તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(2) વિજય શાહ

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ

પરભુકાકા અને ધીરીબાનાં ચાર સંતાન..સુશીલા, પંકજ, ઉર્મી અને વંદના. ચારે ચાર ધીરીબા ઉપર જ પડેલા..આખુ જીવરાજ પાર્ક તેમના સંવેદન શીલ સ્વભાવને લીધે થતા વિલંબો અને વિખવાદો થી વાકેફ..પણ પરભુકાકા ઉડતા ચકલા પાડે તેથી ભલેને દેખાવ ધીરી બા જેવો હોય પણ કૂનેહ વંદના અને પંકજમાં પુરે પુરી.પરભુકાકાની તેથી અગમ બુધ્ધી .સુશીલા અને ઉર્મિલા ઢીલા ભોળા અને પછમ બુધ્ધી…

અમેરિકાથી શશીકાંત આવવાનો છે તે વાતની જાણ થતાજ પરભુકાકાએ વાતોની જાળ પાથરવા માંડી અને શશીકાંતની મા તેમાં પહેલો શિકાર…નમણી અને ભોળી ભટાક જેવી સુશીલા પહેલી નજરે ગમી જતા રુપિયો અને નાળીયેર અપાઇ ગયુ..પરભુકાકા ભરી પૂરીને દાયજો આપી પહેલી દીકરીને અમેરિકા રવાના કરી ત્યારે અંદરથી રાજી હતા છતા ભયભીત તો હતા જ કે આ ભોળી છે દસ હજાર માઇલ દુર એનું કોણ અને કેવી રીતે જીવશે… પણ પંકજ ઉર્મિ અને વંદના માટે ભાવી નો રસ્તો ખુલ્લો થઈ જશે જાણીને આનંદીત હતા.

અમેરિકા પહોંચી ત્યારે સુશીલાનાં ભણતરની કસોટી જાણે શરુ થઇ..અંગ્રેજી બોલે તો સામેનાને ના સમજાય અને સામે વાળો બોલે ત્યારે તેને ના સમજાય..શીડ્યુઅલ અને સ્કેજ્યુઅલ માં ગરબડ થાય અને મેક્સીકન સાથે જો વાત કરવાની થાય તો૯૦% સંજ્ઞાઓમાં જ વાત થાય. કન્વીનીયંટ સ્ટોર ઉપર બીજા જ દિવસથી બેસવાનું નક્કી હતું તેથી અમેરિકન માળામાં લાંબા હનીમુનની કલ્પના નકામી હતી તે જાણતી હતી અને સમજતી પણ હતી કે તે પાયાનો પથ્થર બનવાની હતી મંદીરનું કળશ બનવાનું તેનું ભાગ્ય નહોંતુ પણ શશીકાંત નો સ્ટોર પરનો સાથ તેને ગમતો… શશીકાંત મોટેભાગે સ્ટોર ભરવાનું અને સ્ટોકીંગનું ભારે કામ બુધવારે કરતો. તે દિવસે મેક્ષીકન માઇક અને તેની રુપાળી ગર્લ ફ્રેંડ લોલા આવતી. અને શશીકાંત પાણ તે દિવસે ખીલતો..

માઇકે તે દિવસે સુશીલાને કહ્યું..”હવે તમે આવી ગયા છો તો આશા રાખું કે શશી સીધો ચાલે તો સારુ.”

“એટલે પહેલા સીધા નહોંતા ચાલતા?”

“ ચાલે તો સીધા છે પણ લોલાને જે રીતે હલકી લાલચુ નજરે જુએ છે તે મને બીલકુલ નથી ગમતું. લોલા મારી ગર્લ ફ્રેંડ છે. અઠવાડીયે એક દિવસ છે તેથી આંખ આડા કાન કરુ છુ પણ આ નોકરી મારી કે લોલાની મજબુરી નથી.”

