તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(11) પન્નાબેન શાહ

વિધિપુત્ર  -જમાઈ

આજે “મંથન નિવાસ ” માં સનનાટો છવાઈ ગયો હતો . જયાંસદા નિરવ શાંતિ આનંદ નું વાતાવરણ રહેતું ત્યાં આજે રુદન આક્રોશ વિરહ વેદના એ સ્થાન લઈ લીધું હતું . મનોહરદાદા અને સ્મિત પરિસ્થિતિ ને સંભાળવા નો પ્રયત્ન કરી રહ્યા હતા . શૈલી ની ચીસ અને રુદન તેના રહદય નો બંધ કોશ આશુ ંરૂપે ટપકી રહ્યો હતો . શૈલી નો આક્રોશ ,, ,,,, સ્મિત તે આ શું કર્યું !!! તે મને મારી મરણશૈયા એ પડેલી મા ના અંતિમ દર્શન કરવા મજબૂર પણ ના કરી !???! અરેરે રે , હું કેટલી વામણી, પથ્થર રહદય ની ને અશક્ત પુરવાર થઈ !!!! પણ સ્મિત નિરુત્તર નિસહાય ને નિ: શબ્દ રહ્યો . મનોહરદાદા દીકરી સમાન પુત્રવધૂ ને સજલ નેત્રે આશ્વાસન આપી પરિસ્થિતિ ને સંવારવા નો પ્રયાસ કરી રહ્યા હતા . ધરના સર્વે સ્વજનો શૈલી નું આ સ્વરૂપ પહેલી વાર નીરખી રહયાહતા . બાળકો ડરી ને અવાચક બની ગયા .
ભૂતકાળ માં જો ડોકિયું કરીએ તો વસ્તુ સ્થિતિ ને સમજી શકાય .
હરિવદનદાદા અને કમળા બા ખુબ નિખાલસ , નમ્ર , સેવાભાવી ધરમપરાયણ આદર્શ દંપતી . ત્રણ પુત્રો અમર આકાશ , અાશય, ને એક પુત્રી શૈલી ના માતા પિતા . બાળકો ને સુંદર સૃદઢ સંસ્કાર આપી ઉત્તમ કેળવણી અપાવી હતી , હરિવદનદાદા કેમિકલ ની ફેકટરી ના માલિક , ગર્ભશ્રીમંત પણ ખુબ સાદગી થી રહેનારા. આ બધી સંસ્કારિતા ની મહેક શૈલી ના સ્વભાવ માં અક્ષરશહ કંડારાઈ ગઈ હતી . મોટા બે પુત્રો વ્યવસાય માં જોતરાયેલા જ્યારે નાનો પુત્ર આશય તેના સસરા ની કંપની માં ભાગીદાર થયેલો. શૈલી ને જ્ઞાતિના પ્રતિષ્ઠિત આગેવાન ને ન્યાયાધીશ તરીકે નામના મેળવવાના મનોહરદાદા ના એક માત્ર પુત્ર સ્મિત સાથે પરણાવી હતી . શૈલી સ્વભાવે નમ્ર , સાલસ, આંતરમુખી , પ્રસન્ન વદન દયાભાવ રાખનારી સ્ત્રી . સ્મિત એક પ્રમાણિક નેક સમજુ સ્વભાવ ધરાવનાર હાઈકોટઁ નો કામયાબ વકીલ .
એક સવારે 4 વાગ્યે ઊઠી જનારા હરિદાદા ઊઠ્યા નહી , પુત્રો ને એમ કે આજે પાપા સુવે છે તો તેમને ખલેલ પડે તેમ ના કરતા સુવા દીઘાં , પણ સવાર ના 9 વાગી ગયા ઘર ના સૌ ગભરાઈ ગયા ને ડોકટરને બોલાવ્યા . ડોકટરે નિદાન કર્યું “। હરિદાદા ચીર નીંદરમાં પોઢી ગયા છે . સેૌ ને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી નાજુક પરિસ્થિતિ ઊભી થી ગઈ. અંતિમ ક્રિયા વિગેરે ભારે હૈયે પતાવી . આ નાજુક ઘડી માંથી બહાર આવતા સમય લાગ્યો। , પણ ત્યારબાદ કમળાકાકી અવાચક, સુનમુન ને નિ:શબ્દ બની ગયા .
