આ મહિનાનો વિષય -કવિતા

ચાલો મિત્રો કવિતા લખીએ 

કવિતા એટલે શું?

છંદ અને પ્રાસમાં ગોઠવેલી વાણી? 

આગળ-પાછળ શબ્દો કરીને લખાયેલી ભાષા? 

કલ્પના, લય, પ્રાસનો સરવાળો? 

કવિતા કોને કહીશું? 

ઉમાશંકર જોશીએ કવિતાને આત્માની માતૃભાષા કહી છે. 

કવિતા તો આ સમગ્ર સૃષ્ટિમાં એ પરમચૈતન્યની જેમ કણેકણમાં સમાયેલી છે, કણેકણમાં ધબકી રહી છે. માત્ર તેને તમારી અમુક વિશિષ્ટ દ્રષ્ટિથી અને શોધી કાઢીને શબ્દસ્થ કરવાની છે, આકાશ પહાડો , ખળખળતાં ઝરણા, પંખીના ટહુકા, ફૂલોની સુગંધ એ બઘું જ હૃદયને તરબતર કરી નાંખનારું છે.કવિતાનું પણ આવું જ છે.

અનિલભાઈ ચાવાડા કહે છે .હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું..માત્ર તમારું હૃદય ખુલ્લું હોવું જોઈએ.  

માઈકલ એન્જેલો કહેતો હતો કે હું તો પથ્થરમાં છૂપાયેલી મૂર્તિનો વધારાનો નકામો ભાગ કાઢી નાખું છું. કવિ, સર્જક વધારાના નકામા ભાગને ખસેડીને સંસારમાંથી, સૃષ્ટિમાંથી કવિતા સમાજને ધરે છે. આપણે જે રોજનું આ જગત જોઈએ છીએ તેમાંથી જ છંદ લય પ્રગટાવીને કવિ કવિતાનું સર્જન કરે છે.

તમારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તેનો નિર્ણય  વચકો અને વિવેચકો નક્કી કરશે. તમે જે વિચારોને શ્વસો છે બસ એને શબ્દોમાં પૂરજો ,એકથી વધુ લખો તો વાંધો નથી આમ પણ કલમ કેળવવા માટે લખવું જરૂરી છે. તમને ખબર છે ક્યારેક તમારી કવિતા વરસાદ રૂપે આવશે તો ક્યારેક પાણીની ધારમાં શબ્દો બની ટપકશે ,અને એ વાસંતી વાયરામાં કવિતા ટહુકો કરશે  તો ક્યારેક બાળપણની યાદમાં કે ભોળપણ બનીને આવશે ,અને માત્ર બે લીટીમાં ઘણું કહી જશે. જે માનવી સંવેદના અનુભવે છે તે રોજ કવિતા લખી શકે છે.  

મારા ગુરુ મિત્રોને કહીશ કે કવિતા વિષે આપના માર્ગદર્શન આપ મોકલો જેથી સર્જકોની લાગણી અને સંવેદના સુંદર રીતે શબસ્થ  થાય.  
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કવિતા and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s