અહેવાલ -ગુજરાત ગૌરવ દિવસ ૫મી જુન -૨૦૧૬ -તરુલતા મહેતા

 ફોટો -રાજેશ શાહ ,આતિશ શાહ ,કાન્તીભાઈ પટેલ -આભાર
granth sutrdhar

 નરેન્દ્રભાઈ પાઠક ,હેમાબેન પટેલ,પ્રવિણાબેન,શાંતાબેન પટેલ Assembly member Kansen Chu સુરેશભાઈ પટેલ ,પ્રતાપભાઈ પંડ્યા  તથા વિજયભાઈ,વહાલાં પ્રજ્ઞાબેન દાદભાવાળા અને બીજા વડીલો અને અગ્રણીઓની હાજરીમાં બાર હજાર પૃષ્ઠોના મહાગ્રન્થનું લોકાર્પણ થયું. બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોનીયાએ ઉજવેલા ગૌરવદિને વડીલોની ,લોકસેવાભાવીની  અને ૪૫૦થી વધારે  લોકોની હાજરી પ્રેરણાદાયી બની.અનેક ગુજરાતી સંસ્થાઓના સાથ સહકારથી સાંસ્કુતિક ઘટનાને સરસ્વતીના શ્લોક સાથે હોશભેર વધાવવામાં આવી.મેયર અને બીજા અનેક અગ્રણીઓએ હાજરી અને આ આશીર્વાદ આપ્યા.

ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટરના સાથ સહકાર અને રાજ દેસાઈ તેમજ વિરેન્દ્ર છીબ્બર અને રવિ અભંગનો સાથ સહકાર નોંધનીય રહ્યા ,Thali resturentનું જમવાનાએ કાર્યક્રમમાં સ્વાદ પુર્યા.તો રઘુ શાહ અને કલ્પના શાહની  મહેનત સોવિનીયર માં રંગ લાવી.

award winner,શાંતાબેન પટેલ  તથા સુરેશભાઈ પ્રતાપભાઈ પંડ્યા જેવા લોકસેવાભાવીની હાજરી પ્રેરણાદાયી બની.રાજેશ શાહ ,જાગૃતિ શાહ ,અને સી.બી.પટેલના મિડિયા દ્વારા સમાજમાં આપેલા યોગદાન માટે સન્માન થયાં  અને એવોર્ડ અપાયાં.

only sutradhar

 મહાગ્રન્થના સૂત્રધારો હેમાબેન પટેલ પ્રવિણાબેન,શાંતાબેન પટેલ,સુરેશભાઈ પટેલ પુસ્તક પરબના  પ્રણેતા પ્રતાપભાઈ પંડયા  હ્યુસ્ટન સહિયારા સર્જનના પ્રણેતા વિજયભાઈ શાહ તથા “બેઠક”ના આયોજક પ્રજ્ઞાબેન,અને બીજા અનેક વડીલો અને અગ્રણીઓની હાજરીમાં બાર હજાર પૃષ્ઠોના મહાગ્રન્થનું લોકાર્પણ થયું.

જવનિકા દ્વારા બાળકલાકારોએ કવિ શ્રી ઉમાશંકર જોશીની રચના ની સુંદર સંગીતમય રજૂઆત કરી. શ્રાવ્યા અંજારિયા ,આરુષી અંજારિયા ,અનવી દામાણી,રાધા શાહ ,પ્રણતી શાહ, તેમજ  બેઠક દ્વારા એકાંકી નાટક ‘હું ગુજરાતી ,અમે ગુજરાતી ‘નાટકે ચાર ચાંદ ચમકાવ્યા હતા,ગુજરાતી સમાજને ભાષા અને સંસ્કૃતિ માટે વિચાર કરતા કરી મૂક્યા હતા.કલાકાર ઊર્જિત ત્રિવેદી ,દીપલ પટેલના સંવાદને લોકોએ તાળીથી વધાવ્યા તો શરદ દાદભાવાળાએ  લોકોને ત્રણથી વધુ વાર રોવડાવ્યા,પ્રજ્ઞા દાદભાવાળા લિખિત અને નિર્દેશિત નાટકે વતનથી દુર પોતાની ઓળખાણ શોધતા ભારતીયની મનોવ્યથા દર્શાવી.તો રઘુભાઈ શાહ અને ધવલ મજમુદારે સંગીત અને પ્રકાશ દ્વારા નાટકને પ્રફેશનલ સ્પર્શ આપ્યો. સુત્રધાર કલ્પનારઘુ એ સુંદર સંચાલન કર્યું.સમગ્ર કાર્યક્રમમાં સૌ સ્વયંસેવકોની સેવા પ્રશંશનીય હતાં.

