અમદાવાદમાં શિવ કૃપા સોસાયટીમાં એક છેવાડેના અમારા બંગલામાં અમે રહેતા હતા.અમારા પડોશમાં શહેરની કાપડની મિલમાં કારકુની કરતા વજુભાઈના બંગલામાં રમણભાઈ નામના એક શિક્ષક અને એમનાં પત્ની મૃદુલાબેન ભાડે રહેતાં હતાં.થોડાં વરસો આ શિક્ષક યુગલ ત્યાં રહ્યું એ પછી જ્યારે એમણે પોતાનો આગવો બે રૂમનો ફ્લેટ ખરીદ્યો એ દિવસ એમના માટે અત્યંત આનંદનો દિવસ હતો.
અધુરામાં પૂરું,દોઢેક મહિના પછી મૃદુલાબેન એમના પોતાના ફ્લેટમાં બાળકને જન્મ આપવાનાં હતાં એ ખ્યાલથી જ રમણભાઈ અને મૃદુલાબેનનો આનંદ બેવડાઈ ગયો હતો.
એક નક્કી કરેલ દિવસે ભાડાના મકાનમાંથી પોતાના ફ્લેટમાં સામાન ખસેડવા માટે એમણે ભાડે કરેલી એક ટ્રક આવી.બે મજુરો એક પછી એક સામાન ટ્રકમાં ગોઠવી રહ્યા હતા એ હું મારા બંગલાના કમ્પાઉન્ડમાંથી જોઈ રહ્યો હતો.વજુભાઈ કોઈ કામ અંગે એ વખતે બહાર ગયા હતા અને મૃદુલાબેન મજુરોને સામાન બતાવી ટ્રકમાં મુકાવી રહ્યાં હતાં.
આ સામાનમાં એક બેગ પ્રમાણમાં બહુ વજનદાર હતી.મજૂરે એ બેગને થોડી ઊંચકીને ઉર્મિલાબેનને કહ્યું “બેન,આ બેગ બહુ ભારે છે.આવી ભારે બેગ મારાથી નહિ ઉંચકાય.“
મજુરનું આ વાક્ય સાંભળી મૃદુલાબેનએ મજુરને જે શબ્દો કહ્યા અને જે રીતે કહ્યા એ સાંભળીને હું તો છક્ક થઇ ગયો!
મૃદુલાબેને આઠ મહિનાના ગર્ભથી વધેલા એમના પેટ તરફ આંગળી કરીને મજુરને ઉદ્દેશીને કહ્યું “ભઈલા,આ ભાર હું છેલ્લા કેટલાએ મહિનાઓથી ઉપાડી રહી છું પણ એ વજનનો ભાર મને કદી લાગ્યો નથી.વજન ઉપાડવાનો તો તારો રોજનો ધંધો છે,તને શેનો ભાર લાગે છે!”
મૃદુલાબેનના આ શબ્દો સાંભળી મજૂરે આગળ એક પણ શબ્દ બોલ્યા વિના થોડું વધારે જોર કરીને એ ભારે બેગને ટ્રકમાં જાતે જ ગોઠવી દીધી!”
સરસ વિષય
LikeLike
Pingback: ( 897 ) મારી બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ …વિનોદ પટેલ | વિનોદ વિહાર