રંગ વિહાર-દર્શના ભટ્ટ

મિત્રો “બેઠક”ના નવા સર્જક દર્શના ભટ્ટનું સ્વાગત છે.
આપણી બેઠકમાં સૌ પ્રથમવાર આવી લખી રહી  છે.
હવે તેમના લખાણ ને વધાવવાની જવાબદારી આપણા સૌની છે.
darshna bhutta
કુદરતના રંગો આપણને કેટલા અભિભૂત કરે છે ! કુદરતના વિવિધ સ્વરૂપોમાં પળે પળે વ્યક્ત થતા રંગીન ચિત્રો
આપણને હમેશા આકર્ષે છે અને આકર્ષતા રહેશે.
      ” આવળ ,બાવળ અને બોરડી ” નું વિશેષણ પામેલા સૌરાષ્ટ્રમાં જન્મ અને જીવન મળ્યું.આમ જુઓ તો જન્મથી
માંડીને આજ સુધી મને શહેરી જીવન જ જીવવા મળ્યું  છે એટલે મારી જાતને હું  શહેરી ,નગર સંસ્કૃતિમાં રહી હોવાથી નાગરિક પણ કહી શકું. ગ્રામ્ય જીવનનો અનુભવ નહીવત .
   ઉષા,સંધ્યા,આકાશ,તારા,ચાંદની,અફાટ સમુદ્ર ,પખીનો કલરવ સિવાય કુદરતને નીસીમ વિસ્તરતી ,નીસીમ વિસ્તારમાં ક્યાં જોઈ કે માણી છે ! હા ભણાવી છે ઘણી , અનુભવી છે ઓછી. એમ તો કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી જગન્નાથજી સુધી ભારતના પ્રદેશોમાં રખડી લીધું છે. કુદરતના આલપ ઝલપ દ્રશ્યો માણ્યા પણ ધરાઈને કુદરતના સથવારે જીવવા ના મળ્યું.
કવિ કુલગુરુ કાલિદાસના ” રુતુસંહાર  ‘ ને વાંચીને હમેશા વનોમાં, વૃક્ષો પર ફૂલોમાં ખીલી ઉઠતી વિધ વિધ રંગ છટા
માણવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠતી . અબાધિત વિસ્તારમાં વરસતો મેહુલો કેવો હશે ? વનમાં પાંદડે પાંદડે ખીલી જતી
વસંત કેવી હશે ? હિમાછાદિત પર્વતમાળાની મધ્યે વસતાં માનવીની દુનિયા શ્વેતમય હશે ?
     હમેશા મારાં ઘરના પ્રાંગણના નાના બાગને જોઇને સંતોષનો ઓડકાર ખાવો પડતો.માવજતથી ઉછેરેલ ગુલાબ, ડોલર,
જાસુદ,રાતરાણી અને ચારે તરફ ફાલેલી બોગન વિલ્લાને જોઈ નઝર ઠરતી,પણ કૈક અધૂરું લાગતું.
    આંબા પર ખીલતો મહોર, ચંપક રંગી ફૂલોથી લચી પડતું ચંપાનું ઝાડ,ભભકદાર ગરમાળો અને ગુલમહોર નીરખીને
થતું  ,શું આ જ વસંત છે !

Sent from my iPad

અપરંપાર છે. સંપૂર્ણ વિસ્તાર નાની મોટી ટેકરીઓથી છવાયેલ છે,અને ટેકરીઓ..hill..લીલા ઉચા વિશાળ વૃક્ષોથી.
અહીની વસંત નિરાળી. શિયાળો…winter..ની ઋતુ પૂરી થતા જ જાણે જાદુઈ પીછી કોઈ ચિત્રકાર ન ફેરવતો હોય !
     અહી શિયાળામાં પર્ણ  વિહીન શુષ્ક બની ગયલા વૃક્ષો વિવિધ રંગી ફૂલોથી છવાય જાય છે..ના ..એ પોતેજ ફૂલ બની જાય છે,અને પછી પંદર,વીસ દિવસે તે ફૂલો જ જાણે પાંદડા બની જાય ત્યાં સુધી લીલો રંગ ના મળે.પહેલા વૃક્ષ પુષ્પિત થાય…પછી પલ્લવિત…એવો ઉલટો ક્રમ અહી જોવા મળ્યો. કેટલા સુંદર વિધ વિધ રંગો ! અદભૂત !
આને જ આંખોનો ઉત્સવ કહેવાતો  હશે !  અહી એટલા તો વૃક્ષો છે કે શહેરોમાં પણ વાસંતી રંગો દૂર સુધી ફેલાયેલા
દેખાય. પ્રજાની સૌદર્ય દ્રષ્ટિ…એસ્થેટિક સેન્સ ગજબની છે.નાનકડી જગા પણ ફૂલ છોડ વગરની ના હોય.બે રસ્તાની  વચ્ચેની ખાલી જગા હોય કે કોર્નર હોય,જમીન સરસ નાનકડા ગાલીચાની બિછાત જ જોઈ લો.
   અને પાનખરની તો વાત જ શી કરવી ! એકદમ રંગીન.ઓગષ્ટ આવતા વૃક્ષો લાલ,પીળા ,કથ્થાઈ, ભૂરા અને મરૂનના
બુટ્ટા બની જાય.પર્વતમાળા પર ઉભેલા આ વૃક્ષો એટલે રંગોની આવલી,રંગોની બિછાત. સૂર્ય પ્રકાશમાં અને સાંધ્ય સમયે
 અલગ અલગ રૂપ.  નયનરમ્ય દ્રશ્યોથી મન અને આત્મા તૃપ્ત…તૃપ્ત,છતા અતૃપ્ત.
  વર્જીનીયા બીચનો આછો ભૂરો અને ફ્લોરીડાનો બીઓરી કાચ જેવો liloદરિયો પણ મનભર  માણ્યો…શાંત વાતાવરણમાં …પણ શ્વેત અને સાત્વિક રંગને કેમ ભૂલી શકાય !
   વરસતા સ્નોમાં પેન્સીલ્વીનીયાની ટેકરીઓમાં અને તળેટીમાં પણ રખડી લીધું.
   વર્ષોથી જે ઈચ્છા હતી,કહો કે વાસના હતી કુદરતના રંગો માનવાની તેનો જાણે મોક્ષ થયો !!!
   ગીત યાદ  આવી ગયું..  ખેલા બચપન હસી જવાની મગર બુઢાપા…ના ના…
   અહીના વૃક્ષોની પાનખર જેવી મને પાનખર મળવી જ જોઈએ.
દર્શના ભટ્ટ

9 thoughts on “ રંગ વિહાર-દર્શના ભટ્ટ

  1. સરસ. બહુ સરસ. મનમાં ચાલી રહેલી વાતોને સુયોગ્ય વાચા આપી છે. વતન અને વસવાટ વચ્ચેનો ફરક અનુભવ્યો છે એ સચોટ રીતે વર્ણવ્યો છે.

    Liked by 1 person

  2. ખરેખર સુંદર. દર્શનાબેન, આટલું સરસ હવે સતત લખતા રહેજો.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.