તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(5)પ્રવિણા કડકિયા

લાવણ્યની ગેરહાજરી…

લાવણ્ય એકીટશે માને નિરખી રહી.

પોતે તો લગ્ન કરીને પતિ સાથે અમેરિકા જતી રહી. લગ્ન થયા ને એક વર્ષમાં મયંક અકસ્માતમાં ગુજરી ગયા હતા.  ગમે તેટલો મા અને દીકરી વચ્ચે પ્રેમ હોય. તે પ્રેમ કાંઈ સાથે રહેવાથી જ ટકે છે એવું નથી . દૂર રહીને પણ માનું ધ્યાન રાખતી. તેથી તો પરદેશમાં હોવા છતાં લલિતના માતા મીના  અને પિતા મયંકને હમેશા સાથે રહેવાનો આગ્રહ કરતી. તે જાણતી હતી મને જેમ મારા માતા અને પિતા વહાલા છે. તેવા લલિતને તેના માતા અને પિતા વહાલા હોય જ. જેને કારણે તે્નો લક્ષ સુંદર સંસ્કાર પામી રહ્યો હતો.

ડૉક્ટર લાવણ્ય અને લૉયર લલિત જુગતે જોડી હતી. કોઈ વાતની કમી નહી. ભલે દૂર રહેતી પણ દરરોજ દસ મિનિટ મા સાથે ફેસ ટાઈમ કરવાનું નક્કી. જો એ ભૂલી જાય તો લલિતના મમ્મી મીનાબહેન ફેસ ટાઈમ કરી લાવણ્યને આઈ પેડ આપી જાય. એટલે ન છૂટકે લાવણ્યને વાત કરવી પડે. પિતાની હયાતી સુધી આ ક્રમ નિયમિત ન હતો. હવે તે જીંદગીનો હિસ્સો બની ગયો હતો.

લાવણ્ય વગર ઘર સુનું થઈ ગયું હતું. એમાંય જ્યારે લાવણ્યના પપ્પા ટુંકી માંદગીમાં વિદાય થયા ત્યારે રીના ભાંગી પડી. હિમતવાળી ખૂબ હતી. લાવણ્ય સાથે વાત કરે ત્યારે ખબરદાર રહે. તેના દેખતાં રડવાનું નહી.લાવણ્યના પિતા રિતેશ ટુંકી માંદગી ભોગવી લાવણ્યની ગેરહાજરીમાં આ દુનિયા છોડી ગયા.  તેમના ગયા પછી રીના અમેરિકા આવી રહી  હતી. રીનાનો દીદાર જોઈ લાવણ્ય છૂટે મોઢે રડી પડી. સારું થયું રીના સામાન લેવામાં ગુંથાઈ હતી. લલિતે તેને સાચવી લીધી. પ્યારથી કહ્યું, ‘  તારી મમ્મીની સામે આવું મોઢું કરીશ નહી, અંહી તેનું દર્દ ઓછું કરવાનું છે, વધારવાનું નથી”.  લાવણ્ય સમજી ગઈ.  સામાન પોર્ટર પાસે ગાડીમાં ચડાવી બધા ગાડીમાં ગોઠવાયા. લલિતની સંમતિ લઈ મમ્મીની બાજુમાં પાછળ બેઠી. જાણી જોઈને શુક્રવારે સાંજે આવે એવા પ્લેનમાં મમ્મીનું આવવાનું નિર્ધાર કર્યું હતું. જેથી શની અને રવીવારે સાથે શાંતિથી રહી શકાય. વાતો થાય.

