
શબ્દો ના રંગો થી ‘ બેઠક ‘ માં ચાલો રમીએ હોળી
ગીત ,ગઝલ અને કવિતા ની જમીએ પુરણપોળી ચાલો રમીએ હોળી
શીખ ,શીખ્યો ,કે શીખવનાર અહીં ફેલાવે છે ઝોળી
આ દેશ માં ,શીખતા સર્જક ને શોધે પ્રજ્ઞા ભોળી ચાલો રમીએ હોળી
શબ્દો ઉગે ભાષા પ્રેમ થી ,કલ્પના ઓને ફંફોળી
શણગારવા ભાષા અમે ,ભાવ આહુતિ ને ઢંઢોળી ચાલો રમીએ હોળી
પરદેશ માં માતૃભાષા ના બચપણ ની આ રંગોળી
યુવાનીદેતી ભાષા અમને ,શબ્દો ને ખોળી ખોળી ચાલો રમીએ હોળી
પૂજન કરવા માતૃભાષા નું ,અમે કલમ ઝબકોળી
“બેઠક ” છે “ડે કેર “સર્જકો નું ને આ વિદ્યાધરો ની ટોળી ચાલો રમીએ હોળી
ઓમ માં ઓમ
હેમંત ઉપાધ્યાય
બેઠક ” છે “ડે કેર “સર્જકોનું …સરસ કલ્પના અને યોગ્ય સરખામણી !
LikeLike
સરસ કલ્પના છે.
LikeLike
વાહ હેમંતભાઈ, બહુ સરસ લખ્યું છે.
LikeLike