બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(3) સ્વીટ સિક્સટીન

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

સ્વીટ સિક્સટીન

ઘડિયાળ માં ૧૨ ના ટકોરા ચાલુ થયા એટલે બધા ભેગા થઇને હળવે પગલે યશની રૂમમાં દાખલ થયા . દરેક ના હાથમાં ગીફ્ટ પેક હતાં. દાદા-દાદી , નાના-નાની , મામા-મામી, કાકા-કાકી, નાનો ભાઈ-શુભ , અરે ઘરની કામવાળી છોકરી, લેખા પણ હાથમાં ગીફ્ટ સાથે હાજર રહી હતી! અને કેમ ન હોય! આજે રાત્રે બરોબર ૧૨ ને ૧૦ મીનીટે યશને સોળમું વર્ષ બેસતું હતું, “સ્વીટ- સિક્ષટીન ” !!!
યશ નિરાંતે ઊંઘતો હતો, બધા મિત્રો સાથે વોટ્સ એપ પર અને ફેસબુક પર વાતો કરીને મોડો સૂતેલો, અને સુતા પહેલાં વિચારેલું , -આ વખતે ૧૬મુ વર્ષ બેસે છે, એટલે દર વર્ષની જેમ ચોકલેટો વહેંચીને સારું નહિ લાગે . પપ્પાને કહીશ, આ વખતે મારા ફ્રેન્ડઝને પાર્ટી આપવા દો. કદાચ પપ્પા જલ્દી નહિ માને, હું મોમને અને દાદીને વાત કરીશ , જો એ બે જણ માની જાય તો પછી પપ્પા નું કશું નહિ ચાલે ! આમ મીઠડા સોળમાં વર્ષના પ્રવેશના મધુરાં સ્વપ્ન માણી રહેલ, યશ એટલો સોહામણો લાગતો હતો કે, -કયારે ૧૨ ને ૧૦ થાય અને યશને “હેપી બર્થ ડે ” નું ગીત ગાઈને ઉઠાડીએ- એવી મનોદશામાં આવેલ સૌ જાણે ઈચ્છી રહ્યાં કે , હજી વધુ સમય સુધી આ સુંદર, રૂપાળા અને નિર્દોષ યશ ને નિહાળતા જ રહીએ !
૧૨ને ૧૦ થતા ની સાથે જ રૂમ માં બધી લાઈટો ચાલુ કરી બધા એક સાથે બોલ્યા: – ” હેપી બર્થ ડે ટુ યું (૨ ) હેપી બર્થ ડે ડીયર યશ …………”
યશ : -( આંખો ચોળતો બેઠો થઈને )” લાઇટ કોણે કરી ?” પણ વાક્ય પૂરું કરતાં જ તે બધા ને જોઇને પહેલાં અચંબા માં પડ્યો અને પછી હરખાઈ ગયો . ઉભો થઇ ને સૌથી પહેલાં દાદા-દાદી અને નાના-નાની ને પગે લાગ્યો પછી મોમ-પપ્પાને પગે લાગી ને કહે થેંક યુ દાદા -દાદી , નાના-નાની , મોમ ડેડ , અરે! કાકા-કાકી , મામા-મામી તમે પણ ! થેંક યું સો મચ ! શુભ તું પણ ના ઊંઘ્યો ?અને લેખા, તું આજે રોકાઈ ગઈ મને વિશ કરવા ! થેંક યું સો મચ!”
શુભ : – ” ભાઈ ખાલી વિશ નહિ , બધાની ગીફ્ટ પણ લઇ લે એટલે ઊંઘીએ. ”
બધાની ગીફ્ટ લેતી વખતે ફરી બધા વડીલો ને પગે લાગ્યો, શુભને વ્હાલ થી ભેટ્યો ,અને લેખાનો ફરી આભાર માન્યો .યશ ગીફ્ટ ખોલી ને જોતો રહ્યો ત્યાં સુધી બધા વાતો કરતાં ઉભા પછી પોતપોતાની રૂમ માં ગયાં .
