માઈક્રોફિક્શન વાર્તા …(15)વહાલ- નિરંજન મહેતા

 

અતિ સ્વરૂપવાન તો નહી પણ સુંદર દેહયષ્ટિ ધરાવતા માલતીબેન ભલભલા પુરુષોને એક વાર નજર નાખવા મજબૂર તો કરે જ. એમ ન હતું કે વિધવા માલતીબેન આનાથી વાકેફ ન હતા પણ પોતાની જાતને સારી રીતે સાચવવાની આવડત હતી તેમનામાં.

નાની ઉંમરના સંતાનની જવાબદારી અને ખાસ ભણેલા નહી એટલે અમુક ઘરે જઈ સવાર-સાંજ રસોઈનું કામ કરી નિર્વાહ ચલાવતા. તેમની માંગ ઘણી પણ બધે પહોંચી ન વળે એટલે ખાસ ઘરોમાં જ કામ લેતા જ્યાં કોઈ તકલીફ ન પડે.

આવું એક ઘર સુરભીબેનનું. તેઓ અને તેમના પતિ સુધાકરભાઈ બે જ જણ એટલે ખાસ કામ પણ નહી. સુધાકરભાઈને માલતીબેનનું આકર્ષણ ખરૂ પણ પત્નીની હાજરી અને ધાક આગળ લાચાર.

સુરભીબેનને કોઈ કારણસર બહારગામ જવાનું બન્યું. સુધાકરભાર્ઈને એકલા મૂકીને જવાનું મન ન હતું પણ સુધાકરભાઇએ જ જવા આગ્રહ કર્યો કારણ મનમાં તો કોઈક જુદા જ ખયાલો હતા આમ કહેવા માટે. અંતે સુરભીબેન કચવાતે મને જવા તૈયાર થયા.

તેમના ગયાના બીજા દિવસે સુધાકરભાઈના હૈયામાં પતંગિયા ફડફડતા હતા પણ જુદા જુદા વિચારો અને આબરૂને લઈને કઈ કરવાની હિમ્મત થતી ન હતી પરંતુ બીજે દિવસે વિચાર્યું કે સુરભીની ગેરહાજરી વારેવારે નહી મળે. એકવાર તક મળી છે તો ગુમાવવી બેવકૂફી છે. આવા વિચાર સાથે તે રસોડામાં ગયા. તેમને જોઇને માલતીબેને પૂછ્યું કે કાઈ જોઈએ છે?

‘ના, આ તો પાણી પીવા આવ્યો હતો.’

‘અચકાઓ છો શા માટે? જોઈએ છે કશુક અને બોલો છો કશુક. જાઓ બહાર જાઓ હું આવું છું.’

મો ખોલતા પતાસું આવી પડ્યું સમજી સુધાકર બેડરૂમમાં ગયા અને પલંગ પર તકીયાના સહારે બેસી કેટલાય સ્વપ્નો રચ્યા.

થોડીવારે માલતીબેન આવ્યા અને તેમની બાજુમાં ઉભા રહી તેમના માથે વહાલભર્યો હલકો હાથ ફેરવી બન્ને હાથે તેમના ગાલ થપથપાવ્યા અને તરત જ બહાર નીકળી ગયા.

અચાનક શું થયું તે સુધાકરને સમજતા થોડી ક્ષણો લાગી. તરત બહાર આવી માલતીબેનને કાઈ પૂછે તે પહેલા માલતીબેને ‘ એક મા પોતાના બાળકને આમ જ વહાલ કરે છે ને?’ કહી ચાલતી પકડી.

નિરંજન મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in નિરંજન મહેતા, માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

One Response to માઈક્રોફિક્શન વાર્તા …(15)વહાલ- નિરંજન મહેતા

  1. મનસુખલાલ ગાંધી, યુ,એસ,એ, says:

    સુંદર વાર્તા……..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s