પછમબુધ્ધી એટલે આ સુચક નિશાની તે ચુકી ગઈ અને એ દિવસ આવી ગયો જ્યારે લોલા એ શશીકાંતને સુશીલાની સામે જ લાફો માર્યો. તે વખતે તો જાણે ધરતીકંપ થયો હોય તેવો તેને આંચકો લાગ્યો..અને લાગે જ ને કારણ કે ભારતમાં  એણે કદી કોઇ સ્ત્રીએ તેના બૉસને લાફો માર્યો હોય તેવું જોયું પણ નહોંતુ કે સાંભળ્યુ પણ નહોતું. કદાચ અમેરિકન જગતનો બહું અગત્યનો નિયમ તે શીખી રહી હતી અને તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો, સ્ત્રી પુરુષ સમાનાધિકારનો.

લોલા ગુસ્સામાં ઘણું બોલતી હતી પણ તેની સ્પેનીશ મિશ્રીત અંગ્રેજીમાં તેને બે શબ્દો જ સમજાયા.. “પરવર્ટ” અને “માય વીલીંગનેસ”.. શશીકાંતનો હાથ ગાલ ઉપર ના ચચરાટને સમાવવા મથતો હતો અને તે સમયે લોલા સીગરેટનાં ખોખા ઉતારીને ટ્રક લઈને જતી રહી.

તે ધીમે રહી શશીકાંત પાસે જઇને બોલી..”કેમ તમે શું કર્યુ હતું કે તે તમને લાફો મારીને બબડતી ગઈ.”

“હવે તું તારું કામ કરને..ગલ્લો સંભાળ.માલ ઓછો લાવી હતી તે તેને કહ્યું તો કહે તું અમને ચોર માને છે?”

“ શશી! તેં એને છેડી હતી.”

“શું?”

“ હા. ભારતમાં સ્ત્રી ત્યારે જ આવું ઉગ્ર વલણ બતાવે જ્યારે તેની મરજી વિરુધ્ધ કોઇ પુરુષ અજુગતુ કરે..સમજ્યા? મને ભલે સ્પેનીશ નથી આવડતુ પણ તેમાં બોલાયેલા અંગ્રેજી શબ્દો મને ઘટના સમજાવી જાય છે.” તેણે ઠંડા અને મક્કમ અવાજે કહ્યું.

કંઇક અકળાઇને શશીકાંત બોલ્યો “ જો સુશીલા..તુ હજી શીખે છે.. આ નઠારા લોકો ને આપણે નબળા છે તેવું ના બતાવાય તેથી મેં તેને ચોર કહી હતી અને તે હતી તેથી તે ભડકી”

“ પણ તેમાં લાફો મારે?” ખુલાસો કરે..માઇકની વાતો સુશીલાનાં મનમાં ભમતી હતી.. પછી એકદમ તેના મનમાં વિચાર્યુ કે મારે શકનો લાભ આપવો રહ્યો..શક્ય છે શશીકાંત સાચુ પણ બોલતો હોય.

બરોબર ૩૦ મીનીટે માઇક આવીને બાકીની બે પેટી માલ આપી ગયો.. અને ઘોઘરા આવાજે બોલ્યો.. “શશીકાંત એપોલોજાઇઝ લોલા”

સુશીલા એ તેઓની વાતમાં વચ્ચે પડીને કહ્યું “વ્હાય? શી ઇઝ અ થીફ . શી ડીડ નોટ બ્રિન્ગ ધીઝ ટુ બોક્ક્ષીઝ  સો શશી ટોલ્ડ હર થીફ.”

માઇક બોલ્યો “ ના તેણે લોલા પાસે અજુગતી માંગણી કરી હતી.”

સુશીલા કહે “ ધેટ ઇસ નોટ પોસીબલ.. આઇ વૉઝ હીઅર”

“ બટ યુ ડુ નોટ નો સ્પેનીસ.”

“શશીકાંત વોઝ ઓન્લી ટૉકિંગ”.

