વિશ્વ માતૃભાષા દિવસ-“છતે મા,પારકી મા સારી લાગે ખરી ?”

IMG_0395

-આભાર -માતૃભાષાના પ્રચારક અને પ્રકાશક :ચિંતન, શેઠ ​છબી અશ્વિનકુમાર

સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય.

-ગોવિંદ કાકા ​-

મિત્રો  

 એક સરસ અવસર આવી રહ્યો છે. આપણી માતૃભાષાને વધાવવાનો,  માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..

૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું. 
ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે? જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું, મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.આ ભાવ આંખ અને, દિલ​ જે ​અનુભ​વે છે ત્યારે તેની ​અસર ચિરકાળ ​રહે છે. કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે .પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય

“છતે મા,પારકી મા સારી લાગે ખરી  ?”, 

“બેઠક”ના દેરક કાર્યક્રમમાં આપ સર્વેની હાજરી  સાક્ષી પૂરે છે કે આપ માતૃભાષાને ચાહો છો ..ભાઈ આપણાં બ્લોગ અને બેઠકનો હેતુ પણ  આપણી માતૃભાષા જ છે .”બેઠક”નો ધ્યેય છે માતૃભાષામાં અભિવ્યક્તિ: વાંચન,વાણી લેખન કૌશલ્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ. માતૃભાષા દ્વારા,‘વાંચે ગુજરાત’ માણે ગુજરાત ,અનુભવે ગુજરાત,પામે ગુજરાત  આ અભિયાન આપણા સૌનો  છે..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ,  પરંતુ તેને હવે થોડું વહાલ પણ  કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. …“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)-

Bethak”Gujarati literary group and Javanika Entertainment. celebrate International Mother Language Day

At India Community center 

Event Date: 

Sunday, February 21, 2016 – 11:00am
Event Location: 
India Community Center, 525 Los Coches Street, Milpitas

 

2 thoughts on “વિશ્વ માતૃભાષા દિવસ-“છતે મા,પારકી મા સારી લાગે ખરી ?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.