બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(9)નાખુદા -સોહમ શાહ

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

નાખુદા

ગીરા આમ તો સાવ સીધી પણ જવાની સોળમે વર્ષે આવે એટલે મારું પણ કોઇ હોય..જે મને ગમે અને હું  તેને ગમું વાળા રંગીન સ્વપ્નાઓ મનને ઘેરવા માંડે અને ટી વી આમેય ૧૬માં વર્ષને મહોબત પ્રેમથી સજાવવા માંડે…તેમાં એશાનો ભાઇ સુરેન સાથે વાતો કરવી ગમે… એને લાગતું કે સુરેન બે વર્ષે મોટો છે ગમતીલો છે અને જૈન સેંટરમાં અને “જયના”નાં આયોજનમાં એશા સાથે હતી ત્યારે ધીમે ધીમે લાગ્યું કે સુરેન બહેન ની બહેન પણી એટલે અંતર રાખે છે પણ ક્યારેક ચોરી ચોરી તેને જરા જુદી નજરે જોઇ લે છે ખરો…

આ ચોરી ચોરી જોવાનું અને નિર્દોષ મજાકો ક્યારે ગંભિર બની તે તો ગીરાને ખબર નહોંતી પણ..કોલેજનાં ત્રીજા વર્ષે જ્યારે વીસમું બેસવાનું હતું ત્યારે એશાએ કહ્યું “ અલી મારી ભાભી બનીશ?”

એકદમ હક્કા બક્કા થતા થતા તે બોલી “ સુરેન?”

એશા કહે “હા. તેને તું ગમે છે.. જો તું હા કહે તો અમે માંગુ નાખવા આવીએ…”

શરમ થી પાણી થતા થતા ગીરાએ પુછ્યું” અલી મજાક તો નથી કરતીને?”

“ નારે ના.. એતો તારા માટે કુંણો ભાવ રાખે છે એટલું જ નહીં હવે ગ્રેજ્યુએટ થઇ ગયો એટલે એના માટે માંગા આવે છે.. ગઈ કાલે જ મને કહ્યું-“ગીરાને પુછી જો.. તે હા કહે તો બધું જુગતે છે…”

એશા કહે “નેકી ઔર પૂછ પુછ… પણ હા પપ્પા મમ્મી ની સંમતિ લેવી જરૂરી છે.”

સુરેને પાછળથી ટહુકો કર્યો..” કોઇ કારણ સર તે ના કહે તો?”

પાણી પાણી થઇ જતી ગીરા બોલી..” ના કહેવાનું કોઇ કારણ જ ના હોય પછી ના કેમ કહે?”

સ્મિત બેવડાયા..વડીલોને જાણ કરી  અને ભારતથી દાદાજી આવે ત્યારે વિધિવત ચાંદલા કરીશું કહી બે મહીના પછી ની વાત નક્કી થઇ

સુરેન સાથે ફોન ઉપર વાતો થતી રહી ..વીક એંડમાં મળવાનો શિરસ્તો શરુ થયો …

એક દિવસ ગિરાની તબિયત બગડી..તેને ઉલટી થતી હતી..ખાવામાં કશું આવ્યું હશે કહીને ઘર ગથ્થુ દવાઓ કરી પણ પપ્પા ફેમીલી ડોક્ટર ને બતાવવાનો આગ્રહ રાખતા મમ્મી સાથે ડૉ જેમ્સ વર્ટ્ને ત્યાં લઇ ગયા.. લેબૉરેટરી ટેસ્ટીંગ ને અંતે ડૉક્ટર કહે “ વિવાહ થયા પછી અહીં તો છોકરાઓ છુટ લેતા હોય છે.. તેવું કંઇ થયુ છે?”

ગીરા કહે “ નો વે…”

ડૉ જેમ્સ કહે “એક ટેસ્ટ્નું પરિણામ પોઝીટીવ છે”

ગીરા અને મમ્મી બંને ચોંકી ગયા…

” કંઇક ભુલ થતી લાગે છે કોઇ બીજાનો લેબ રીપોર્ટ નથીને?”ગીરા બહું જ દ્રઢતા થી બોલી

ચાલો આપણે ટેસ્ટ કાલે અહી ફરી થી કરીયે.. સવારનું યુરીન સેંપલ લાવજો અને તમારી નજર સામે દુધનું દુધ અને પાણી નું પાણી થઇ જશે..

આખી રાત મમ્મી ચિંતા કરતી રહી..

“તારો ક્યાંકા આડો અવળો પગ નથી પડી ગયોને?.. આ વાત બહાર આવે તો વેવાઇ વરતમાં કેટલી વગોમણી થાય? સાચુ બોલ બેટા ક્યાંક ઘેનમાં નાખીને કોઇકે બળાત્કાર નથી કર્યોને?”

