ગુજરાતી કવિતામાં સંબંધો-રજૂઆતઃ પી. કે. દાવડા

મા

ગુજરાતી કવિતામાં સંબંધો વિષે સૌથી વધારે મા વિષે લખાયું છે. આઝાદી પહેલાના કવિઓએ મા વિષેની કવિતાઓમાં પોતાનું હૈયું નીચોવીને લખ્યું છે. આજે પણ દરેક Mothers Day વખતે પાંચ દસ, મા વિષે નવી કવિતાઓ જોવા મળે છે, દામોદરદાસ બોટાદકરની“જનનીની જોડ જગે નહીં જડે રે લોલ” ની બરોબરી કરે એવી કવિતા મેં જોઈ નથી. આ કવિતાની ધ્રુવ પંક્તિમા કેટલાક લોકો “જગે” લખે છે તો કેટલાક લોકો “સખી” લખે છે. મને“જગે” ગમે છે કારણ કે પંક્તિમાં રહેલા “જ” ના પ્રાસને બળ આપે છે.

અનિલ ચાવડાની બીજી કવિતા પસંદ કરી છે, કારણ કે તમે સમય જતાં મા અંગેના વિચારોમાં આવેલ બદલાવ જોઈ શકો.

(૧)

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ

જગથી જૂદેરી એની જાત રે

જનનીની જોડ જગે નહિં જડે રે લોલ.

અમીની ભરેલી એની આંખડી રે લોલ,

વ્હાલના ભરેલ એના વેણ રે

જનનીની જોડ જગે નહિં જડે રે લોલ.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ

હૈયું હેમંત કેરી હેલ રે,

જનનીની જોડ જગે નહિં જડે રે લોલ

દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ

શશીએ સિંચેલ એની સોડ્ય રે,

જનનીની જોડ જગે નહિં મળે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ

કાળજમાં કૈંક ભર્યા કોડ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

 

ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ

પળના બાંધેલ એના પ્રાણ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ

લતા ખૂટે ન એની લહાણ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ

અચળા અચૂક એક માય રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

ગંગાના નીર તો વધે ઘટે રે લોલ

સરખો એ પ્રેમનો પ્રવાહ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ

માડીનો મેઘ બારે માસ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

ચળતી ચંદની દીસે ચાંદની રે લોલ

એનો નહીં આથમે ઉજાસ રે

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ

-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

(૨)

મા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

– અનિલ ચાવડા

રજૂઆતઃ પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પી. કે. દાવડા and tagged , , , , , , . Bookmark the permalink.

One Response to ગુજરાતી કવિતામાં સંબંધો-રજૂઆતઃ પી. કે. દાવડા

  1. મા વિશેનાં બન્ને કાવ્યોની દાવડાજી ની પસંદગી સરસ છે. મા છે તો એક જ અક્ષર પણ એમાં કેટલો ભાવ અને અર્થ સમાયો છે ! જનનીની જોડ જગે નહિં જડે રે લોલ. વાહ બોટાદકર !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s