ભારતી બહેને બસમાં સૌને હસતા જોયા એટલે ચંપલની વાત કહેવાની શરુ કરી.
લગ્ન થયા પછી શરુઆતમાં સાસરે હેરાનગતિ તો થતી હતી..સાસરવાસો બતાવવાનો રિવાજ એટલે જાન ઘરે પહોંચે અને ઘર આખુ ભેગુ થઇને વહુ પિયરથી શું લાવી તે જોવાનો રિવાજ.. આમતો પાઠક (બ્રહ્મણમાં) આનું કંઇ મહતવ નહીં કારણ કે કંકુ અને કન્યા નો રિવાજ.. પણ મારા પપ્પાએ ઘણું કર્યુ હતું ૩૧ જોડ લુગડા દાગીના, ચંપલની બે જોડી સેંથીનાં સિંદુર સિવાય બધા જ સૌદર્ય પ્રસાધનો..થાળી વાટકાની ડઝન જોડ અને સાસરીમાં પહેલાવર્ષે કશું માંગવું ન પડે તેવું બધું જ હતું..
બે ચંપલની જોડી જોઇ પેલી જેઠાણી જે મને હેરાન કરવામાં નિષ્ફળ નીવડી હતી તેણે જોયું કે ચંપલ તો સરસ હતી અને કેરીની ડીઝાઇન સાથે સોનેરી જરી કામ શોભતું હતું એ બીજું તીર હતું
બાજુનાંઘરમાં આખુ કુટૂંબ બેઠુ હતુ અને સુહાગ શૃંગાર ઉતારી સહજ કપડે બાજુનાં ઘરમાં જવાનું હતુ.. ત્યાં તેડુ હતુ અને ભરત ઉતાવળ કરતો હતો
ચંપલ પહેરીને જ્યાં ચાલવા ગઈ ત્યાં હું ડાકી પડી..ગબડતી રહી ગઈ.. પણ ખોડંગાતી પહોંચી તો ગઈ પછી સમજણ પડી ગઈ હતી કે ચંપલમાં રમત થઇ હતી.. એક ઉંચી એડીની હતી અને બીજી સામાન્ય એડીની..
ખોડંગાવાનું અટકીને હળવે થી દસ ડગલા ચાલી ગઈ…ભરત તરત મદદે આવ્યા પાછળથી સામાન્ય એડીની ચંપલ લઇ આવ્યા…
જેઠાણી ત્યારે બોલ્યા “ભરતભાઇ બહુ માથે ના ચઢાવો.”
ભરત ને વહાલ્થી જોતા હું બોલી ” પણ હું માથે નહીં ચઢુ હં કે”