આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર-

નસીબનાં  માર્યા

માડી,

તમે ક્યાં બોલાવ્યાં તાં, અમને?
પણ અમે તો,
બસ આવી પહોંચ્યા,
અમારા નસીબનાં માર્યાં.
બાપુ,
તમે ય ક્યાં ઝંખ્યા’તા, અમને ?
કિન્તુ; અમે તો,
મળી ગયાં  તમને,
વિધીના લેખથી  હાર્યાં.
લો હવે,
ખોળામાં લઇ જરા,
વ્હાલથી નિહાળો  મુજને,
માથે હાથ ફેરવી પસવારો  મુજને
ને ખુબ  વ્હાલથી નવડાવો નર્યા.
તમારું જ લોહી છું,
તમારો જ અંશ છું.
તમારા જ પ્રેમનું,
પહેલું પ્રતિક છું તોય,
આવડાં  શા  આંસુડા  સાર્યા?
જાણું છું મુજ પહેલાં,
 પહેલે ખોળે,
ભાઈલો ઝાખતા’તા તમો
હું ય ઝંખુ જ છું.
દુવા ય દઉં છું કે,
હું ય બનીશ,
કંકુ પગલી,ને,
સમજો જોડમાં ભાઈલા પધાર્યા.
મુજને જગ દેખાડવાનું,
ઋણ છે ચુકવવાનું,
તો વચન છે મારું કે,
ભૈલા ને ભાગ દેજો,
ભણતરને સાથ દેજો ,
મુજને બસ પ્રેમ-અમી-ધારા,
હું તો સિંચીશ  આપણ પ્રેમનાં ક્યારા.
-રશ્મિ જાગીરદાર –
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કવિતા-૧, રશ્મિબેન જાગીરદાર and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર-

 1. P.K.Davda says:

  હજી ભારતમાં આ પ્રશ્ન જીવતો છે. ભણેલા વર્ગમાં હવે આ બહુ મહત્વનું નથી, પણ સંપુર્ણપણે ભારતમાંથી જતાં બીજી અર્ધી સદી વિતી જશે.

  Like

 2. Pingback: આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર- | My Blog

 3. padmakshah says:

  khub srs rshmiben.

  Like

 4. tarulata says:

  hji bhrtma aavu bne che.srs kavy.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s