માઈકોફ્રીક્શન વાર્તા – (30)બીજાનું દર્દ આપણે શું જાણીએ…… – દર્શના નાડકર્ણી

હું અને મારી સહેલી ઘણા વખત પહેલા નક્કી કરેલ મુસાફરી માટે ટ્રેઈન માં બેઠા। તે બોલી “આ મુસાફરી ખાસ થાક ઉતારવા માટે છે, ખુબ રીલક્ષ થઈને પાછા આવશું। બીજા સ્ટશન ઉપર એક માણસ બે નાના બાળકો જોડે ચડ્યો અને અમારી સામે તેઓ બેઠા। બે બાળકો ખુબ થાકેલા નજર આવતા હતા અને ટ્રેઈન માં બેસતા જ તેઓએ એમ બીજા જોડે ઝગડા અને રડારોળ ચાલુ કરી. સાથે ડેડી ડેડી કરીને ફરિયાદ પણ ખુબ કરતા હતા પણ પેલો માણસ કઈ પણ બોલ્યા વગર બારી માંથી બહાર જોતો હતો.

મારી સહેલી ખુબ અકળાઈ ગયી અને ધીમેથી મારા કાન માં બોલી, “જે લોકોને છોકરા ઉછેરવામાં રસ ન હોય તેમણે છોકરાને જન્મ આપવાનો અધિકાર નથી, આ માણસ ને જેઈલ માં મોકલાવો જોઈએ અને આવા છોકરા હોય તો તેને પણ બે ઠોકવાની જરૂર છે. મેં કહ્યું “તારી વાત તદ્દન સાચી છે, લોકોએ પોતાના છોકરાને કાબુમાં રાખવા જોઈએ”. પેલા માણસ નું ધ્યાન મારી સહેલી ઉપર પડ્યું અને તેને સમજાયું કે તે ગુસ્સે થઇ રઈ છે. એક છોકરાને પાસે ખેચતા અને બથ માં લેતા તે બોલ્યો “મારે મારા છોકરાને સંભાળવા જોઈએને? આ તો એવું થયું છે કે અમે બે દિવસ હોસ્પીટલમાં જ હતા અને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. બે કલાક પહેલા જ તેમની મમ્મી, મારી પત્ની નું કેન્સેરની બીમારી માં મૃત્યુ થયું અને મારે તેના ફયુનરલ ની તૈયારી કરવાની છે. પણ આ છોકરાઓ અને હું અત્યારે તો ખોવાઈ ગયા છીએ”, આમ કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો।
______________________________________________________________
આ વાર્તા સ્ટીવન કવિની ચોપડીમાં લખેલ ઘટના ઉપર આધારિત છે.

દર્શના નાડકર્ણી-

https://darshanavnadkarni.wordpress.com/

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", દર્શના વારિયા નાટકરણી, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , . Bookmark the permalink.

One Response to માઈકોફ્રીક્શન વાર્તા – (30)બીજાનું દર્દ આપણે શું જાણીએ…… – દર્શના નાડકર્ણી

  1. પિંગબેક: માઈકોફ્રીક્શન વાર્તા – (35)મારો કચરો-દર્શના નાડકર્ણી | સહિયારું સર્જન – ગદ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s