કરો કંકુના
અમિત ખુબ હોંશિયાર છોકરો છે,કોલેજ માં તે બધા ના આકર્ષણ નું કેન્દ્ર છે કારણ રૂપવાન અને કસાયેલું ઘાટીલું શરીર કેટલીય છોકરીઓ સામેથી તેની સાથે મિત્રતા કરવા આગળ આવતી .અમિત ની મિત્રતા ને લઇ ને છોકરીઓ માં હરીફાઈ અને ઈર્ષ્યા , બંને રહેતા. અમિત એટલે, આનંદભાઈ અને દિવ્યા બેન નો એક નો એક દીકરો. આનંદભાઈ ભારત થી અહી ભણવા માટે આવેલા અને ભણી રહ્યા પછી એક મોટી કંપની માં સારા પગારે નોકરી કરતા .આનંદ અને દિવ્યાબેન બંને ને એક ઈચ્છા રહેતી કે અમિત માટે પણ ભારત ની જ કન્યા લાવવી છે જેથી આપણા દેશ અને આપણા કુળ ના સંસ્કાર જળવાઈ રહે .
અમિત હવે એમ .એસ થઇ ગયો છે અને એક મલ્ટી નેશનલ કંપની માં નોકરી એ જોડાયો છે .આનંદ ના માતા પિતા (અમુલભાઈ અને વિશાખાબેન ) પણ અમેરિકા ફરવા આવ્યા છે .
એક સાંજે બધા જ ડ્રોઈંગ રૂમ માં બેઠા છે અને અમિત ના લગ્ન ની ચર્ચા કરી રહ્યા છે .આનંદે કહ્યું કે હવે અમિત માટે ભારત ની સારી છોકરી શોધવી પડશે .અમિત ની માતા દિવ્યાબેન અત્યંત રાજી થઇ ગયા .સાસુ બનવા ના સ્વપ્ન અને કુલવધુ લાવવાના અરમાનો થી તેઓ ખુબ હરખાઈ ગયા .
અમિતે કહ્યું કે પપ્પા મારે તમને એક વાત કહેવી છે .કોલેજ માં હું અને પારુલ એકબીજાની ખૂબ નજીક આવી ગયા છીએ . ત્રણ વર્ષ ના લાંબા સંબધો પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. મારે તમને આ વાત કહેવી જ હતી પણ કહી નહોતો શક્યો .આપ સહુ ના આશીર્વાદ મળશે તો અમે રાજી થઈશું . પણ મારા માટે હવે કોઈ છોકરી નો શોધ ના કરશો.
આનંદે કહ્યું કે આ તો ખુબ સારું થયું . અમારે છોકરી શોધવી નહિ અને બેટા તારી ખુશી માં જ અમારી ખુશી છે. દિવ્યાબેન પણ આ વાત સાથે સંમત થયા .દાદા દાદી પણ રાજી થઇ ગયા . આનંદ ભાઈ એ કહ્યું કે આ રવિવારે જ એમના પરિવાર ને આપણે ત્યાં બોલાવી લે. સાથે જમીશું અને વાતો કરીશું .તારા લગ્ન નું પણ પાકું કરી દઈશું .
રવિવારે નિયત સમયે પારુલ અને તેનો પરિવાર આવી પહોંચ્યા . પારુલ ના માતા પિતા (રસેશભાઈ – રક્ષાબેન ) તથા પારુલ ના નાના નાની (કાર્તિકભાઈ -હંસાબેન ) પણ આવ્યા છે . ઉમળકાભેર સહુ નું સ્વાગત કર્યું છે, પણ હંસાબેન ને જોઈ ને જ અમિત ના દાદા બોલી ઉઠ્યા “ હંસા તું ?” કેમ છે ? કેટલા વર્ષો પછી મળ્યા ? વિશાખાબેન પણ હંસાબેન ને જોઈ રાજી થઇ ગયા .
અમિત , આનંદભાઈ અને દિવ્યાબેન તો આશ્ચર્ય માં પડી ગયા . અમિતે પૂછ્યું દાદા તમે એમને ઓળખો છો ? અને અમુલભાઈ એ કહ્યું કે હંસા તો મારી માસી ની દીકરી બહેન થાય .આ લોકો તો આપણા સગા થાય.પારુલ તો મારી બહેન ની દીકરી ની દીકરી થઇ .
ઘર ના વાતાવરણ માં એકદમ સન્નાટો . અમિત નો પ્રેમ , અમિત ની લાગણી અને અમિત ના પરણવાના કોડ ભાંગી ને ભુક્કો થઇ ગયા .સામે પક્ષે પારુલ પણ નિરાશ થઇ ગઈ . પરમાત્મા એ આ તો કેવી રમત કરી .
કોઈ કશું બોલ્યું નથી . લગ્ન ની વાતો થઇ નહીં . સામાન્ય વાતો , ભારત ની યાદો અને રાજકારણ ની ખોટી ચર્ચા ઓ કરી અને જમી ને બધા છુટા પડ્યા .અમિત અને પારુલ એક બીજા સામે જોઈ રહ્યા અને જમી શક્યા નથી.
અમિત અત્યંત ઉદાસ છે . થાકી ને બીજા દિવસે એણે પૂછ્યું – પપ્પા આ લગ્ન થશે કે નહિ ? આનંદે કહ્યું કે તારા દાદા જે નિર્ણય કરે તે સાચો .હું આમાં કશું કરી શકું નહિ .આ તો આપણું કુટુંબ જ કહેવાય . મુસ્લિમ માં એક કુટુંબ માં લગ્ન કરે છે . હિંદુ માં નહિ .
આ બાજુ પારુલ પણ હતપ્રભ બની ગઈ છે . પોતાનો પ્રેમ અને સુખી લગ્ન જીવન ના સપના સળગી ગયા છે. તેણીએ નક્કી કરી લીધું કે હવે પરણવું જ નથી. ફરી ફરી ને પ્રેમ થાય નહીં .તેણી એ મમ્મી ને પૂછ્યું કે હવે શું થશે ?
બે ત્રણ દિવસ પછી દાદા એ સામે થી આનંદ ને પૂછ્યું કે અમિત ના લગ્ન નો શું જવાબ આપ્યો ? આનંદે કહ્યું કે તમારા બેન ની દીકરી ની દીકરી છે અને કુટુંબ થતું હોય તો કેવી રીતે થાય ?
અમુલભાઈ એ કહ્યું કે કુટુંબ થઇ શકે પણ પોત્ર ની ખુશી મોટી છે . અને માસી ની દીકરી ની દીકરી , એટલે સંબંધ દુર નો થયો . મને વાંધો નથી .
અમિત ની ખુશી માં જ અમારી ખુશી છે
અમિત ને આ વાત ની ખબર પડતાં જ રાજી નો રેડ થઇ ગયો અને દાદા ને બાઝી પડ્યો .
પારુલ ને ફોન કરી ને કહ્યું કે “Our love won the Heart of my Grandpa “
My dadu is great “
બંને પરિવાર ફરી મળ્યા .બધા એ દાદા નો નિર્ણય સ્વીકારી લીધો અને બોલી ઉઠ્યા
“ કરો કંકુના “
હેમંત ઉપાધ્યાય
૪૦૮-૯૪૫-૭૮૬૬