‘એપોન્ટમેન્ટ’-તરુલતાબેન મહેતા

‘એપોન્ટમેન્ટ’

રમણીક દેસાઈ ફીજીશીયન ડો.પરાગ આર દેસાઈની ઓફિસના વેઈટીગ રૂમમાં તેમને અંદર બોલાવે તેની રાહ જોતા બેઠા છે.ડોકટરના નામ પછીનું આર દેસાઈ તે રમણીક દેસાઈ પોતે.એમની ત્રણ પેઢીના નામ તેમને ખબર છે,છોટુભાઈ લાલભાઈ મગનભાઈ દેસાઈ. એમના કુટુબના ઇતિહાસમાં કોઈ બાપે દીકરાને મળવા એપોન્ટમેન્ટ લીધી નહોતી.આજે દેસાઈ કુટુંબમાં એક કદી ન બનેલી ઘટનાની નોધ લેવાશે.કયા અક્ષરે લખાશે તે તો ભગવાન જાણે!

નર્સે હસીને બારણું ખોલ્યું,એટલે તેઓ ઊભા થવા ગયા,નર્સે તેમની બાજુમાં બેઠેલા રોબર્ટને ‘હલો ‘કરી બોલાવ્યો,રમણીકે અકળાઈને
‘હું કયારનો બેઠો છું ‘એવું કહ્યું પણ સોરી કહી નર્સ અંદર ગઈ તે જાણે કાયમ માટે અદ્રશ્ય થઈ ગઈ.

એમને કોઈ ગંભીર  માંદગી નહોતી પણ સવારે  દીકરાને ‘મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.’એમ કહ્યું, દીકરા સાથે સહેજ વાતચીત થાય,એટલે કે છેવટે ‘પપ્પા શું થયું પૂછે તો?’ તો એના બાપ તરીકે જીવું છું તેની ખાત્રી થાય.સવારે વહેલો અને રાત્રે મોડો આવતા  દીકરાને તેઓ ડોકટરના સૂટમાં જ જોતા હતા, પરાગે સવારે ઘરનું બારણું બંધ કરતા કહી દીધું,’એપોન્ટમેન્ટ લઈ લેજો ‘

એમણે બધા મેગેઝીન જોઈ કાઢ્યાં,તેમને ગૂગણામ થતી હોય તેવું લાગ્યું,એમને થયું દીકરો તેમની પાસે આવ્યો છે,તેમની છાતી પર હાથ ફેરવી રહ્યો છે,આમ જ પરાગ નાનો હતો ત્યારે ન્યુમોનિયા થઈ ગયેલો,શ્વાસ લેવાય નહિ,એની મમ્મી તો એક ઘડી આધી જાય નહિ પણ પપ્પા જેવા ઓફિસ જવા નીકળે એટલે એમની છાતીએ વળગી પડે.

‘ મિ દેસાઈ ,હલો,હલો ..’ નર્સ એમને કેબીનમાં લઈ ગઈ,
ડો.પરાગે કહેલું ઈન્જેકશન આપતા બોલી,’યુ વિલ બી ઓલ રાઈટ,ડો,ઈઝ બીઝી વિથ ઈમરજન્સી’ તેમના હાથ દીકરાને ભેટી પડવા ઝૂરતા રહ્યા…

તરુલતા મહેતા 18મી જૂન 2016

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "ફાધર્સ ડે", "બેઠક "​, તરુલતા મહેતા and tagged , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s