“બેઠક”-અહેવાલ-પી. કે. દાવડા

“બેઠક”નો મહિનાનો વિષય માઈક્રોફિક્સન હતો પણ “બેઠક” માઈક્રોફિક્શન ન રહેતા લંબાઈ ગઈ.

unspecified (10)

(તસ્વીર  સૌજન્ય -રઘુ શાહ)

એપ્રીલ મહિનાની બેઠક તા. ૨૯ ના શુક્રવારની સાંજે મિલપીટાસના ICC માં મળી હતી. “બેઠક” કલ્પનાબેની પ્રાર્થના સાથે શરુ થઇ હતી. “બેઠક”ને આવકારતા પ્રજ્ઞાબહેનનો આવકાર સંદેશ  આપતા સાથે પુસ્તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડ્યાને જન્મદિવસની વધાઈ આપી “બેઠક” અને દરેક સર્જકો માટે આશિર્વાદ માગ્યા હતા.ત્યાર બાદ કલ્પનાબેનએ પોતાની કવિતા દ્વારા, તો નવોદિત યુવાન સર્જક દીપલ પટેલ ના હસ્તક પુષ્પગુચ્છ અર્પણ કરી મુરબ્બી શ્રી પ્રતાપભાઈને શુભેચ્છા આપી, પ્રતાપભાઈએ “સર્જકો”ને આશીર્વાદ આપી, “બેઠક”ની પ્રગતિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો,સાથે દાવડા સાહેબને એમના ગુજરાતી સાહિત્યના બે એરિયાના યોગદાન માટે પુસ્તકો ભેટ આપી નવાજ્યા હતા. બે એરિયામાં મિડિયા દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખતી રેડીઓ જોકી જાગૃતિ શાહ બેઠકમાં આવી સર્વે વડીલોને વંદન કરતા કહ્યું કે “કાશીનો દીકરો” કાંતિ મડીયાની ગુજરાતી ભાષાની શ્રેઠ ફિલ્મ હું લઈને આવી છું જેમાં બેઠકના સર્જકો ને ફ્રી ટીકીટ મળશે.  

ત્યાર બાદ માનનીય જયશ્રીબહેન મરચંટે વિનુ મરચંટ વાર્તા હરિફાઈના પરિણામ જાહેર કર્યા હતા, અને ઈનામી વાર્તાઓની ખૂબીઓ સમજાવી હતી. વાર્તા હરિફાઈના પ્રથમ વિજેતા હ્યુસ્ટનના શ્રી વિજય શાહ, દ્વિતીય ઇનામના વિજેતા બહેન પ્રજ્ઞા દાદભાવાળા અને તૃતિય ઇનામના વિજેતા બોસ્ટનના બહેન રાજૂલ શાહ હતા. બે આશ્વાશન ઈનામો બહેન જયવંતિ મહેતા અને ભુમિ માછી ને જાહેર કર્યા.

પાઠશાળામાં દાવડા સાહેબે આછાંદસ કવિતા અને ડાયાસ્પોરાની માહિતી આપી હતી. શ્રી રાજેશભાઈ શાહે ગયા મહિનાના વિષય માઈક્રોફીક્ષનને મળેલા અભૂતપૂર્વ આવકારની વાત કરી હતી અને મળેલી વાર્તાઓમાંથી થોડી વાર્તાઓ વિશે માહિતી આપી હતી.આ વખતે બેઠકમાં અનેક નવા પ્રેક્ષકો અને સર્જકોની હાજરી વર્તાણી.ત્યાર બાદ હેમંતભાઈ અને જયાબેન ઉપધ્યાયે ગુજરાતના સ્થાપના દીન નિમ્મીતે બે સુંદર કવિતાની રજૂઆત કરી હતી જેને બેઠકના સર્વે ગુજરાતીએ ગૌરવપૂર્વક વધાવી,મહિનાનો વિષય માઇક્રોફિક્સ્ન વાર્તાની એક પછી એક સુંદર રજૂઆત થઇ જેમાં નવોદિત યુવાન સર્જક  દીપલ પટેલની વાર્તાએ લોકોના રુંવાટા ઉભા કરી દીધા,તેના મિત્ર સમી જેઠાણી પૃથા દેસાઈએ પણ પોતાનો પરિચય આપી સુંદર વાત કરી,બહુ ઓછુ લખતા રાજેશભાઈ એ પણ કલમ ઉપાડી અને એક સુંદર માઈક્રોફિસ્ન વાર્તા રજુ કરી,પદ્મામાસીએ પ્રતાપભાઈને પોતાની લિખિત કવિતા દ્વારા આશીર્વાદ આપ્યા તો વસુબેને હાસ્ય વાર્તા રજુ કરી લોકોને હસાવ્યા,સમય કરતા વધુ સમય આજની બેઠકે લીધો,ભાવતા ભોજન ખાધા,જેની વ્યવસ્થા બેઠકના સભ્યો માટે બહેન મનિષા પંડ્યા તરફથી કરવામાં આવી હતી. “બેઠક”ની સમાપ્તિ બાદ પરબના પુસ્તકો સાથે લઇ સભ્યો એકબીજાને સ્નેહપૂર્વક મળીને છૂટા પડ્યા હતા.

 

dipal patel-unspecified (6) young speaker-deraniunspecified (7)IMG_3703

અહેવાલ-પી. કે. દાવડા

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to “બેઠક”-અહેવાલ-પી. કે. દાવડા

 1. આ વખતની ‘સરસ’ બેઠકમાં સંજોગવશાત્ ઉપસ્થિત ન રહી
  શકાયું….
  બધાને ખૂબ અભિનંદન અને આદરણીયશ્રી પ્રતાપભાઇ પંડ્યાને
  એમનાં ૭૮માં જન્મદિન પર્વ નિમિત્તે ગઝલપૂર્વક વંદન.

  Like

 2. dipal018 says:

  ખુબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું “બેઠક” પરિવારનો ભાગ બનીને. તમારા બધાનો ખુબ ખુબ આભાર પ્રોત્સાહન અને પ્રેમ આપવા બદલ 🙂
  માફ કરશો પણ અહેવાલમાં નામમાં ભૂલ થયેલ છે. મારું નામ દીપલ પટેલ અને મિત્ર સમી જેઠાણીનું નામ પૃથા દેસાઈ છે.

  Liked by 1 person

 3. tarulata says:

  srs bethk thi.so mitrone hardik prem.

  Like

 4. Pingback: બેઠક | Welcome to Dipal's Blog!!

 5. Dhaval Soni says:

  ખુબ સુંદર અહેવાલ..

  પ્રતાપભાઇને તો હું અહીં ઇન્ડિયામાં મળી ચૂક્યો છું. વડોદરા ગ્રંથમંદિરમાં એમણે ખુબ ઉત્તમ પુસ્તકો ભેટ આપેલા છે. આપ ત્યાં ભારતથી દૂર રહીને પણ ગુજરાતી ભાષા માટે અને સાહિત્ય સાથે સંકળાયેલા રહીને ખુબ સરસ સેવા કરી રહ્યા છો. શોખ માણસની ઉંમરને ઘટાડી નાખે છે. પોતાના શોખને આ જ રીતે પાળતા રહેશો. અને આપની સરસ મજાની રચનાઓ અમને આસ્વાદ કરાવતાં રહેશો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s