તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(14) ભૂમિ માછી

કુસુમ ના કંટક

ઝુંપડીની બહાર એક તુટેલા ખાટલા પર રાજાશાહી ઠાઠથી લંબાવીને પડેલા મંગાએ તોછડાઇ થી એની મોટી છોકરી કુસુમ ને ખાવાનું આપી જવા બુમ પાડી…બે-ત્રણ વખત બુમ પાડી જોઇ પણ અંદરથી કોઇ જવાબ ન આવ્યો..મંગા એ દેશી દારૂ ની ખાલી બોટલ નો છુટ્ટો ઘા ઝુંપડી ના બારણા તરફ કર્યો…સસ્તી બોટલ જમીન પર પછડાઇ ને ફુટી ગઇ..

સાલીઓ ક્યાં મરી ગઇ ત્રણે જણીઓ…?! આવો બબડાટ કરતા ઉભો થવા ગયો પણ સમતોલન ન જળવાતા પાછો ખાટલા પર પડી ગયો..!ચઢેલી હતીતો મંગો ઉભો ન થઇ શક્યો પણ જીભ ને ક્યાં તાકાતની જરૂર પડે છે..એતો અવિરત ચાલુ જ રહી…!કાન માંથી કીડા ખરી પડે એવા શબ્દો માં એ એની ત્રણે છોકરીઓ ને ભાંડતો રહ્યો..

સાલીઓ…તમારીતો..નીકળો બા’ર મારા ઘર માંથી…!બાપ ભુખ્યો-તરસ્યો ઠંડીમાં બહાર પડ્યો છે અને ત્રણેય કુંવરીઓ આરામ માં છે…

અડધી રાત સુધી ખાટલા પર થી લટકતા પગ જમીન સાથે પછાડતો રહ્યો પછી કકડતી ઠંડીમાં એનીયે આંખો મીંચાઇ ગઇ..કુસુમે ભવાની અને મંજરીને પારેવડીઓની જેમ ફફડતી જોઇ.કોડીયાની વાટ પર થી સળેકડી વડે મેશ ખંખેરી…અજવાળુ સાફ થયુ…પછી પગની આંગળીઓ ભેર થોડી ઉંચી થઇ અને છાજલી પરથી ગાંઠો મારેલી કોથાળીઓ ઉતારી..એમાં પુરી-શાક,મિઠાઇ ના ટુકડા અને સાવ ભુકો થઇ ગયેલા પાપડ હતા.. શાકમાં લથબથ પુરી ખવાય એવી રહી જ ન’તી…છતાય ભવાની અને મંજરી ની આંખો ચમકી ઉઠી…ત્રણેય બહેનોએ એમની નાનકડી મિજલસ પુરી કરી…પછી ભવાનીએ મેલી-ઘેલી ગોદડીઓની પથારી કરી અને સુવાની તૈયારી કરી..મંગાના નસકોરાનો કર્કશ અવાજ એના કાને અથડાયો..એક ગોદડી ઉઠાવીને બહાર જવા માટે દરવાજો ખોલવા ગઇ..કદાચ એને ઠંડીમાં સુતેલા બાપની દયા આવી હશે..કુસુમે એનો હાથ પકડી લીધો અને આંખો વડે જ ‘ના’ નો હુકમ પણ આપ્યો..!ટમટમતો દીવો બુઝાવીને ત્રણેય બહેનોએ કાળુ ધબ્બ અંધારૂ ઓઢી લીધુ કે થાય સીધી સવાર…!      