લાવણ્યના બીજા કોઈ ભાઈ કે બહેન હતાં નહી. તે ઈચ્છતી કે મમ્મી અંહી કાયમ માટે રહી જાય. મીનાબહેન અને મયંકભાઈનો આગ્રહ એવો જ હતો. આમ તો લાવણ્ય અને લલિતનું ઘર મેન્શન હતું. ઘર ભલેને મોટું હોય જો દિલ ઉદાર ન હોય તો નકામું. રીનાને લઈને ઘરે આવ્યા. શરૂ શરૂમાં તો બધું બરાબર ચાલ્યું. રીનાને પરવશતા ગમતી નહી. સ્વતંત્રતા સંપૂર્ણ છીનવાઈ ગઈ હતી. રીના પોતે ગણિતમાં માસ્ટર્સ હતી. તેની એક સહેલીની મારફત એકાદ સ્ટુડન્ટ મળી ગયો. તેની સમજાવવાનિ રીત નિરાલી હતી. આવનાર વિદ્યાર્થિને ખૂબ સુંદર  રીતે સમજાતું.  લલિતના મમ્મી મીનાબેન પણ  સાથ આપતાં.

એક રાત ડીનર ટેબલ પર  રીનાએ સુજાવ મૂક્યો.

‘હું ગાડી શીખું’.

લાવણ્યા રાહ જોઈ રહી હતી ક્યારે મમ્મી આ વાત છેડે. તેને ભરોસો હતો મમ્મી પોતાની રીતે આ દેશમાં ગોઠવાશે. સિઅર્સમાં ડ્રાઈવિંગ લેસન લેવા જવાનું નક્કી થયું. એક ફાયદો એ હતો કે ઘરે આવીને લઈ જાય અને ઘરે પાછાં મૂકી જાય. કોઈને તકલિફ પડે નહી.મીના અને મયંકતો અંહી વર્ષોથી હતાં. લલિત , માત્ર આ દેશમાં જન્મ્યો ન હતો. બાકી બાળપણ્થી અંહીના વાતાવરણમાં ઉછર્યો હતો. લાવણ્ય  નામથી જ નહી બધી રીતે સુંદર હતી. ડૉક્ટર હતી પણ તેના પગ જમીન પર ટકતાં.

રીતેશના ગયા પછી રીનાને મુંબઈ કાયમ માટે છોડવું ન હતું. એક વર્ષ શાંતિથી અમેરિકા રહી તેને વિચાર કરવાનો મોકો મળ્યો. રીતેશને સરકારી નોકરી હતી. ખૂબ ઉંચા હોદ્દા પર હતો જેને કારણે સારા એવા પૈસા મળ્યા. રીતેશની ઈમાનદારી મુંબઈમાં જાણીતી હતી. એક પૈસો લાંચનો કદી ખાધો ન હતો.લાવણ્ય ખુબ ખુદ્દારી અને સત્યની આગ્રહી હતી. જે રીતે રીના પોતાની જાતને સંભાળી રહી હતી તે જોઈ લાવણ્ય ખુશ થઈ. તેને ખબર હતી,જેને કારણે રીનાને ઘણી રાહત રહેતી.

 ‘રીના ભણેલી હતી તેથી મનોમન નક્કી કર્યું, ચાલ જીવ કામ પર ચડી જા”. સમય પણ જશે અને જે આવક થશે તે બાળકોને ભણાવવામાં   વાપરીશ. આજે મારી દીકરી ભણી છે તો સુખી છે. પ્રવૃતિમય જીવન હશે તો બાકીની જીંદગી જીવવામાં તકલિફ નહી પડે. રીતેશની નામના હતી જેને કારણે તેને નોકરી મળતાં વાર ન લાગી. નાનું કુટુંબ હોવાને કારણે જીવનમાં બહુ ઝંઝાળ ભેગી કરી ન હતી. ઘણા વર્ષોથી હ્યુજીસ રોડ ઉપર ઘર હતું. જે બધી રીતે અનુકૂળ હતું. બહુ દૂર જવાની જરૂર ન પડી. તેની કામવાળી સોના વર્ષોથી હતી. તેની મારફત આજુબાજુની છોકરીઓને એકઠી કરી. સહુને મદદ કરવાનું શરૂ કર્યું.