ગીરા કહે “મમ્મી કંઇ એવું થયુ હોય તો તને કહ્યા વિના રહું? અને તે અમને એવા સંસ્કાર આપ્યા જ નથી.. મારો વિશ્વાસ કર..મને પણ નવાઇ લાગે છે આવું થાય જ કેવી રીતે?”

પપ્પા બંને ને સાંભળતા પણ મર્યાદાનાં બંધનો સમજીને ચુપ રહેતા અને નિઃસાસો નાખતા.. આ અમેરિકા છે..શું નહી થાય તેની નવાઇ નહીં.. ડોલરીયા દેશમાં ડૉલર કમવા સારા લાગે પણ આવું પતન જીવતે જીવ મારી નાખે…

બીજે દિવસે સવારે ડોક્ટર જેમ્સને ત્યાં સેમ્પલ આપતી વખતે ગીરા તો દ્રઢ હતી..પણ મમ્મી સખત પ્રેસરમાં હતી.. પપ્પા પણ ત્યાં જ હતા.. ડોક્ટરે પ્રેગ્નન્સી કીટ નજર સામે ખોલી અને કહ્યું આ સ્ટ્રીપ સેમ્પલમાં ડુબાડીશ અને રંગ બદલાય તો ટેસ્ટ પોઝીટીવ,, અને ના બદલાય તો નેગેટીવ.

બે જ મીનીટમાં ટેસ્ટ સ્ટ્રીપ્ટ રંગીન થઇ ગઈ.

મમ્મી અવિશ્વાસની નજરે જોતી જોતી રડતી હતી.. પપ્પા કહે “બેટા આ શું થયું?”

ગીરા કહે “ પપ્પા આ મારે માટે પણ નાનો ધક્કો નથી…”

ડોક્ટર જેમ્સ થોડીક સહાનુભૂતિ સાથે કહે “ ગીરા તમે હમણા ગાયનેકને ત્યાં ગયા હતા?”

“ હા મને માસિક દર્દજનક આવતુ હતુ તેથી ડો સ્ટેસીને ત્યાં ગયા હતા”

“તેમણે ત્યારે શું કર્યુ હતુ?”

ઓપરેશન થીયેટર ઉપર નાનું નસ્તર મુકી મારો માર્ગ પહોળો કર્યો હતો.”

ડો જેમ્સે ફોન કરીને સ્ટ્રેસી સાથે વાત કરી…ત્યારે સામેનો છેડો માફી માંગતો હતો.. ડો જેમ્સ બોલ્યા તમે હમણા ને હમણા આવો નહીતર મોટૉ માલ પ્રેક્ટીસ નો કેસ થઇ જશે.

સ્ટ્રેસી આવી અને ટૂક સમયમાં રફાએલ અને ક્લેરા પણ આવ્યા.

રફાએલ મોટા ફૂડ ચેન્લનો માલેતુજાર આસામી હતો

ગીરા ક્લેરાને તરત ઓળખી ગઈ… તે પણ તેની સાથેનાં અન્ય ટેબલ ઉપર હતી.

સ્ટ્રેસી બહુ જ ધીમા અવાજે બોલી…

“ માફ કરજો રફાએલ કેન્સરનાં છેલ્લા તબક્કામાં છે અને તેમની પત્ની ક્લેરાને કૃત્રીમ ગર્ભાધાન કરાવવાનું હતું…રેડીએશન પહેલાનું આ એક જ સેમ્પલ હતું અને ભુલથી ક્લેરાને બદલે ગીરા ને અપાઇ ગયું.”

“શું?” ગીરા ડૉ જેમ્સ અને પપ્પા મમ્મી એક સાથે બોલી ઉઠ્યા.

ક્લેરા બે હાથ જોડીને પગે પડી ગઈ.. “પ્લીઝ બાળકને મારી ના નાખતા..રફીઅલનો વંશ આગળ ચાલે તેવી આ છેલ્લી આશા છે.”

રફીઅલે પણ દયા ભરી આંખે કહ્યું.. “ આ મારું ભવિષ્ય છે..પ્લીઝ તમે એને જન્મ આપીને મને આપી દેજો હું એને બહૂં જતનથી ઉછેરીશ..”

ડૉ જેમ્સ ખુબ જ ગુસ્સે હતા.. “સ્ટ્રેસી તને ખબર છે આ ભુલની સજા ગીરાને ભોગવવી પડશે? તેના લગ્ન થવાના છે.. તેનું આખું જીવન દાવ પર લાગી ગયુ છે?”

