માઈફ્રોફીક્ષન વાર્તા-(63)ન ઓળખ્યા ?   – જયવંતી પટેલ

સ્થળ :  મુખ્ય મંત્રીની ઓફીસ  – દિલ્હી

પહેલો કારકુન :  શુક્લ,  આટલો ઉતાળવો શાને થાય છે ?  હજુ તો નવ થયા છે  દસ વાગ્યા પહેલા તો ઓફિસમાં કોઈ આવશે નહી.

બીજો કારકુન :  ના ના યાર, હવે નવ વાગ્યે પહોંચી જવાની નોટીસ આવી છે  હવે પહેલા જેવું નહી ચાલે.

પહેલો:  તું નકામી વ્યાધી કરે છે.  થોડા દિવસ આ બધો દેખાવો ચાલશે – પછી બધા લાઈન ઉપર આવી જશે.

બીજો:  તારે જે કરવું હોય તે કર.  હું તો આ ચાલ્યો.

ઓફિસમાં આવી જોયું તો મુખ્ય મંત્રીજી પોતે તેમની ઓફિસમાં આવી ગયા હતા અને કામકાજ ચાલુ થઇ ગયું હતું.  પેલા કારકુને કામ કરતાં બીજા સ્ટાફને પ્રશ્ન ભરી આંખે સવાલ પૂછ્યો – કે આ બધું શું છે ?

જ્યાં દશ વાગ્યે પણ બધા આરામથી આવતા હતા તેઓ નવ વાગ્યામાં અહીં શું કરે છે ?

સ્ટાફમાંથી કોઈકે તેના કાનમાં કહયું ,” એ દિવસો તો ગયા.  હવે ચા પાણી નાસ્તો ઘરેથી કરવા પડશે, ઓફિસમાં નહીં મળે અને નવ વાગ્યે હાજર થવું પડશે.

કારકુનને એમ કે આ બધું થોડાં દિવસો ચાલશે પછી પહેલાં જેવું થઇ જશે.  પણ બાર મહિના થયા, એક પણ દિવસ પાડ્યા વગર મુખ્ય મંત્રીજી નવ વાગ્યે ઓફિસમાં આવી જતા હતા અને કામ શરૂ થઇ જતું હતું.

પાછો પ્રશ્ન થયો –  આ નવા મુખ્ય મંત્રી કોણ છે જે આરામ કરવામાં સમજતા જ નથી ?

જવાબ મળ્યો :  ન ઓળખ્યા ?  એ નરેન્દ્ર મોદી છે  ટુકમાં નમો ના નામે ઓળખાય છે  ચાલ, તું પણ સુધરી જા અને કામ પર લાગી જા – નહિ તો કાયમની છુટ્ટી મળી જશે !

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", જયવંતીબેન પટેલ, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , . Bookmark the permalink.

One Response to માઈફ્રોફીક્ષન વાર્તા-(63)ન ઓળખ્યા ?   – જયવંતી પટેલ

 1. mdgandhi21 says:

  વાર્તા તરીકે તો બહુ સરસ છે—છેલ્લે નામ ન આપ્યું હોત તો પરીકથા જેવી લાગત…..
  બહુ જુની વાત છે અને હવે તો હવાઈ ગઈ છે, સપનું પુરું થઈ ગયું…….!!!!!!!!! अब तो वोही रफतार, वोही पुरानी बात….. કઈ ઓફીસમાં સમયસર તમારું કામ થાય છે…”નમો” કે “કેજરીવાલ”ના રાજમાં આજે પણ ૫-૧૦ હજાર લેતાં મહીનામાં એકાદ-બે કારકુનો પકડાય છે, લાખો લેતાં કોઈ મોટો ઓફીસર કે નાનો-મોટો રાજકારણી કોઈ પકડાયો….????

  Date: Mon, 25 Apr 2016 03:39:42 +0000
  To: mdgandhi21@hotmail.com

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s