માઈક્રોફિક્શન વાર્તા …(13)અચંબો અને આઘાત !લેખક- વિનોદ પટેલ, સાન ડીએગો

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.એમનો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કંપની માં જોબ મેળવી,ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસ માટે સ્વદેશ આવવાનો હતો.

યુવાન દિકરાના લગ્ન માટે માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.નાતની બે ત્રણ સારી દેખાવડી  સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું.

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ વહુ-દિકરા સાથે ત્યાં સેટલ થઇ જાય.

સવારે વહેલાં ઉઠીને તેઓ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં. ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સાથે ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા હની, મીટ  માય પેરન્ટસ “

–વિનોદ પટેલ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", માઇક્રોફિક્શન વાર્તા, વિનોદ આર પટેલ and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to માઈક્રોફિક્શન વાર્તા …(13)અચંબો અને આઘાત !લેખક- વિનોદ પટેલ, સાન ડીએગો

  1. P.K.Davda says:

    બહુ સરસ. સાંપ્રત સમયની સામાજીક સમસ્યાનું માઈક્રો નિરીક્ષણ.

    Like

  2. Pingback: ( 878 ) માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?… મારી એક માઈક્રોફિક્શન વાર્તા -“અચંબો અને આઘાત” | વિનોદ વ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s