માઇક નો ગુસ્સો સાતમા આસમાને જતો હતો ત્યારે શશીકાંતે આવીને કહ્યું

” માઇક નેવર બ્રીંગ લોલા ઇન માય ઓફીસ..શી ઇસ થીફ એંડ આઇ કૉટ હેર સ્ટીલીંગ અને તેથી જ તે ખોટી વાત કરે છે.પછી તરત જ સ્પેનીશમાં બોલ્યો જા ભાઇ મારી ભુલ થયેલી માફ કર પણ અહીં થી જા અને હવે તું પણ અહીં ના આવતો.”

સુશીલાને શશીકાંત સ્પેનીશમાં શું બોલ્યો તે ના સમજાયુ પણ તે દિવસે વાત શાંત પડી ગઈ.

લંચ નાં સમયે બંનેએ સેંડવીચ ખાધી અને સુશીલાએ ફરી વાત કાઢી.. “બહું રુપાળી છે ને લોલા?”

“તારા જેટલી નહીં.”

“નવોઢાને પોતાના આવા વખાણ થાય તે ગમે જ..”

“….”થોડા મૌન પછી પાછી તે બોલી

“ હા પણ હવે તમને પુરતું શરીર સુખ મળે છે ત્યારે નો લોલા એન્ડ લીલા”

“સુશીલા તને મેં કહ્યુ ને તારી બુધ્ધી દરેક ઠેકાણે ના ચલાવ. અને સ્ટોરમાં તો ખાસ જ નહીં.”

કેમેરા ચાલુ કરીને સુશીલાએ નહીં નહિં ને પાંચ વખત જોયું તો શશીકાંત બે ત્રણ વખત સ્પેનીશમાં કંઇ બોલ્યો હતો અને લોલા ખુબ જ ભડકી ગઈ હતી.

બીજે દિવસે સ્ટોરમાં કામ કરતી મેક્ષીકન માર્થાને પુછ્યુ મને સ્પેનીશ શીખવાડીશ?”

શશીકાંત માલ લેવા ગયો હતો ત્યારે વીડીયો મુકીને માર્થાને પુછ્યુ.. આ શું વાત ચાલે છે?

માર્થા લજવાતા બોલી “શશી ઇઝ આસ્કીંગ લોલા ટુ પ્લીઝ હીમ.”

સુશીલાતો સડક જ થઈ ગઈ…તેને હવે સમજાઇ રહ્યુ હતુ.. લોલા તેને લંપટ કહેતી હતી..અને તેની ઇચ્છા વિરુધ્ધ વર્તવાની વાતે લાફો રશીદ થયો હતો માર્થા જતા જતા બોલી “શશી હાર્ડ વર્કીંગ માણસ છે તેને સંભાળી લેજે..કેટલાક પુરુષો ભમરા જેવા હોય છે.. પણ તેમણે સમજવુ રહ્યું કે જે સ્ત્રી ના કહે તેને અડ્વું નહીં અને હા કહે તેને છોડવી નહીં.”

સુશીલા તો માની જ શકતી નહોંતી કે શશીકાંત આવો હશે.. સાથે સાથે સમજાતો ગયો અમેરિકન મુક્ત સંસ્કૃતિનો અર્થ પણ. જ્યાં ત્યાં માથુ મારતા ભમરાને પતિ માનીને કેવી રીતે સોંપાય આખી જિંદગી નો ભરોંસો? શરીર સુખ એ જેમ એક મીઠાની એક ચપટી ભોજન માં જોઇએ તેટલી જરુરિયાત છે પણ કંઇ મીઠાનું ભોજન ના હોય.

તેને પિતાનાં શબ્દો અને સપના યાદ આવ્યા. પગનું જોડુ . કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઇ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. ત્યાં તને મોકલવાનો હેતૂ ભાઇ ભાંડુરા માટે રસ્તો ખોલવાનો પ્રયત્ન છે. અને ગજા ઉપર દાયજો આપીને જોખમ લીધુ છે.

