-
‘શબ્દોના સર્જન’ના લેખકો હવે મુક્ત આકાશમાં ઉડવા તૈયાર થયા છે.નિરાંતનો સમય લઈ તમારા મનમાં ધુંટાયેલી કોઈ ઘટનાને વાર્તાના ચાકડે ચઢાવી ‘બેઠક’ના સૌ નવા કે અનુભવી સર્જક મિત્રોને આ વાર્તા હરીફાઈમાં ઉત્સાહથી ભાગ લેવા હું આગ્રહ કરું છું.યુવાન મિત્રો પોતાને ગુજરાતીભાષામાં યુવાજીવનની વાર્તા લખશે તેવી આશા છે,આગામી વાર્તા સ્પર્ધા તરુલતા મહેતા તરફથી યોજાયેલ છે
વાર્તા હરીફાઈની વિગત અને નિયમો
- ઓગસ્ટ મહિનાની ૧૬મી પહેલાં વાર્તા મોકલવી. જેની જાહેરાત આગામી બેઠકમાં કરવામાં આવશે
- બેઠકમાં ,સહિયારા સર્જનમાં અને શબ્દોના સર્જન પર લખતા લેખકો ભાગ લેશે ,અને આપ ન લખતા હો તો હવે મહિનાના વિષય ઉપર નિયમિત લખવા માંડો જેથી આપ કલમ કેળવતાની સાથે પોતા માટે ગૌરવ અનુભવશો
વાર્તાની શબ્દ મર્યાદા ઓછામાં ઓછા શબ્દ 800 થી ૧૦૦૦ શબ્દોની રહેશે.માઈક્રોફિક્શન વાર્તા ન ચાલે -pragnad@gmail. અને taru.mehta709@gmail.com પર નામ address ફોન સાથે મોકલવી
નિયમો
- મૌલિક રચના હોવી જરૂરી છે.
- બીજે પ્રકાશિત થયેલી ન હોવી જોઈએ. અને હરીફાય દરમિયાન બીજે બ્લોગ પર ન હોવી જોઈએ
- લેખકને વિષય પસન્દગીની સ્વતંત્રતા છે,( વાર્તાના વિષય વસ્તુ માટે કોઈ બંધન નથી.)
- વાર્તાની શરૂઆતથી અંત સુધી વાર્તાને માટે બિનજરૂરી અવતરણો કે બોધ-ઉપદેશની વિગતો ટાળવી.
- વાચકોની અને નિર્ણાયકની પસન્દગી મુજબ ઇનામો જાહેર થશે. માટે વાચકો બેધડક પોતાના અભિપ્રાય આપી શકે છે.
-
આ વાર્તાઓની પસંદગી પાંચ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરાશે
૧. કથાવસ્તુની પસંદગી અને પ્લોટ
૨. પાત્રાલેખન અને એની અસર
૩. મધ્યભાગ અને આલેખન
૪. સંવાદો અને એની ગૂંથણી
૫. અંતની ચમત્કૃિત - પહેલું ઇનામ $51,બીજું $41,,ત્રીજું $31,અને બીજા બે પ્રોત્સાહક ઇનામ $15ના રહેશે.
તરુલતા મહેતા 26મી જૂન 2016