કહેવાય છે “જ્યારે ઘર ના મોભી ના રહે ત્યારે સગાવહાલાં, દુન્યવી સંબંધીઓ કપરા સમય માં મુખ પણ ફેરવી લે છે . તેવી પસ્તાળ કમુબા ના જીવન માં ઊદભવી. તેમના પેટે જ કમુબા ને દગો દીધો. ઓછું ભણેલા પણ અનુભવ થી ઘડાયેલા હતા. પુત્રો એ તેમની વિરુદ્ધ જઈ માલ મિલકત ના ભાગ પડાવી કાગળો માં સહીસિકકા કરાવી લીઘાં . કમુબા એ મિલકત ના પાંચ ભાગ કરવા પુત્રો ને ખુબ વિનવણી કરી ને શૈલી નો પણ સરખો હિસ્સો રહે , પોતા નો પણ સરખો . ઘર ની પુત્રવઘુઓ એ શૈલી ના માટે હવે આ ઘર ના દ્વાર સદા માટે બંધ થઈ ગયા નો જાણે ચુકાદો આપી દીધો . બસ , શૈલી એ તે સમય થી પિયર ને સદા માટે તિલાંજલિ આપી દીધી . પિતા ના મૃત્યુ સાથે પોતાની જાતને પણ આ ઘર માટે મૃત્યુ માં હોમી દીધી . સ્મિત ને પણ સ્પષ્ટ શબ્દો માં તેની લાગણી નો સજળ નેત્રે ઊભરો ઠાલવી દઈ સહજ જીવન જીવવા લાગી. છેવટે પુત્રો કમુબા ને અાનંદ આશ્રમ માં મુકી ગયા . કમુબા એ આનંદ આશ્રમ માં જતા પહેલા શૈલી ને મળવા બોલાવી ને હકીકત થી વાકેફ કરી પણ પથ્થર દિલ નિષ્ઠુર બનેલી શૈલી મનોહરકાકા કે સ્મિત ની સમજાવટ થી પણ કમુબા ને તેનું મો બતાવવા નહી ગઈ .
શૈલી ના જીવન નો નવો વળાંક , નવં અધ્યાય . એક જ લક્ષ્ય “”મંથન નિવાસ “” તેનું અંતિમ ધામ . પિતાતુલ્ય સસરા મનોહરદાદા એ તેને પુત્રી નો ભરપૂર પ્રેમ આપ્યો . સ્મિત ની મા સ્મિત ના શૈશવકાળ માં જ દેવલોક પામેલા . નવી મા મારા સ્મિત ને સારીરીતે નહી રાખે તો મારા સ્મિત નું શું!? આ ડર અને ભય ને કારણે મનોહરકાકા એ ફરી લગ્ન કર્યા ન હતા . હવે તે ફક્ત સ્મિત જ નહી શૈલી ના પણ મા ને બાપ ની જવાબદારી ઊઠાવી લીધી .
એક સવારે આનંદ આશ્રમ માંથી સંચાલક અરવિંદભાઇ નો ફોન આવ્યો . શૈલી એ રીશીવર ઊપાડ્યું , સામે છેડેથી અરવિંદભાઇ એ કમુબ ા ની ગંભીર બીમારી ની વાત કરી ને કહ્યું કે બા તમને સૌ બાળકો ને છેલ્લી ધડી એ જોવા ઇચ્છે છે , શૈલી બોલી ઊઠી ,” ભાઇ હવેથી અહીં ફોન કરશો નહી કેમકે તે ઘર માટે હું પાંચ વરસ થી મરી ચૂકી છું . મારી મા મારા ત્રણ ભાઈઓની જવાબદારી છે મારી નહી માટે મહેરબાની કરી ને ફોન હવે કરશો નહી. તમારા ભાઈઓએ પણ સમય નથી પણ બાની સારવાર ના પૈસા અમે