*****

કુસુમ,ભવાની,મંજરી સાથે એમનો નકામો અને દારૂ પી ને રખડ્યા કરતો બાપ પણ રહેતો હતો…લગભગ સાત-આઠ વર્ષ પહેલા ત્રીજી સુવાવડ વખતે જ માં તો મરી ગઇ હતી જો કે એ હોત તો પણ કંઇ જાહોજલાલી ન હોત…                                                                            

                                                                                   *****

ઘાસ માંથી ચળાઇ ને આવતા સુર્ય ના કિરણો થી ઝુંપડી માં સવાર પડ્યું.કુસુમે આંખો ખોલી.બહાર આવી.. હજીયે મંગો ઘોરતો હતો…એની જીભ પર ગાળ આવી ગઇ અને જાણે બધી કડવાશ કાઢવી હોય એમ થુંકી..!એતો ઉપડી પાણી ભરવા..કુસુમ ચાલતા-ચાલતા જાત સાથેજ વાતો કરતી હતી..પગ માં ઠોકર વાગવાથી લથડીયુ ખાઇ ગઇ..પડતા બચી…!
બાપેય એવો છે કે આખો દાડો ફર્યા કરે છે સાલ્લો હરામ હાડકા નો…!જરાક ટેકો કરે તો બે ટાઇમ સરખુ ખવાય તો ખરું…પણ એ તો નવરો નખ્ખોદ વાળે છે..

એ ઘરે આવી..એના અવાજથી ભવાની અને મંજરી ઉઠી ગયા…

આજે ખેતરે મજુરીએ જવાનુ છે કુસુમ નો હુકમ છુટ્યો..મંજરી અને ભવાની એ મજૂરીએ જવા આનાકાની કરી..

તો તમને કંઇ મહેનત કર્યા વગર તમારો બાપ પણ ખાવાનું નહી આપે..! કુસુમ થોડુ જોર થી બોલી.
એજ વખતે મંગો ઉભો થઇ ને બારણાની વચ્ચોવચ આવી કુસુમ તરફ ફરીને બોલવા લાગ્યો:છોકરીઓ ને મજુરીએ નથી જવુતો કેમ જબરદસ્તી કરે છે મોટી શેઠાણી થઇ ગઇ છે તો..!

ત્રણેય બહેનોએ એકબીજા સામે જોયુ અને કોઇ જોડકણુ સાંભળ્યુ હોય એમ હસવા લાગી.
હસવાનુ પુરુ થયુ અને કુસુમ બોલી : જા તું નીકળ સવાર સવાર માં મગજ ખરાબ ના કર નહી તો તારોય દા’ડો બગાડીશ!

બે દા’ડા પહેલા મેં તને કીધુ ‘તુ કે પેલો રમણિક શેઠ તને યાદ કરે છે તે ગઇ કેમ નહી ?

મારે નથી જવુ..!

સીધા કામ બતાવુ છુ તે કરવા નથી મારી બેટી નકામી બીજે-બીજે લાંબી થવા જાય છે..!

કુસુમે હાથ લંબાવી ને દીવાલ ને ટેકે ઉભેલી ડાંગ હાથ માં લીધી…
જા જતો હોય તો..સીધા કામ શીખવાડવા વાળો ના જોયો હોય તો…

કુસુમ ઉભી થઇ..જોર થી ડાંગ જમીન પર પછાડી…જમીન પર નુ થોડુ ખરબચડુ પ્લાસ્ટર ઉખડી ગયું.
જા નહી તો આજે જોવા જેવી થશે..  
મંગો આકાશ સામે જોઇ ને બબડતો બબડતો નીકળી ગયો..
તું મરતા તો મરી ગઇ પણ આ જોગમાયા મારે માથે મારતી ગઇ..સહેજ વાર જઇ આવેતો એનુ શું ઘસાઇ જવાનુ છે..!?

વાત એમ હતી કે મંગો હતો હરામ હાડકાનો.. થોડા સમય પહેલા મંગાએ રમણિક શેઠ પાસેથી થોડા રૂપિયા ઉછીના લીધા હતા એની ઉઘરાણી કરવા રમણિક શેઠ જાતે આવ્યો અને કુસુમ ને જોઇને એની દાઢ સળકી..બસ ત્યારથી આ રમણિક શેઠે મંગાને પંપાળવાનું શરૂ કર્યું.કુસુમ ને ઘરકામ માટે મોકલી આપવાનું કહ્યુ અને મંગો માની પણ ગયો…!રમણિક શેઠ કુતરાની જેમ લાળ ટપકાવતો હતો અને મંગો ખંધાઇ થી હસતો હતો..
પણ કુસુમ સહેલાઇથી માને એવી ન’તી..