યશના પપ્પા સુદેશભાઇ ને યાદ આવ્યું , -મને સોળમું બેઠું તે દિવસે મારા પિતાએ મને કહેલું : – “હવે સોળ નો થયો એટલે તું મારા મિત્ર જેવો ગણાય એટલે તારે તારી બધી વાતો મારી સાથે કરવી અને તકલીફ પણ કહેવી , સમજ્યો ?” તો વળી મમ્મીએ મને ભાવતી પુરણપોળી બનાવેલી ! બસ આજ ઉજવણી ! એ વખતે તો બધાને ત્યાં આવી ઉજવણી પણ નહોતો થતી . બીજા રૂમ માં દાદા , દાદી ને કહેતા હતા ,: – ” મને તો ક્યારે સોળમું વર્ષ બેઠું તેની ખબર પણ નહોતી બોલ ” જયારે મારા યશ માટે તો સાંજે સરપ્રાઈઝ પાર્ટી પણ રાખી છે , આજના છોકરાઓ માળા છે નસીબદાર નહિ ?”
સાંજે પપ્પાએ કહ્યું: – ” આજે આપણે બહાર જમવા જઈએ યશ, શુભની ઈચ્છા છે કે તને ટ્રીટ આપીએ , અને જો બેટા, તું સોળ વર્ષનો થયો એટલે આપણે બંને મિત્રો બન્યા, હવે આપણે એકબીજાને આપણી ખુશી અને ગમ બધું જ શેર કરી શકીએ. યશ રાજી ના રેડ થઇ ગયો. બધા તૈયાર થઇ ને ગયા “સેલડ ઇટરી” માં ને પહોચ્યા તો યશ ના આશ્ચર્ય વચ્ચે તેના બધાજ મિત્રોએ “હેપી બર્થ ડે ” થી આખી રેસ્ટોરાં ગજવી મૂકી.યશ બધાની ગીફ્ટ સ્વીકારી આભાર માનતો રહ્યો . તેના મિત્રો માં એક થોડો મોટો હોય તેવો લાગતો હતો તેણે દાઢી-મુછ રાખેલા હતાં તે જોઈ ને નાનો શુભ કહે : – ” સ્મિત તું તો મુસલમાન જેવો લાગે છે! ”
યશ:- ” તું કેમ લાસ્ટ વિક માં નહોતો આવતો, માંદો તો નથી ને ?”
સ્મિત :- ” ના ના એમજ .”
બધાએ પાર્ટી ની મઝા માણી , કેક પણ કાપીને વાતો કરતાં છુટા પડ્યા . એ દિવસે કાર માં પાછા જતાં ,યશ કહે ,: – ” પપ્પા આ સ્મિત હમણાથી ક્લાસ માં બેઠો હોય ને કોઈનો મેસેજ આવે એટલે સીધો ઉઠી ને ચાલવા જ માંડે એવું કેમ હશે ? હવે તો મારા થી બધી વાત તમને થાયને હું સોળ નો થયો ”
મમ્મી : – ” તું એનેજ પૂછજે ને .”
પછી જયારે, એક દિવસ રીસેસમાં, યશે ધીમેથી સ્મિત ને પૂછી જ લીધું . તો સ્મિત કહે,-” કોલેજ માં ભણતા એક બે મિત્રો છે મારા, તે મને મેસેજ કરીને બોલાવે છે .”
યશ : – ” પછી શું કરો તમે ?”
સ્મિત : – ” તું એકવાર આવ એ લોકો તો કહેજ છે કે તારા બીજા દોસ્તો ને પણ લાવજે .”
યશ : – “હું પપ્પાને પૂછી જોઇશ કહેશે તો આવીશ .”
સ્મિત : – ” આવા બધા માં પપ્પા ને શું પૂછવાનું? હવે તું સોળ નો થયો .”
યશ વિચાર માં પડ્યો , સાંજે ઘરે જતા પણ એજ યાદ આવતું હતું , તેને રાત્રે જમતી વખતે પપ્પાને સ્મિત સાથે થયેલી વાત કરી ને પૂછ્યું,-” મારાથી જવાય એની સાથે ?”
પપ્પા : – ” તું જ કહે ને મેસેજ આવે એટલે ભણવાનું બગાડીને નીકળી જવાનું યોગ્ય છે?”
યશ : – ” ના પપ્પા, પણ એ જઈને શું કરે છે તે મારે જાણવું છે એટલે”
ધીમે ધીમે સ્મિત યશ સાથે દોસ્તી વધારતો હતો, એને માટે ચોકલેટ, ને નાની મોટી ગીફ્ટ લાવતો રહેતો . યશ થોડી આનાકાની પછી રાખી લેતો. એકદિવસ તે યશ માટે રેઝર લઇ આવ્યો યશને આશ્ચર્ય થયું તે કહે, “મારે ક્યાં તારી જેમ દાઢી છે , હજી તો માંડ દોરા ફૂટે છે. “તો સ્મિત કહેતો, “તું રોજ આ રેઝર ફેરવીશ એટલે તને પણ જલ્દી આવશે તારે મારા કોલેજ વાળા ગ્રુપ માં આવવું હોય તો દાઢી રાખવી પડશે . જો કાલે સાંજે તું મારી સાથે આવજે ત્યાં તને ખબર પડશે.
