માઈફ્રોફીક્ષન વાર્તા-(9)”સ્વાદ ”-રોહીત કાપડિયા

સાત વર્ષ પછી વિજય અમેરિકાથી એનાં વતન આવી રહ્યો હતો. એને ખાતરી હતી કે રાતનાં બે વાગે ઘરે પહોંચીશ તો યે મમ્મી એની ભાવતી પૂરણપોળી ખવડાવીને જ રહેશે. ઘરે પહોંચીને જમવામાં ગરમ પૂરણપોળી આવતાં જ એ મનોમન હસી પડ્યો. મમ્મીએ પ્રેમથી પૂરણપોળીનો ટુકડો એનાં મોઢામાં મૂકતાં એની આંખ આંસુથી છલકાઈ ગઈ. વર્ષો પછી એ જ સ્વાદ એ જ મીઠાશનો અનુભવ કરતાં એણે પણ પૂરણપોળીનો એક ટુકડો કરીને મમ્મીને ખવડાવવા હાથ લંબાવ્યો. પણ મમ્મીએ તો મોં પર હાથ મૂકી દીધો. ઘણું કીધું તો યે એ ખાવા તૈયાર નહીં થઈ. ત્યાં જ પપ્પાએ આવીને કહ્યું “બેટા, એ નહીં ખાય. તું ગયો તે દિવસથી એણે તારી જિંદગી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં બધી જ મીઠાઈઓનો ત્યાગ કર્યો છે. “એ સાંભળતા જ વિજયને ભાવતી મીઠી પૂરણપોળીનો સ્વાદ અચાનક જ બેસ્વાદ થઈ ગયો.
                                                                                   રોહીત કાપડિયા
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to માઈફ્રોફીક્ષન વાર્તા-(9)”સ્વાદ ”-રોહીત કાપડિયા

  1. P.K.Davda says:

    હ્રદયસ્પર્સી. ચોટદાર. બહુ સરસ.

    Like

  2. હ્રદયસ્પર્સી. ચોટદાર. બહુ સરસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s