એક શરત, ‘નોકરી નહી કરવાની, ભણવામાં ધ્યાન આપી સારા માર્ક્સ લાવવાના’. રીનાએ સહુની સિકલ બદલી નાખી.  છોકરીનો બાપ જો દારૂ પીતો હોય તો મદદ નહી કરવાની ધમકી આપતી. દર વર્ષે એકવાર લાવણ્ય અને લલિતની પાસે જઈ આવતી. જ્યારે લાવણ્યએ મા બનવાના સમાચાર આપ્યા ત્યારે ખૂબ ખુશ થઈ. લાવણ્યના સાસુ મીનાબેને આગ્રહ કર્યો ,’આપણે બન્ને સાથે સુવાવડમા” રહીશું જેથી બાળક અને લાવણ્ય બન્ને સચવાઈ જાય. તેમના આગ્રહને વશ થઈ સુંદર કામ પુરું પાડ્યું.

મુંબઈમાં તેની પ્રવૃત્તિને આંચ ન આવવી જોઈએ. દીકરો રમાડવા દર વર્ષે ૧૫ દિવસ અમેરિકા જઈ આવતી. લાવણ્ય પણ મમ્મીને  જે ગમે તે તેની મરજી પ્રમાણે કરવા દેતી. જ્યારે પહેલીવાર તેના દીકરાને લઈ શ્રીનાથજી જવા મુંબઈ આવી ત્યારે મમ્મીની કાર્યદક્ષતા જોઈ ખુશ થઈ, લલિત અને તેના મમ્મી ,પપ્પા પણ ખૂબ રાજી થયા. બધા સાથે જાત્રા કરીને આવ્યા. લક્ષને નાનીમા સાથે મઝા પડતી. દાદા તથા દાદીનો તે ખૂબ લાડકો હતો. દાદી વાર્તા કહેતી, દાદા તેને ઘોડો ઘોડો કરતાં.  સમાજનું કામ કરતી હોવાથી રીનાનો પડ્યો બોલ ઝિલાતો. ગાડી તેમજ ડ્રાઈવર સૂરજ હમેશા તેની ખિદમતમાં હાજર હોય. સૂરજ હોંશિયાર અને ભણેલો હોવાથી તેના ઘણા બધા કામ કરતો. સૂરજની  બન્ને છોકરીઓનું ભણવાનું રીનાની નિગરાની હેઠળ ચાલતું. રસોઈવાળા મણીમા  તો રીતેશના મમ્મીના સમયથી હતા જાણે ઘરની સભ્ય ગણી લો.   લાવણ્યને પણ તેના સિવાય કોઈના હાથનું ખાવાનું ભાવતું નહી.

આજે અચાનક રીના નોકરી પરથી આવી અને ઘરે આવીને પલંગમાં જઈને સૂઈ ગઈ. સહુને નવાઈ લાગી પણ પૂછવાની હિમત  ન હતી. મણીમા ચા બનાવીને લાવ્યા, રીનાએ પીધી, નાસ્તાને હાથ પણ ન અડાડ્યો. સૂરજ ડ્રાઈવરે ડૉક્ટરને ફોન કર્યો. રીતેશનો મિત્ર હતો. તપાસ દરમ્યાન શંકા ગઈ.  ‘જસલોક’માં લઈ જવાની સલાહ આપી. બધું એટલું ઝડપથી થઈ રહ્યું હતું કે લાવણ્યને ફોન કરવાનું યાદ પણ ન આવ્યું. હૉસ્પિટલના ફોર્મ ઉપર ડૉ ઉનડકટે સહી કરી. તે રીતેશના મિત્ર ઉપરાંત   દૂરના સગા પણ હતાં.

રીના આરામથી જસલોકમાં હતી ત્યાં,

‘સૂરજ અમેરિકા ફોન લગાવ. હું જાતે વાત કરું જેથી લાવણ્ય અને લલિત ચિંતા ન કરે’.

