ગુજરાત સમાચાર-અહેવાલ -રાજેશ શાહ

Gujarat Samachar

બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી

– ગુજરાત સમાચારના પત્રકાર રાજેશ શાહને ઍવોર્ડ એનાયત

– મહાગ્રંથ – સંવર્ધન માતૃભાષાનું લોકાર્પણ : ગીનીશ બુકમાં એન્ટ્રી માટે પ્રયાસો

– સિટિ ઓફ મિલપિટાસના મેયર Jose Esteves એ તેમના ઉદ્બોધનની શરૃઆત કરતાં કહ્યું – નમસ્તે – કેમ છો ? જય જય ગરવી ગુજરાત – ઓમ શાંતિ શાંતિ – જય હો જય હો – જય હિન્દ

બે એરિયા, તા. ૬

બે એરિયા ગુજરાતી સમાજ, નોર્ધન કેલિફોર્નિયાના ઉપક્રમે છેલ્લા ૯ વર્ષથી ઉજવાતો ગુજરાત ડે મહોત્સવની આ વર્ષે પણ શાનદાર ઉજવણી થઇ હતી.ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમોનું સુંદર આયોજન અને તેની તૈયારીઓ છેલ્લા ૨ માસથી ચાલતી હતી.

આ વિચારો અને સંવેદનાઓ રજૂ કરતું ગુજરાતી સ્ટેજ નાટક આજે રવિવારે, ૫ જૂન, ૨૦૧૬ના રોજ મિલપિટાસ નગરના ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં ઉજવાતાં ગુજરાત ગૌરવ દિન ઉજવણીનું મહત્વનું પાસુ હતું.

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ માટે દ્વાર ખખડાવતું અત્રે વસેલા ગુજરાતી ભાષાના સર્જકોનું આગવું પ્રદાન – ‘મહાગ્રંથ – સંવર્ધન માતૃભાષાનું’ નું વિમોચન – લોકાર્પણ સમારંભ. વિશ્વના ખૂણે ખૂણે વસેલા સર્વે ગુજરાતીઓ ગર્વ લઈ શકે એવા આ મહાગ્રંથના સ્વપ્નને સાકાર કરવામાં મહત્તમ યોગદાન આપનારા શ્રી વિજય શાહ, પ્રવિણાબેન કડકિયા, હેમાબેન પટેલ (સર્વે હ્યુસ્ટન – ટેકસાસ રાજ્યમાંથી) પ્રજ્ઞાબેન દાદભાવાલા (કેલિફોર્નિયા) સમારંભમાં હાજર હતા.

પત્રકારત્વ ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રી રાજેશ શાહ (પત્રકાર, ગુજરાત સમાચાર, યુ.એસ.એ. એડિશન)નું સિટી ઓફ સાનહોઝેના મેયર Jose Esteves ની હાજરીમાં બે એરિયા ગુજરાતી સમાજના મોવડી સુરેશભાઈ પટેલના હસ્તે એવોર્ડ-ટ્રોફી આપીને સન્માન કરાયું હતું.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના પ્રારંભે જવનિકા એન્ટરટેઇનમેન્ટના નાના બાળકોએ કવિ ઉમાશંકર જોષીનું ગીત ધન્ય ગરવી ગુજરાત સંગીતના સથવારે સુંદર રાગમાં ગાયું હતું.

આજે ભજવાયેલું ‘હું ગુજરાતી – અમે ગુજરાતી’ નાટકમાં અભિનયના ઓજસ પાથરનાર કલાકારો શરદભાઈ, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, ઉર્જિત ત્રિવેદી, દિપલ પટેલ તો મેદાન મારી ગયા હતા. ભારત દેશ છોડીને અમેરિકામાં આવી વસેલા ભારતીયોના હૃદયમાં ચાલતું વેદના-સંવેદનાંઓનું યુદ્ધ – અમે ક્યાંના ? તન અમેરિકામાં – મન ભારતમાં – હું ભારત જાઉ છું તો અમેરિકા છુટતું નથી અને અમેરિકા આવ્યો છું તો વતન છુટતું નથી. આ કશમકશ અને ભારતની ભાષા અને સંસ્કૃતિની વાત રજુ કરતું નાટક સૌ નાટયપ્રેમીઓની જબરદસ્ત ચાહના મેળવી ગયું.

બોલતાં સર્વેએ ઉભા થઈ તેમને તાલીઓથી વધાવી લીધા હતા. વાઇસ મેયર  Carmen Montano, સિટી ઓફ સાન્તાક્લેરા હુમન રિલેશન કમિશ્નર નરેન્દ્રભાઈ પાઠક, સિટી ઓફ સારાટોગા કાઉન્સીલ મેમ્બર ઋષીકુમાર, કેલિફોર્નિયા એસેમ્બલી મેમ્બરKansan Chu, સેનેટરો, કાઉન્સીલ મેમ્બરો પણ જય હિન્દ, કેમ છો, જય જય ગરવી ગુજરાત, નમસ્તે બોલતાં હતાં અને સર્વે પ્રેક્ષકો તેમને તાલીઓથી વધાવતાં હતાં.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે વતનથી જોજનો દૂર રહેવા છતાં ગુજરાતીઓ વતનના સંસ્કાર અને સ્વાભિમાનનું ગૌરવ ગાન કરે છે તે નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે.ગુજરાતના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વતનથી સાત સમંદર પાર, જોજનો દૂર બે-બે પેઢીનું અંતર પડવા છતાં વિદેશી ગુજરાતીઓમાં ગુજરાતીપણું અક્ષત રહ્યું છે તે આનંદ સાથે ગર્વની વાત છે.

—————————————————————

Thanks,

Rajesh Shah,

Press Reporter, Gujarat samachar, USA Edition.

(510) 449 8374.

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

2 Responses to ગુજરાત સમાચાર-અહેવાલ -રાજેશ શાહ

  1. P.K.Davda says:

    અભિનંદન રાજેશભાઈ, તમે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરી દૂર દૂર સુધી પહોંચાડી રહ્યા છો.

    Like

  2. padmakshah says:

    રાજેશભાઈને ખુબ ખુબ અભિનંદન

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s