મોકલી આપીશું પણ અમને બહાને ફરી હેરાન કરશો નહી . એકસાથે જ શૈલી એ ફોનનું રિસીવર પછાડી ને મુકી દીધું . પણ બીજા રૂમ મા ફોન ની લાઇન હોવા ને કારણે સ્મિતે પણ ફોન ઉપાડી ફોન ની વાત સાંભળી . ને તે સમયે જ મારે વકીલાત ની મુદત નું કામ નું બહાનું કાઢી સ્મિતે કાર ને” આનંદ આશ્રમ ” તરફ વ ાળી લીધી . કમુબા ના ખોળા માં માથું મુકી ચોધાર આશુ સાથે રડી લઇ અરવિંદ ભાઇ ને બા ની ઉત્તમ સારવાર માટે ડોકટરને સિંચન કર્યું . પૈસા ની કોઇ કચાસ કરશો નહી . અને હું રોજ સવારે બા ને મળવ ા આવીશ પણ મારી હાજરી ની વાત મારા ઘરે કે શૈલી ને કરશાે નહીં . સ્મિત કમુબા ની નાદુરસ્ત તબિયત માં બનતાે પરમ પરયાસ કરીને પણ સમય કાઢી ચાર પાંચ કલાક બા પાસે ગાળતો . શરૂઆત માં સૌ કોઇ સ્મિત ને બા નો દીકરો જણતા હતા . અરવિંદ ભાઇ ના કહેવ ાથી જણ્યું કે આ તો બા ના જમાઈ છે ત્યારે સૌ કોઇ ને જમાઈ માટે માન ઊપજી આવ્યું . !!!!!!!!!!!!! સ્મિતે આશ્રમ માં રહેતા બા દાદા ને કહ્યું ,મેં તો જન્મથી જ સમજણો થયો ત્યારથી મારી જનેતા નું મુખ જોયું નહતુ. મારા શૈલી સાથે લગ્ન થયા ં ત્યારે”મા કેવી હોય તેનો અહેસાસ થયો. આ મા ની મમતા ની છાયા મને મલી છે . એ તર્પણ કે રુણ હું ચૂકવી શકીશ કે કેમ તેની મને ખબર નથી પણ યથા શક્તિ પ્રયત્ન કરું છું .
અને અેક દિવસ કમુબા ની અંતિમ વિદાયની ઘડી પણ આવી ગઈ . બા કાયમ માટે ચિરનિંદરા માં પોઢી ગયા. અરવિંદ ભાઇ એ તેમની ફરજ મુજબ કમુબા ના બાળકો ને તેમના નિધન ના સમાચાર આપ્યા . છોકરાઓએ સામેથી જ કહીદીધું” બાની અંતિમ ક્રિયા તમે જ પતાવી દેશો , પૈસા મોકલી આપીશું બીલ મોકલી આપશો . અમે અમારા કામ છોડી ને આવી શકીએ તેમ નથી . અરવિંદ ભાઈ ની આંખો ઊભરાઈ ગઈ ,ને સ્વગત બોલી ઊઠ્યા “”””””રે કિસ્મત , જે મા એ જન્મ આપ્યો તેને તેમનો પરિવાર સાચવી પણ ના શક્યા !!!!!!!??????કહેવાય છે એક બાપ દશ બાળકો ને ઉછેરી મોટા કરે પણ પાંચ બાળકો એક મા બાપ ને સાચવી શકતા નથી ??????!
સ્મિત ઘરેથી કહી ને નીકળ્યો , ” મારે સુરત માં મારા અસીલ ની મુદત હોય પંદર દિવસ માટે હું કામ ના કારણે જાવું છું . સ્મિત આ સમયે આશ્રમ ના સૌ અંતેવાસીઓ સાથે રહી બા ન ા અગ્નિસંસ્કાર કર્યા . બા ની ઉતર ક્રિયા ની સંપૂર્ણ વિધિ કરી. બાને સદ્દગતિ મળે તે આશય થી એક વિઘિપુત્ર તરીકે જે કાંઈ બની શકે તે કર્યું. દશમા ના દિવસે સુતક મુકી વાળ ઉતરાવ્યા . ધન્ય છે આવા વિરલ વિધિ પુત્ર ને જમાઈ ને !!!!! “”!!કોણ કહેશે કે જમાઈ ને જમ સરખા “””!!! સ્મિતે ઘરે જઈ વાળ ઊતર્યા નું કારણ માથા માં ગરમી થવા ને કારણે ડોકટર ના કહેવા થી દવા માટે નું બહાનું બતાવ્યું . શૈલી એ તે વખતે માની લીધું .
