રેડીયોલોજીસ્ટને ત્યાંથી કેન્સરથી પીડાતી એની બીમાર પત્ની કલ્પનાના બે દિવસ ઉપર જ લીધેલા એક્સ-રેના ફોટા લઇ આવીને વીરેન્દ્ર એના ફ્લેટમાં દાખલ થયો.સાંજે ડોક્ટરને બતાવવા માટે આ ફોટા લઇ જવાના હતા.
વીરેન્દ્ર એના ફ્લેટમાં આવી ફોટાનું બ્રાઉન કવર બાજુના ટેબલ ઉપર મૂકી ફેફસાંના કેન્સરથી પીડાતી પત્નીના પલંગ પાસે મુકેલી ખુરસીમાં આવીને બેઠો અને પ્રેમથી એના હાથને પંપાળી રહ્યો.
થોડીવાર પછી ઉભો થઈને એક્સ-રેના ફોટાને ફ્લેટની ખુલ્લી બારીમાંથી આવતા પ્રકાશ સામે ધરીને વીરેન્દ્ર ફોટાને એકી નજરે જોવા લાગ્યો.
શરીરથી સાવ કૃશ થઇ ગયેલી કલ્પનાને એના કેન્સર ગ્રસ્ત ફેફસાંના ફોટામાં શું બતાવે છે એ પતી વીરેન્દ્રને પૂછવાની જરા પણ ઇચ્છા ના થઇ!
એક્સ-રે ફોટાને જોઈ રહેલ વીરેન્દ્ર તરફથી કલ્પનાએ એની નજર ઉઠાવી લઈને સામેની દીવાલ ઉપર લટકતા હાર પહેરેલા એના અને વિરેન્દ્રના લગ્ન વખતના ખીલખીલાટ હસી રહેલ ફોટાને સ્થિર નજરે જોઈ રહી.
લગ્ન વખતના એ ફોટામાં એના હસતા મુખને જોતાં જોતાં કલ્પનાથી એક ઊંડો નિશ્વાસ મુકાઈ ગયો !
વિનોદ પટેલ
પતિ જ્યારે X-Ray ના ફોટા જૂએ છે ત્યારે પત્ની લગ્નના ફોટા જૂએ છે એ વિષય માઇક્રોફીક્ષન માટે યોગ્ય છે. હજી એમાં થોડી Emotional અને થોડી Dramatic Effect મૂકી શકાય. એટલે જ મેં સૂચવ્યું છે કે સ્ટોરી લખ્યા પછી એમાં બે-ત્રણ વાર Revision કરવું જોઈએ, જેથી ટુંકી વાર્તા પણ વિચાર કરતા કરી મૂકે. વિનોદભાઈ, તમે પ્રયત્ન કરશો તો ખૂબ સરસ માઈક્રોફિક્ષન આપી શકશો.
LikeLiked by 1 person
દાવડાજી આપના પ્રોત્સાહક શબ્દો માટે આભાર.
જરૂર સારી માઈક્રો. વાર્તાઓ આપવા માટે પ્રયત્ન કરતો રહીશ.
LikeLike
Pingback: ( 897 ) મારી બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ …વિનોદ પટેલ | વિનોદ વિહાર
Pingback: ( 897 ) મારી બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ …વિનોદ પટેલ | વિનોદ વિહાર