drama
bal kalakaro

5મી જૂન  2016ના ‘ગુજરાત દિવસ ‘નિમિત્તે મીલપીટાસ ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટરના હોલમાં  માતૃભાષા ગુજરાતીને ચરણે મહામૂલા સંવર્ધનનું ગ્રન્થનું અર્પણ હાજર રહેલાં સૌ ગુજરાતીના દિલને ભીનાશથી અને મસ્તકને ગોરવથી ઉન્નત કર્યું હતું ,હુસ્ટનથી પધારેલા મહાગ્રન્થના સૂત્રધારો વિજયભાઈ,પ્રવિણાબેન,હેમાબેન તથા વહાલાં પ્રજ્ઞાબેન,અને બીજા વડીલો અને અગ્રણીઓની હાજરીમાં બાર હજાર પૃષ્ઠોના મહાગ્રન્થનું લોકાર્પણ થયું.ડો.પ્રતાપભાઈ તથા સુરેશભાઈ જેવા લોકસેવાભાવીની હાજરી પ્રેરણાદાયી બની.સૌના સન્માન થયાં એવોર્ડ અપાયાં,સૌના કાર્યની કદર થઈ. આ અવિસ્મરણીય એતિહાસિક ધટનાને દૂર દૂરના શુભસંદેશાથી આવકારવામાં આવી હતી.અમેરિકન સમાજમાં ગુજરાતીઓ દ્રારા થયેલી આ મહાન સાંસ્કુતિક ઘટનાને હોશભેર વધાવવામાં આવી.મેયર અને બીજા અનેક અગ્રણીઓએ ‘કેમ છો ‘,’નમસ્તે’ એવા ગુજરાતી શબ્દોથી આપણી ભાષાને ગોરવ આપ્યું હતું ,પરદેશમાં રહેતી ગુજરાતી પ્રજાએ પોતાના દેશની સંસ્કૃતિ અને ભાષાને અમેરિકન ઇતિહાસમાં એક આગવું સ્થાન આપ્યું છે.બાલિકાઓના મધુર કંઠે ગવાયેલા કવિશ્રી ઉમાશંકર જોશીના ગીતથી હોલમાં માધુર્ય પ્રસરી ગયું હતું.સમગ્ર કાર્યક્રમનું રસમય અને સુંદર રીતે આયોજન થયું. આટલો ભવ્ય અને સુયોજીત કાર્યક્રમ કરનારની નિષ્ઠા,જહેમત,અર્પિત થયેલા તન ,મન ધન અને સમયને મારી ઝાઝેરી સલામ છે.સૌ પ્રક્ષકોએ કાર્યક્રમને ખૂબ દાદ આપી છે.’બેઠક’ના પ્રાણ સમાન પ્રજ્ઞાબેનની અવિરત મહેનત અને કુશળતાથી આપણે આંગણે આવા મહાન અવસરમાં ભાગ લેવાની તક મળી.આ કાર્યક્ર્મની સફળતાનું મોટું કારણ એ કે આપણા સૌનો અવસર હતો.ગુજરાતી ભાષાના અને સંસ્કૃતિ પ્રેમથી બંધાયેલા આપણે સ્વજનો છીએ.મહાગ્રન્થનું નિર્માણ કરનાર સૂત્રધારોએ અનેક કલમોમાં પ્રાણપૂરી એમની કૃતિઓને જગત સમક્ષ મૂકી છે,સૌથીવધા રે દળદાર મહાગ્રન્થને ગીનીઝબુકના રેકોર્ડ માટે રજૂ કર્યો એ એતિહાસિક ઘટના અતિ નોધનીય બનશે.ગુજરાતી ભાષા લખાય વંચાય અને બોલાય તે માટેનું આવું ભગીરથ કાર્ય ભૂતકાળમાં થયું નથી,આ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે,આવતીકાલ માટે દીવાદાંડીરૂપ બનશે.જેની યાદ પ્રસિદ્ધ સોવિનીયરમાં સચવાણી,  આમ રઘુ શાહ અને કલ્પના શાહની  મહેનત સોવિનીયર માં રંગ લાવી.