તેને ખુબ જ રડવું હતું તેનો પતિ લંપટ છે તે જાણ્યા પછી બાપાની વાતે તેના પગમાં બેડીઓ નાખી દીધી હતી.તેને આવા આંધળુકીયા  વાત ખટકતી હતી. માર્થાની વાત સાચી હશે પણ બાપાનો દાયજો અને ભાઇ ભાંડુરાનો અમેરિકા આવવાનો તે રસ્તો બની છે  બોલવું કે લઢવું કે પાછા જવુંની વાતો મનનાં ત્રિભેટે આવીને ઉભી રહી ગઈ હતી તે મૌન બની ગઈ. તેના હોઠ ઉપર જાણે સ્ટેપલરની પીનો લાગી ગઈ

તે સાંજે શશી બહુ બોલ્યો નહીં અને સુશીલાને છંછેડી પણ નહીં હજી તો અઠવાડીયુ જ થયુ છે.લોલાનો પ્રસંગ તેને પણ ચચરતો હતો પણ હતો અમેરિકન તેથી તુ નહી તો ઓર સહીમાં જીવતો..જો કે ૧૮ કલાક ર સ્ટોર પર કામ કરીને આવે એટલે ખાધુ નથી અને બીયરનું કેન લઇ ને ટીવી જોતા ક્યારે સુઈ જાય તેની તેને સમજ પણ નહોંતી..હા તેને પણ પરણે હજી અઠવાડીયુ જ થયુ હતુને? અને તેની જરુરિયાત તો બે વખત ખાવાનું બનાવે અને રાત્રે શરીર સુખથી વધારે પત્નીની નહોંતી અને એવો સ્વભાવ કે ઘેલછા પણ નહોંતી કે તેને ભરોંસે આવેલી સુશીલાનાં પોતાના પણ સ્વપ્ના હોઇ શકે!

સુશીલા પડખુ ફરીને તેના સ્વપ્નાઓનું માતમ મનાવતી રહી..આંખમાં આંસુ ખુટ્યા ત્યાર બાદ સ્વસ્થ મને વિચાર્યુ..તેમનો ભૂતકાળ ગમે તે હોય પણ જો મારે મારો સંસાર ટકાવવો હોય તો તે સમજી જશે વાળી વાત ખોટી. મારે કહેવું જ પડશે કે તે જુદી સંસ્કૃતિમાં થી આવી છે અને તેમાં પતિ અને પત્નિ એકમેક ને વફાદાર હોય છે.તેમણે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સમજવી પડશે. હવે પરણિતા સાથે નું જીવન મુક્ત જીવન નથી. હું અભણ નથી બાઘી નથી અને મને મારી ફરજો અને અધિકારો બંને ખબર છે.તે હું પાળીશ અને સાથે તમને પણ પળાવીશ.

બીજાદિવસની સવારે જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે શશીકાંત જોઇ રહ્યો હતો કે સુશીલા ગરમ બટાટા પૌઆ અને ચાનાં નાસ્તા સાથે સ્ટોર ઉપર આવવા તૈયાર થઇ ગઈ હતી.તે દસ મીનીટમાં તૈયાર થઇને આવ્યો અને નવી ખરીદેલી નીસાન અલ્ટીમા લઇને સ્ટોર તરફ જવા રવાના થયા.તેના મનમાં પરભુબાપાનાં શબ્દો ગુંજતા હતા પગનું જોડુ . કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઇ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. અને આજે તે પ્રયત્ન તે ફરી વાર કરવાની હતી

“ શશી તું જેમ લોલાને જુએ છે તેમ હું કોઇ બાંકા યુવાનને ગમી જાઉં તો મને તેને પ્લીઝ કરવાની છુટને?”

“ જબાન સંભાળીને બોલ સુશીલા આપણા તે સંસ્કાર નથી.”

“ તો સાંભળો તમારો ભૂતકાળ આજ દિન સુધી મારો નહોંતો પણ લગ્ન પછી આપણે બંને આપણી આજ અને આવતી કાલમાં સાથે જીવવાના છીએ. બંને માટે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સરખી શું સમજ્યા? જો હું તેમ ન કરું તેમ ઇચ્છતા હો તો તમારે પણ તેમ નહી કરવાનું…છેલ્લાં શબ્દો તમારે પણ નહીં કરવાનુ ઉપર ભાર મુકતા સુશીલા બોલી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.