લોટરી જો લાગી ગઇ કાલે તો
લોટૅરી જો લાગી ગઇ કાલે તો …
પહેલા દીવો કરીશ પ્રભુ તારા નામનો
પછી પ્રણામ કરીશ મારા તાતને, માતને
આનંદનાં અતિરેક છોને આવે
પણ જલ્દી નહિ ખુલે હ્રદયનાં દ્વારરે!
તને આપીશ તારી ઇચ્છ મુજબનું સૌ
નમણી હીરાની નથ મારી માતને
દિકરો માંગે તે બધુજ લાવી દઉ
દિકરીને ગમતા કપડા જોડી બાર લઉ
મારી બેનો, બનેવીઓ,ભાઇઓ,ભાભીઓ
તારી બેનો, બનેવીઓ,ભાઇઓ,ભાભીઓ
આપણા સૌનાં ભાણેજો, ભત્રીજાઓ
બધાને કંઇક દીધા પછી
મોટી પાર્ટી- સાહેબો, મિત્રો અને તેમની પત્નીઓ
સૌને સાકરટમ તેડુ
અને ખર્ચી નાખીશ આખી લોટરી
મુર્ખાની ગણતરીમાં આવીને પણ
સૌને હસાવીશ, મઝા કરાવીશ
હિસાબ કરતા જો કંઇક વધશે તો
ભાવનગરી ઠાઠમાં
પગ લટકાવી આરામ ખુરશીમાં
મેડીનાં ત્રીજા માળે ખાઇશ
ઠંડી હીમ સમ દ્રાક્ષ
લોટરી જો લાગી ગઇ.. કાલે તો…
મકાઇ નો દાણો
મકાઇ નો દાણો
મારે, તમારે – અને તમારે સૌને
સુંઘવો છે, ચાવવો છે, ભુંજવો છે, પચાવવો છે
પણ શરત એટલી જ છે કે
ફક્ત એકને જ તે મળવાનો છે
બાકીનાં સૌએ તો ફક્ત તેને
સુંઘતો, ભુંજાતો, ચવાતો અને પચાવાતો જોવાનો છે-
અને દ્રાક્ષ ખાટી છે વાળી વાતને
નસીબ- પૈસા – તકદીરનાં ત્રાજવે આપણે ઉણા
કહીને ફડ્ફડતા નિ:સાસા નાખવાનાં છે.
આ મકાઇનાં દાણાને તમે સ્વાર્થ કહેશો?
હું તો તેને સત્ય, માણસાઇ અને પરોપ્કાર કહું છું
દિવો લઇને શોધું છું
કારણ મારે એને
ભુંજવો, ચાવવો કે પચાવવો નથી
તેને મારે
વાવવો, જાળવવો, ઉછેરવો અને વહેંચવો છે.
પછી
બધાને પહોંચે તેટલા મકાઇનાં દાણા તેમાંથી ઉગાડવા છે
તમને મળે તો તો મને તે આપશો?
—

સુંદર કવિતાઓ છે.
LikeLike
બન્ને રચના ગમી.મકાઈના એક દાણાને વાવી વહેંચવાની વાત બહુ ગમી.
ભાવનગરી ઠાઠની વાત ના સમજાઈ…હું પાક્કી ભાવનગરી છું.
LikeLike
bnne kavyo rojidajivnni vat li umda manvtane srs khe che.
LikeLike