‘હા, બેટા જરા તબિયત સારી ન હતી તેથી ડોક્ટર કાકા જસલોકમાં ચેક અપ માટે લાવ્યા છે’ રીના ફોન ઉપર અતિ મૃદુ અવાજથી બોલી રહી.

‘મમ્મી’, લાવણ્યએ ચીસ પાડી’. જે રીનાના કાનના પડદા ચીરી આરપાર નિકળી ગઈ.

રીના બહારથી બહાદૂર દેખાતી હતી. કામકાજ પણ કુશળતા પૂર્વક કરતી. અંદરથી ખોખલી થતી જતી હતી . આ બિમારી તેનું પરિણામ હતું. રીતેશ સાથે ગુજારેલા વર્ષોની યાદ એકલતામાં તેને સતાવતા,. તે બોલતી નહી પણ કેટલીય રાતો આંખનું મટકું માર્યા વગત પસાર થતી. ્દીકરીને આ બધું કહી દુખી કરવાનો તેનો ઈરાદો ન હતો. પરણીને અમેરિકા મોકલી હતી ત્યારે રીના અને રીતેશ કેટલાં ખુશ હતા ! હવે તેના સુખને આંચ ન આવવી જોઈએ.  જેને કારણે ત્યાં જઈ તેને આનંદ આપી પાછી ફરતી. રીતેશનું કસમયનું મૃત્યુ રીનાને હચમચાવી ગયું હતું.

લાવણયનો લલિત અને બાળક સાથેનો સંસાર હર્યોભર્યો બન્યો હતો. મીના અને મયંકભાઈ પુત્રના  પરિવારને અનહદ પ્યાર આપતાં. ‘બસ આનાથી વધારે મને કાંઈ ન ખપે’.

ઉનડકટ ડોક્ટર રીનાની આ બાજુ થોડી ઘણી જાણતા હતાં. રીતેશ વગરની રીના નાસીપાસ થઈ છે તેની ચાડી તેનું વર્તન ખાતું. રીતેશ સાથે દોસ્તીને પરિણામે રીનાથી સારા એવા પરિચિત હતા. ચબરાક રીના એ પોતાનું વસિયત અને બધા પૈસાની ગોઠવણ રીતેશના ગયા પછી તરત કરી નાખી હતી. ડો. ઉનડકટે તેમાં પૂરતી સહાય આપી. એકેની એક દીકરી અમેરિકા જઈને વસેલી. કાયદાની આંટીઘુંટી સમજી વકિલ પાસે પાકું કામ કરાવ્યું હતું.

‘મમ્મી, મેં બે અઠવાડિયાની રજા લીધી છે. અમે ત્રણેય તને મળવા આવીએ છીએ’.

રીના ખૂબ ખુશ થઈ. નક્કી કર્યું બધા સાથે મહાબળેશ્વર જઈશું. લક્ષને ઘોડેસવારી અને બોટિંગ કરવાની મઝા આવશે’. લાવણ્યને મહાબળેશ્વર ખૂબ ગમતું. ‘રિગલ હોટલ’માં તેમનો બે બેડરૂમ વાળો  બંગલો કાયમનો નક્કી જ હોય,. અમેરિકાથી બધા આવી પહોંચ્યા.

મણીમા અને સોનાને સુઝ્યું  તેમણે પણ સાથે જવાની મરજી બતાવી. રીના ના ન કહી શકી.  બે ગાડી ભરીને કાફલો રવાના થયો.

 ગાડીમાંથી ઉતર્યા, સામાન ઉતારવાનું અને ગોઠવવાનું બધું કામ સૂરજ સંભાળતો.રીનાની ખિદમતમાં મણીમા તથા સોના હાજર હતાં.  લાવણ્ય, લક્ષ માટે દૂધની જોગવાઈ કરવા ગઈ. રીના થાકેલી હોવાને કારણે આડી પડી. લલિત, લાવણ્ય અને લક્ષ રૂમમાં દાખલ થયા,

રીના એકીટશે તેમને તાકી રહી——-

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રવિણા અવિનાશ કડકિયા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s