“પુસ્તક પરબ” એજ “બેઠક”-પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે

10955541_10153182911209347_7545686870249663973_n

બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,

સંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

સેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ 

સમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ 

ધ્વની પ્રસારણ અને સંચાલન : દિલીપભાઈ શાહ .

dsc0117-bethak-team

“પુસ્તક પરબ” એજ “બેઠક”-
2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ, જયશ્રીબહેન મર્ચંટ પી.કે.દાવડા ,મહેશભાઈ રાવલ ,તરુલતાબેન મહેતા પ્રેરણાનું બળ બન્યા. વિજયભાઈ શાહના સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ
,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી, અનિલભાઈ ચાવડા ,કાજલ ઓઝા વૈદ્ય  જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે. ગઝલનો વર્કશૉપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ નસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા. “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા,

આપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો તો લખનાર ને પ્રોત્સાહન મળશે.

Presentation1

“બેઠક” વિષે

દર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપ… “બેઠક”પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો વાંચન પૂરતા માર્યાદિત હતા,તેને મોટો મંચ આપી, કોઈએ વાચ્યું હશે,અનુભવ્યું હશે તે સર્જન દ્વારા રજુ કરશે.તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં  લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે,ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -એટલે “બેઠક”

“બેઠક”માં ઔપચારિકતા કરતા નિકટતા વધુ છે.મારું કામ વાચક સર્જક અને પ્રક્ષકોને મેળવવાનું છે.બેઠકના સર્જકો પાસે વિચારો છે સાથે લખવાનો સંઘર્ષ પણ ,મહત્વની વાત એ છે કે કોઈ પ્રયત્ન છોડતા નથી ,કામ નાના પાયા પર થાય છે, “બેઠક” વાંચનાર ની અનુભૂતિનું સર્જન છે.અહી લખનાર દરેક વ્યક્તિ પહેલા વાંચે છે,અનુભવે છે અને અનુભવ્યા પછી કલમને ઉપાડે છે.

પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે.પુસ્તકોમાં પાના ફેરવી જતા લોકો વાંચતા થયા છે ત્યારે મને પરદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે તેવું લાગે છે,અહી નું આયોજન મુક્ત રહી… કહી પણ પુરવાર કાર્ય વગર માત્ર નિજાનંદ માટે છે હું એક બેઠકના આયોજક તરીકે માનું છું  કે અતિશય બુદ્ધિમતા પ્લાનિંગ અને આયોજન કરી લખનાર વ્યક્તિ સારો સર્જનકાર ન થઇ શકે.બેઠક બોલાવવી,લેખો છાપવા,પુસ્તકો પ્રકાશિત કરવા એ માત્ર પ્રેરણાના બળ છે, કોઈ નામના કે પૈસા કમાવાની કે ફંડ ઉભો કરવાની વૃતિ નથી.લખનાર વ્યક્તિ અત્યારે પોતાના સ્તર મુજબ લખે છે, અત્યારે માત્ર સાહિત્યનો સ્પર્શ માત્ર દેખાશે,હું માનું છું કે આજના હૃદયમાંથી નીકળેલા અનુભૂતિના શબ્દો ભવિષ્યમાં સાહિત્ય જરૂર બનશે…આપણી ભાષાને વાંચન,લેખનઅને રજૂઆત  દ્વારા જીવંત રાખવાનો “બેઠક”નો  અમારો નમ્ર પ્રયત્ન છે.વાચકો ,સર્જકો પ્રક્ષકો,જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડે છે.વડીલો જે પરદેશમાં પોતાની માતૃભાષાને શોધતા હતા તેમના માટે “બેઠક”ગોળના લાડવા છે,મારો પ્રયત્ન માત્ર ધરબી રાખેલું બહાર કાઢવાનો છે,બેઠકમાં સંખ્યાનું મહત્વ નથી,હાજરી કે આંકડાની વાત ક્યાય નથી,જેને માન થાય તે ભાષાને શોધતા આવે છે અને ન આવી શકે તો પોતાનું લખાણ જરૂર મોકલે છે ત્યારે મને “બેઠક”બોલાવ્યાની સાર્થકતા લાગે છે.

“બેઠક”પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ બને,અને માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ જરૂર થશે.

-“બેઠક”-પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on ““પુસ્તક પરબ” એજ “બેઠક”-પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે

  1. Sh PragnabenHardik Abhinanadan Tamne ane Tamari samgra timne !!!!Hu pan Bethkani safalatano aswad mani chukyo chhu.Subodh Trivedi 

    From: બેઠક-શબ્દો નું સર્જન To: subodh.trivedi@yahoo.co.in Sent: Saturday, 23 April 2016 8:00 AM Subject: [New post] “પુસ્તક પરબ” એજ “બેઠક”-પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે #yiv3581003342 a:hover {color:red;}#yiv3581003342 a {text-decoration:none;color:#0088cc;}#yiv3581003342 a.yiv3581003342primaryactionlink:link, #yiv3581003342 a.yiv3581003342primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3581003342 a.yiv3581003342primaryactionlink:hover, #yiv3581003342 a.yiv3581003342primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3581003342 WordPress.com | Pragnaji posted: “બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,સંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.સેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ સમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ ધ્વની પ્રસારણ અને સંચાલ” | |

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s