સ્ટ્રેસી બોલી “ મને ખબર પડી ત્યારે પ્રાર્થના કરતી હતી કે ગર્ભાધાન ના થાય.. અને આમેય આવા કિસ્સમાં સ્ફળતાનો દર  ચારે એકનો જ હોય.. પણ હવે થઇ ગયુ છે.  હું બધીજ સારવાર મારે ખર્ચે કરીશ પણ માનવતાનું કંઇક કામ કરો…”

“ ઓહ ડોક્ટર હું તમારા ઉપર દાવો કરીશ.”..ડો જેમ્સ કડક થતા હતા.

રફીયલ અને ક્લેરા ઇચ્છતા હતા કે ગીરા બાળકને જન્મ આપે…

પપ્પા મમ્મી ગીરાની સુખાકારી ઇચ્છતા હતા..પણ ગીરાની નજર  રફાએલ અને ક્લેરા ઉપરથી હટતી નહોંતી.

જૈન ધર્મનું જ્ઞાન તેને ભૃણ હત્યા કરવા દેવાનું નહોંતું અને આખી જિંદગી તે સંતાનને તે કેવીરીતે વહાલ કરશે? એ ગીરાનું સંતાન હતું પણ સુરેન નું સંતાન થોડું હતું? મન દ્વીધાઓથી ઘેરાઇ ગયુ હતું…

ડૉ જેમ્સ તો સ્ટ્રેસીની ઉપર સ્યુ કરવાથી આગળ કંઇ વિચારી શકતા જ નહોંતા…

રફાએલ કહે “આપને જોઇશે તેટલા પૈસા આપીશ પણ બાળક ને જીવવાદો….”

ગીરા નું મન કહેતું જન્મ આપી દીધા પછી શું? રફાએલ તો નહીં હોય. ક્લેરા તેનાં સંતાનને ના જાળવે તો? તેનું ભવિષ્ય શું? મારું ભવિષ્ય શું? મને કોણ અપનાવે? બાળક સાથે મારો નિભાવ કેવી રીતે થાય?

અસંખ્ય પ્રશ્નાર્થ ચિન્હો ગીરાને ઘેરી વળ્યા હતા…

“ ડૉ જેમ્સને ગુસ્સે થયેલા જોઇને પપ્પા પણ ગુસ્સે થતા જતા હતા.. મમ્મી તો આગળ ખાઇ અને પાછળ કૂવા જેવી પરિસ્થિતિમાં વેદનાથી બેવડ થઈ ગઈ હતી..

રફાએલ અને ક્લેરા નો નંબર લઇને જબર જસ્ત ગુંચવણમાં ગુંચવાયેલા મા બાપ અને દીકરી ઘરે આવ્યા…

રફાએલ અને ક્લેરાનાં દયામણાં ચહેરા અને કાકલૂદીઓ કરતા પણ પંચેન્દ્રીય જીવની હત્યા? તે ધ્રુજી જતી હતી…અને તેની આગળની જિંદગી વિશે કલ્પના કરી શકતી નહોંતી…આવનાર સંતાન તેને મા બનાવવાનું હતું તેનું પોતાનું લોહી..તેની હત્યા? સામાજીક દ્રષ્ટિ, અને ધાર્મિક દ્રષ્ટિ એ ભૃણ હત્યા પાપ છે પણ વહેવારિક રીતે શું સુરેન ને આ આભડાયેલા શરીરે હું શું સુખ આપી શકું?

મનનાં તરંગો અને તણાવો આખા ઘરમાં દાવાનળની જેમ સળગતા હતા ત્યારે મૂની મહારાજ નાં શબ્દો તેને યાદ આવ્યા..” બનવા કાળ બધું બનતું જ હોય છે.. ક્યારેય કર્તા ના બનવું… જે આજે કરવું પડે તેનો જ વિચાર કરવો.. તમારી આવતી કાલની ચિંતા કરી આજે લેવવા યોગ્ય નિર્ણયો કાલ ઉપર નહીં ઠેલવા… શક્ય છે આજ જે ઘટી રહ્યું છે તે કાલની ઉજળી તક પણ હોય..”

ઘડીયાળમાં બારનાં ટકોરા પડ્યા અને તેણે મમ્મીને કહ્યું “મમ્મી! મારે મારા સંતાન ને જીવવા દેવું છે..”

“પણ બેટા વિવાહ નું શું? તે લોકો તને ના સ્વિકારે તો?”

“મમ્મી! એ જોખમ તો લેવું જ પડશે..સુરેનને સત્ય કહી નિર્ણય તેને લેવાનું કહીશ પણ મને મારું સંતાન મારવું નથી.. હું મા છું ડાકણ નથી…”

“ જો બેટા તારી પાસેથી આજ અપેક્ષા હતી..ધર્મ અને સંસ્કાર એ ખાલી પોથીમાંનાં રીગણા નથી.. કસોટી ના સમયે તે માર્ગદર્શન આપે છે…

“સુરેન સાથે વાત કરું?”

