કરાય.” …… “સાંભળો, મારી છોકરીએ પણ તમને ફોટામાં જોયા પણ ન ગમ્યા …
    પણ. વ્યક્તિગત.સારા લાગો છો. …. એની વે દીકરી મીનાક્ષી..ને તમે મળ્યાને ? …. કેવી લાગી ?.

    FATHER OF THE GIRL IS VERY FUNNY

    Like

  2. એક અમેરીકન મેન્ટાલીટીવાળો પણ લગ્ન કરવા માટેનો નખશિખ ગરજુનો સરસ કાલ્પનિક સંવાદ મુક્યો છે…….

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.