માઈક્રોફિક્શન વાર્તા …(20) અંતર- ચક્ષુ -જયવંતી પટેલ


મહાદેવ અને મોહિની ને એકજ પૂત્રી.  મહાદેવ અમેરિકા આવ્યા ત્યારથી સાઉથ ઇન્ડિયન સંસ્કૃતિ અને ટ્રેડીશન માટેનો સાચો હિમાયતી.  બાલવિહાર શરૂ કરવામાં ને વર્ષો સુધી સફળતાપૂર્વક ચલાવવામાં એ બન્નેનો પૂરો સાથ.  તેમની દીકરી ભણવામાં ખૂબ હોશિયાર – એમ બી એ કરી એટર્ની બની.  સાથે ક્લાસિકલ ડાન્સિંગ પણ નાનપણથી શીખી એટલે તેમાં પણ પારંગત બની.  બન્ને માં-બાપ ખૂબજ ગર્વથી તેમની દીકરી આનીયા ને જોતાં.  આનીયા પણ જાણતી હતી કે તેનાં માં-બાપની તે આંખ ની કીકી હતી.  ઔરંગ- ગેત્રમ વખતે ઓફિસમાં કામ કરતી તેની એક સાહેલી અને બીજો એક ચાયનીઝ છોકરો જેનું નામ પોલ ચી હતું તેને પણ આમંત્રણ આપેલું.  પ્રોગ્રામ જોઈ પેલો ચાયનીઝ જુવાન એટલો પ્રસન્ન અને પ્રભાવિત હતો કે તેઓ બન્ને મિત્રો બની ગયા.  એ વાતને પાંચ વર્ષ વિતિ ગયા.


હવે આનીયાને માટે સારી સારી વાતો આવતી.  પણ આનીયાના મનમાં પેલો ચાયનીઝ છોકરો વસી ગયો હતો.  એક દિવસ પોલને સાથે લાવી તેણે તેનાં માં-બાપને જબરજસ્ત ઝટકો આપ્યો.અને કહયું, ” મારે પોલ સાથે લગ્ન કરવા છે.”  મહાદેવ અને મોહિની તો અવાચક થઇ જોઈ રહયા.  શું કહેવું એ પણ ન સૂઝયું.  પણ અંતર રડી ઊઠયું.  એમની આંખોએ એ દર્દ બરાબર પ્રદર્શિત કર્યું.  પોલને થોડું સમજાયું ખરું કે મારું અને આનીયાનું કલચર તદ્દન જુદું છે હું માંસાહારી અને આનીયા તદ્દન શાકાહારી.  માં-બાપ ખૂશ થવાને બદલે દુઃખી થયા છે પણ કઈ બોલ્યા નથી.  શું કરું?

બીજે અઠવાડિયે શનિવારને દિવસે પોલ આનીયાના ઘરે એક ચાયનીઝ સુંદર છોકરીનો હાથ પકડીને આવ્યો.  અને કહયું ,”  આનીયા –  હું આ છોકરી સાથે લગ્ન કરવાનો છું.”  આનીયા અને તેનાં માં-બાપ આશ્ચર્યથી જોઈ રહયા.  આનીયાની આંખોમાં આંસુ હતા પણ તેના માં-બાપની આંખો ઉપકારથી ભરપૂર હતી.
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", જયવંતીબેન પટેલ, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to માઈક્રોફિક્શન વાર્તા …(20) અંતર- ચક્ષુ -જયવંતી પટેલ

  1. P.K.Davda કહે છે:

    બહુ સરસ અંત. માઈક્રોફીક્ષનનું આ એક અગત્યનું અંગ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s