મુલાયમ સાંજ નો સમય હતો. નાની એવી અનાર જડપથી દોડી રહી હતી અને સાથે ‘કુટુંબ‘ ‘કુટુંબ‘ નું રટણ કર્યા કરતી હતી. એના મગજ માં જબરી ગડમથલ ચાલી રહી હતી. રખેને આ શબ્દ ભૂલી ના જવાઈ.
અનાર એના cousins ને ઘરે રમવા ગઈ હતી. ત્યાં કાકા–કાકી અને cousins ને વાતો કરતા સાંભળ્યા કે કુટુંબ માં સંપ હોવો બહુજ જરૂરી છે. સંપ વિના જિંદગી વેરવિખેર થઇ જાય છે. કુટુંબ એટલે શું એ અનારની મુંજવણ હતી.ઘરે પહોંચી ને અનાર પપ્પા ની પાસે દોડી ગઈ. પપ્પા એ વહાલ પૂર્વક પૂછ્યું કે અનાર બેટા શું છે, કોઈ વાત કરવી છે? અનાર ની ઉત્સુકતા ભરી આંખોમાં પપ્પા એ મોટ્ટો સવાલ જોયો. અનારે હા પાડી. એમના ખોળામાં બેસી ગઈ ને પૂછી નાખ્યું કે પપ્પા કુટુંબ એટલે શું? એક સેકંડ માટે પપ્પા પણ ચુપ થઇ ગયા, વિચારવા લાગ્યા કે કઈ રીતે અનાર ને સમજાવવું? અનાર ફક્ત સાત વર્ષ ની હતી. થોડુક વિચારી ને અનાર નો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે આ તારો હાથ છે અને એમાં પાંચ આંગળીયો છે. પાંચ આંગળીયો સાથે નો તારો હાથ કેટલો મહત્વપૂર્ણ છે. તું આનાથી તારી રોજીંદી ક્રિયાઓ કેટલી સરળતાથી કરે છે. હવે વિચાર કે આમાથી એક આંગળી ના હોઈ તો? તું તારું કામ સરળતા થી કરી શકે? ના કરી શકે. અચ્છા એ પણ જો કે દરેક આંગળીયો જુદી છે. કોઈ નાની છે તો કોઈ મોટી છે. પણ છતાંય દરેક નું મહત્વ એટલુંજ છે. કુટુંબ એટલે આ હાથ. જેમાં નાના મોટા આપણા સ્વજનો છે. દરેક સ્વજનો જો હળીમળી ને રહે તો કુટુંબ માં આનંદ અને શાંતિ પ્રસરે છે. અનાર ની આંખો માં પપ્પાએ એક ચમક જોઈ. તરત અનાર બોલી કે પપ્પા આપણું જીવન કદી પણ વેરવિખેર નહિ થાઇ ને? કારણકે તમને કુટુંબ નો અર્થ ખબર છે. નાની અનારના આ એક સવાલે એના પપ્પા સતીશભાઈ ની જિંદગી બદલી નાખી.સતીશભાઈએ પોતાના કુટુંબ ને વિખરતા સંભાળી લીધું.
અર્ચના શાહ
srs vat khi. khub lkhta rho.
LikeLike
માઈક્રોફીક્ષન માટે વિષય સરસ છે.
LikeLike