અનુભૂતિ-પ્રજ્ઞા દાદભાવાળા

તમે  મારી સાથે,મારી પાસે છો.

તમારો પાસે હોવાનો અર્થ ઘણો ઘણો છે.

કારણ તમે પાસે હોવ  છો,ત્યારે

મારા “હું” માં તમે  જ હોવ છો.

તમે  મારા માટે જ બોલો છો..

અને હું ભરવાડન બની

“મુરારી લ્યો” કહી તમને  વેચું છું.

મીરાની જેમ તમારું સ્મરણ માત્ર

આરતી અને પૂજા બની જાય છે.

 અને હું મીરાનું પાગલપણું ઘૂટું છું.

તમે  ક્યારેક મારામાં નરસિંહ બની આવો  છો

નરસિંહના દરેક પદમાં ,

શબ્દોમાં તમે  ઉતરી આવો છો,

તમારું નામ મારા માટે વેદ અને ઉપનિષદ બને છે.

તમે  મને ક્યારેક અર્જુન ની જેમ પડકારો  છો.

અને હું તમને સારથી તરીકે સ્વીકારું છું.

ખરેખર તો તમારો સ્વીકાર જ મારું બળ છે.

હવે તમે  બધે દેખાવ છે અને હું બધે બધામાં,

બસ તમને  યાદ કરું છું,અને મંજીરા વાગે છે.

તમે  મને હાથ પકડીને લખાવો  છો,

અને હું જાણે કબીર બનું છું.

મૌનને શબ્દની કુંપણ ફૂટે છે.

 અને તમારા જ શબ્દો વસંત બની મ્હોરી ઉઠે છે.

પ્રકૃતિ વિશાળતાનો પરિચય આપે છે.

વસંત મને તમને  પ્રેમ કરવાનો અધિકાર આપે છે.

અને હું તમને “તું” કહી બોલવું છું.

ત્યારે “તું” ક્યાંય દુર નથી,

 મારામાં મારી પાસે છો.

અને ભ્રમણા તૂટે છે.

 રોમ રોમ માં અજવાળું પ્રગટાવે છે.

અને આપણા વચ્ચેનું અંતર,

આપો આપ ઓગળી જાય છે.

આવરણ વગર ની અનુભૂતિ થાય છે.

અને આત્મા એજ પરમાત્મા.

એવો અહેસાસ થતા મન બોલે છે,

અહો શિવોહમ્‍! અહો શિવોહમ્‍!અહમ્‍ બ્રહ્માસ્મિ!

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચેતન્ય સ્વરૂપનો પર્ણ પણે સ્વીકાર, પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to અનુભૂતિ-પ્રજ્ઞા દાદભાવાળા

 1. Fulvati says:

  like

  Like

 2. tarulata says:

  tmari kvita khub gmi.

  Like

 3. કાવ્ય સુંદર ભાવવાહી બન્યું છે. ધન્યવાદ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s