થોડા દિવસ પછી અચાનક અરવિંદભાઈ શૈલી ના ઘરે આવી ગયા.આનંદ આશ્રમ ના ગૃહપતિ હોવા ની ઓળખાણ આપી . ત્યાં જ અરવિંદભાઇ ની આંખ માંથી વિષાદ સાથે હરખના આંશું ટપકી પંડયા ને શૈલી ને પગે પડી ગયા . બેન, ધન્ય છે તું ને તારા પતિ સ્મિત ભાઈ. જે કાર્ય દીકરાઓ એ કરવા ના હોય તે સમગ્ર જવાબદારી સ્મિતભાઈએ ઉપાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે . ને અરવિંદભાઈએ સમગ્ર વિધિ ની હકીકત શૈલી ને કરી . સ્મિતે તો અમને વચન આપ્યું હતું આ વિરહ ની પળો ને તમારી સમક્ષ રજુ કરવા માં ન આવે . પણ આ મુઠ્ઠી ઊંચેરા માનવી ની માનવતા ની મહેક ને હું મારા રહદય માં છુપાવી શક્યો નહી . અરવિંદભાઈ તો ગયા , શૈલી ના અવાચક નિરુત્તર ને નિ:શબ્દ . રહદય માં અત્યાર સુધી ધરબી રાખેલો રંજ, આક્રોશ પથ્થર દિલ બની ગયેલી લાગણી નો ધોધ તૂટી પડ્યો . શૈલી ના રહદય ની ભાવના ને હલકી ને સહજ કરવા મનોહરદાદા ને સ્મિતે તેને રડવા દીધી . મન રહદય થી શૈલી હલકીફુલ થઈ ગઈ હતી. મનોહરદાદા અને સ્મિતના મુખ પર આત્મસંતોષ દેખાઈ રહ્યો હતો.

Panna Raju Shah ( Aastha)
Cell no – +91 7567837428
Rec no 079 2663775

3 thoughts on “તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(11) પન્નાબેન શાહ

  1. જો આ વાર્તા સત્ય હકીકત ઉપરથી લખવામાં આવી હોય તો જમાઈ બાબુને સલામ !
    શકય હોય તો તેમના ફોન નંબર આપવા વિનંતી.

    Like

  2. બેઠક ના સૌ સ્વજન ને શુભાશિષ . વાર્તા ના પ્રતિભાવ માટે આભાર . આ સત્ય ઘટના ને આઘારિત વાર્તા છે. સાંપ્રત સમાજ નું આ એક દૂષણ છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં . કેટલી ગુપ્ત ગોપનીયતા સચવાઈ રહે તથા કોઈ પણ વ્યક્તિ ની લાગણી ને દુભાવવા માંગતી નહોવા થી contect no આપી શંકુ તેમ નથી . માટે મને દરગુજર કરશો ! માર્ગદર્શન ની અપેક્ષા સહ અહીં વિરમીશ . જયશ્રી કૃષ્ણ . સર્વે વાર્તા લેખકો ને મારા all good wishes .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s