                                                  

રમણિક મંગાની ઝુંપડીએ જવા ઉપડ્યો..

સાંજે ફરી મંગો ઢીંચીને આવ્યો…

ક્યાં ગઇ મારા ગયા જનમ ની દુશ્મન..?!મારી વાત ગાંઠે બાંધી લે..કાલ સવાર મા ચુપચાપ રમણિક શેઠની ત્યાં કામે ચડી જજે વધારે નખરા કરીશ તો તું જ્યા પણ કામે જઇશ ત્યાં આવીને તમાશો કરીશ ને એવી ફજેતી કરીશ કે ફરી કોઇ મજુરીએ નહી રાખે..પછી પગે પડીશ તોંયે નહી માનુ..!

ચાર ગણો જુસ્સામાં હતો અને બમણા જોર થી બુમો પાડી રહ્યો હતો..એને કોઇ પણ હિસાબે કુસુમ ને રમણિક શેઠ ને ત્યાં મોકલવી હતી..એ ગંદી ગાળો નો વરસાદ વરસાવી રહ્યો હતો..આજુબાજુ ની વસ્તી ભેગી થઇ આ તમાશો માણી રહી હતી…

ત્રણેય બહેનો એકબીજા ના ચહેરા તાકી રહી હતી…હંમેશા ની જેમ જ..!પણ કુસુમ ની આંખો ભરેલી હતી..કોઇપણ સમયે છલકાઇ જાય એવી…આંસુ છલકાઇને બહાર આવે તો પણ જાતે જ લુછવા પડે એવી જીંદગી હતી એની…તો એ આંસુ ને બહાર આવવાજ ન દેતી ક્યારેય..!

કુસુમ હજી બહાર ન’તી આવીતો મંગાને વધારે જોર ચડ્યું..

કુસુમે હાથની મુઠ્ઠી ભીંસી અને ઉભી થઇ…અને ડાંગ લઇને બહાર આવી…
મંગા કરતા પણ ઉંચા અવાજમા બોલી:શું છે ક્યારનો કચકચ કરે છે…નવાઇ નો પી ને આવ્યો છે??

કુસુમના હાથ માં ડાંગ જોઇને મંગો થોડો ગભરાઇ ગયો છતા પણ એજ ટણી રાખી ને બોલ્યો :તારી કમાઇ નું નથી પીતો…સીધી થઇ જજે નહી તો કાઢી મુકીશ ઘર માંથી પછી ભટકતી રહેજે…

કુસુમ મક્કમતા થી આગળ આવી અને જોર થી મંગા ને બરડે ફટકારી…મંગાએ  આવી કલ્પના તો ન’તી જ કરી..કુસુમને સંતોષ ન થયો તો એક ફટકો માથા માં પણ માર્યો..લોહીનો ફુવારો ઉઠયો..ફરી મારવા હાથ ઉંચો કર્યો અને મંગો ડરીને ચીસાચીસ કરવા લાગ્યો.અને પાગલ ની જેમ રડી ને કરગરવા લાગ્યો.રમણિક કુસુમ નું આ રૂપ આંખો પહોળી કરીને જોઇ રહ્યો.

કુસુમ મંગા ને છેલ્લી ચેતાવની આપતા બોલી:આજ થી તારો અવાજ ઉંચો થયો તો તારી જીભ કાપી ને કુતરા ને નાખી દઇશ.. અને કંઇક રહી ગયુ હોય એમ અવાજમાં મક્કમતા લાવીને રમણિક તરફ ફરીને જોર થી બોલી:નરક માં રહેવાનુ અને શેતાન થી ડરવાનુ મને ના પોષાય હું આવતી કાલથી આવી જઇશ તારે ઘેર..

રમણિક શેઠને ખુશ થવુ કે કુસુમ થી ડરવુ એ સમજ ન પડી.કુસુમ નો આ ફેંસલો એ વીલા મોં એ સાંભળી રહ્યો.
ભૂમિ માછી

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s