આ શુભદિવસની ઉજવણીમાં ‘હું ગુજરાતી ,અમે ગુજરાતી ‘નાટકે ચાર ચાંદ ચમકાવ્યા હતા,ગુજરાતી સમાજને ભાષા અને સંસ્કૃતિ માટે વિચાર કરતા કરી મૂક્યા હતા.ભાષા ગુમાવીને આપણે આપણું બાળપણ ,વતનપ્રેમ,સ્વજનોની પ્રીત ગુમાવી છે,ખાલીપો ઊભો કર્યો છે,આપણા હદય અને આત્માના સત્વને વિસાર્યું છે.બહારની સમૃદ્ધિથી ભરપૂર અંદર ખાલીપણું અને દીનતા. નાટકના  પાત્રોના સંવાદોથી રમૂજ ,કટાક્ષ અરે ચાબકા જેવી તીખી વાણીથી રસની જમાવટ થઈ હતી.વચ્ચે મૂકાયેલા બાળગીતો અને ભાવવાહી અન્ય ગીતો નાટકને જીવંત બનાવ્યું હતું.નાટકના ચારે પાત્રોએ ખૂબ જોરદાર અભિનય કર્યો હતો.સૌને હાર્દિક અભિનન્દન,નાટકના લેખિકા અને પ્રોડ્યુસર પ્રજ્ઞાબેનને ખોબલે ખોબલે અભિનન્દન.કલ્પનાબેનનું અભિવાદન અને શરદભાઈનું માર્ગદર્શન અને સૌ સ્વયંસેવકોની સેવા પ્રશંશનીય હતાં.રાજેશભાઈ ,જાગૃતિબેનની મીડિયાની સેવા અમુલ્ય છે.આ પ્રસંગની સફળતાનો યશ અને ‘બેઠક’ના સર્જકો માટે તક પૂરી પાડનાર પ્રજ્ઞાબેન ગુજરાતી ભાષા તમારી ઋણી છે.ભવિષ્યમાં ખૂબ સારું કામ થતું રહે તેવી શુભેચ્છા.

જય ગુર્જરીગિરા !

તરુલતા મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ and tagged , , . Bookmark the permalink.

6 Responses to અહેવાલ -ગુજરાત ગૌરવ દિવસ ૫મી જુન -૨૦૧૬ -તરુલતા મહેતા

 1. sapana53 says:

  Congratulation Pragnaben …so proud of you..I am so honored that I will be a member of your “Bethak” …really feeling proud!!

  Like

 2. Archana says:

  What a event Pragnaben! One of the most memorable day for Bethak and it went so well. Loved the Natak and Pragnaben didn’t know that you sing so well.:)

  Like

 3. Congratulations Pragnabahen and Vijaybhai and all the other respected friends for an excellent publication of” MAHAGRANTH” and the ceremony. it is a pride and pleasure indeed for all the Gujaratis. ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાત સાથે નિસ્બત ધરાવતા તમામને આ મહાગ્રંથ એ આપ સર્વની અમૂલ્ય ભેટ છે જેની સ્મૃતિ સદૈવ જનમાનસમાં રહેશે. આપ તમામ દોસ્તોને મારા હૃદયપૂર્વક અભિનંદન…
  .Vijay Thakkar

  Became friends

  Like

 4. P.K.Davda says:

  Good report Tarulatabahen, now we have one more senior to write a good report. Well come to report writing.

  Like

 5. Pingback: વિમોચન :5મી જૂન 2016ના ‘ગુજરાત દિવસ ‘નિમિત્તે મીલપીટાસ ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરના હોલમાં |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s