“પહેલાં પપ્પાને કહે અને પછી રફાએલને જણાવ…”

ના પહેલા સુરેનને કહીશ.. તેની પણ આ એક કસોટી છે તે મારા અંદરનાં અવાજને માન આપે છે કે ખાલી તકલાદી ચણો છે..તે પણ ખબર પડેને?

“બેટા વાત તો તારી સાચી છે પણ સાથે સાથે એક વાત એ પણ છે કે ઝેરનાં પારખા ના હોય”

જુઓ અહિંસાનો નિયમ મારી જેમ તે પણ શીખ્યો છે.. પુરી વાત સમજ્યા પછી જે જવાબ આવે તે..કહેતા કહેતા તેણે સુરેન ને ફોન જોડ્યો..”

“ સુરુ?”

“ ગીરા.. અત્યારે? “

“ હા એક વાત પુછુ?”

“ હા.. પુછને..” ગીરા કલ્પના કરતી હતી તે પ્રમાણે નો ઊંઘરેટો  જવાબ હતો.

પપ્પા અને મમ્મી ઉંચા શ્વાસે વાત સાંભળી રહ્યા હતા…

“ હું ખાડામાં પડી ગઈ હોય તો તું મને કાઢે કે ખાડામાં પડી રહેવા દે?”

“ રાતનાં સાડા બાર વાગે આ કેવો પ્રશ્ન છે ગીરા? તરત જ કાઢું..”

“હવે ખાડામાં હું મારા વાંકે ના પડી હોય બીજાનાં વાંકે પડી હોઉં તો?

“ તો પણ ગીરા તને ખાડામાં તો ના જ પડી રહેવા દઉં”

“ હવે જે પ્રશ્ન માટે આટલો મોડો જગાડ્યો તે પ્રશ્ન પુછુ છું.. તું સગર્ભા ગીરાને જીવન સાથી તરીકે સ્વિકારે?”

એક ક્ષણ નાં વિલંબ વીના સુરેન બોલ્યો.. “ મેં તને બચપણ થી ચાહી છે..તારા સુખમાં અને દુઃખમાં હું હરદમ સાથે છું…

પપ્પા મમ્મી અને ગીરાને જાણે ઝંઝાવાતમાં  ખરાબે ચઢેલી નાવને નાખૂદા મળ્યા નો અહેસાસ થયો..

પછીની વાતો તો જાણે ઘણી લાંબી છે પણ યુગલને એકાંત આપવા વડીલો તેમના રૂમ માં ગયા…

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , , , , , . Bookmark the permalink.

9 Responses to બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(9)નાખુદા -સોહમ શાહ

 1. NAREN says:

  ખુબ સુંદર વાર્તા , સત્ય અને નિષ્ઠા ની હંમેશા વિજય થાય છે

  Like

 2. Pragnaji says:

  ખુબ સુંદર પ્રયાસ. વાંચકનું વિચારવાનું શરુ થાય છે…સરસ વળાંકની વાચકને ઈંતેજારી…..

  Like

 3. rohitkapadia says:

  સાચા પ્રેમનો તાજમહેલ વિશ્વાસની બુનિયાદ પર જ રચાતો હોય છે. સરસ વાર્તા.

  Like

 4. Vimala Gohil says:

  બહૂ સરસ વાર્તા.પ્રસંગોની સહજ ગુંથણી .સુરેનના પાત્ર દ્વારા
  જીવન નૈયાના ખરા નાખુદાને દર્શવ્યો છે . સુખદ વાર્તા અંતને જમા પાસું કહેવું પડે.

  Like

 5. nilam doshi says:

  ખૂબ સુંદર વાર્તા..પણ વિષયને અનુરૂપ નથી .કિશોર વયના બાળકો માટેની આ વાર્તા ન કહી શકાય. સ્પર્ધામાં વિષયનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી ગણાય.

  Like

 6. Pingback: રાજુલનું મનોજગત

 7. mdgandhi21 says:

  બહુ સરસ વાર્તા.પ્રસંગોની સહજ ગુંથણી .
  સુખદ વાર્તા…….. અંતને જમા પાસું કહેવું પડે.
  આજનો બાળક બધું વાંચે છે, ટીવી-ફીલમ જુએ છે, બધું સમજે છે, આજના અંગ્રેજી ભણતાં બાળકોને તો આવી વાર્તાઓનું અંગ્રેજી કરીને ખાસ વંઅવવું જોઇએ અને અમેરીકામાં તો હવેના બધા બાળકો “બધુ” સમજે છે, બહુ છોછ રાખતાં નથી અને બહુ બધું Let go કરે છે. અને આમાં સેક્સનો ક્યાંય શબ્દ પણ આવ્યો નથી………………

  Like

 8. Pingback: “વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા” 2016 ના પરિણામ-જયશ્રીબેન મર્ચન્ટ | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s