માઈક્રોફિક્શન વાર્તા…(51)એક જોડ ફ્રી-અર્ચિતા દીપક પંડયા

મારા નાના પાંચ વર્ષના દીકરા ને હું તૈયાર કરી રહી હતી કે આપણે ત્યાં એક નાનું બાળક આવશે… આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નાની નાની બેના આવે…. અને એની આંખો ચમકી ઉઠતી અને ખુશ થઈ જતો અને વિચારમાં ખોવાઈ જતો…

એની સાથે વાતો કરતાં ઘરનું કામ પતાવીને હું આડે પડખે થઈ અને દીકરાને પણ બાજુ માં સૂવાડયો.
મેં એને ખુલ્લી આંખે છત પર તાકી રહેલો જોયો… મેં કહયું કે “સૂઈ જા બાબા…. ” પણ અશક્ય હતું… એની કલ્પના અને જિજ્ઞાસા વૃત્તિ જાગતા હતા અને એને એ સૂવા નહોતા દેતા ……
એણે પ્રશ્ન પૂછ્યો…. “ભગવાન પાસેથી આપણે નાનું બાબુ લાવીશું? ” મેં એની જિજ્ઞાસા સંતોષી…. ” હા, બેટા! ”
એને હજૂ ચિંતામાં જોઈ મેં પૂછ્યું કે ” શું થયું? “….. એનો સંવાદ આગળ ચાલ્યો…. ” ભગવાન એનાં માપનાં એક જોડી કપડાં તો ફ્રી આપશે ને? ”
એનો પ્રશ્ન મારી ઉંઘ ઉડાડી ગયો અને હાસ્યના ફૂવારા સાથે એ નાનકડાં બાળ પર માન થયું એની દૂરંદેશી માટે……અને ભાંડરડાં પર પ્રેમ માટે……. !!!! :):):)

અર્ચિતા દીપક પંડયા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", અર્ચિતા પંડ્યા, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , . Bookmark the permalink.

One Response to માઈક્રોફિક્શન વાર્તા…(51)એક જોડ ફ્રી-અર્ચિતા દીપક પંડયા

  1. P.K.Davda કહે છે:

    સરસ વિષય. સરસ રજૂઆત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s