યશ વિચારે છે, પપ્પાને પૂછું તો સ્કુલ છોડી ને જવાની ના જ પાડે, અને પૂછ્યા વિના જાઉં ને મોડું થાય તો? શું કરવું ? છેવટે રાતે બધા જામી ને બેઠા હતા ત્યારે યશ કહે : – ” પપ્પા પેલો સ્મિત મને લઇ જવાનું કહે છે ને હું ના પડું છું તો બહુ જોરદાર રીતે ફોર્સ કરે છે. વળી તેને મને રેઝર પણ આપેલું અને કહે કે, તેનાથી દાઢી જલ્દી આવશે ” હવે ઘરના સૌ ચમક્યા . પપ્પા શાંતિ થી કહે ,:- ” બેટા , પણ શું સ્મિત ના પપ્પા આ બધું જાણે છે ? તારી પાસે એના ઘરનો નમ્બર છે હું વાત કરું .”
યશ :- ” હા તેણે મને આપ્યો છે અને કહેલું કે, આપણે વાત કરવી હોય તો, તું પણ તારો નંબર આપ.”
યશના પપ્પા એ થોડીવાર વિચાર કર્યો પછી ફોન કરીને સ્મિતના પપ્પાને પોતાને ઘરે બોલાવી લીધા . તેમને પૂછ્યું તો ખબર પડી કે તેઓ કઈ જ જાણતા નથી અને સ્મિત સહેજ પણ માનતો નથી બધું ધાર્યું જ કરે છે . ચાલુ સ્કુલે જતો રહે છે તે પણ ખબર ન હતી. ગઈ સાલ એણે પરીક્ષા ના આપી, માંદો હતો, પણ હવે તો લાગે છે કે, કદાચ માંદા પાડવાનો ઢોંગ કર્યો હોય. સ્મિત ના પપ્પા એકદમ નર્વસ થઇ ગયા , પોતાનો એકમાત્ર પુત્ર અને આ દશા ! યશના પપ્પાએ હિંમત આપી, ને કહ્યું,:- ” તમે ચિંતા ના કરો, કાલે સાંજે આપણે યશને મોકલીશું અને આપણે બંને પણ સંતાઈને શું થાય છે તે જોઈશું” બધી વાત માં યશ સાથેજ હતો તે કહે ,: – ” પપ્પા સ્કુલ ના સમય પહેલાં મને પાછો મોકલવાનો, એટલે ૪ વાગ્યાનો સમય રાખ્યો છે તે કહેતો હતો કે કામ અડધા કલાક નું જ હોય છે”
યશના પપ્પા સુદેશભાઇ અને સ્મિત ના પપ્પા કરણભાઈ થોડા વહેલા જ યશની સ્કુલે પહોંચી ગયા, જેથી યશ અને સ્મિત નીકળે ત્યારે પીછો કરીને જઈ શકાય. પોણા ચારે જ બંને નીકળ્યા અને સ્કુટર પર બેસીને જવા લાગ્યા. એક નાની હોટેલ આગળ બંને ઉતર્યા અને ચાલતા હોટેલ માં ગયા. સુદેશભાઇએ મેનેજર ની મદદથી પેલા લોકો ના જોઈ શકે તે રીતે ઉભા રહેવાની વ્યવસ્થા કરી.થોડીવારમાં ચાર મોટા છોકરાઓ સ્મિત વાળા ટેબલ પર આવ્યા. તેમાંના બે જણા ઉભા રહીને જાણે સૂચનો આપતા હોય તેમ વાત કરીને પાછા જતા રહ્યા . એ લોકોએ ખાવા માટે ચાર ડીશ ઓર્ડર કરી .સ્મિત પોતાની ડીશ નું ભાવતું ના હોય તેમ પરાણે, મોઢું બગાડીને ખાતો હતો. શું વાત કરી તે તો ખબર ના પડી પણ એટલું સમજાયું કે, બધું ડરી ને કરતાં હોય તેમ ઝડપથી પતાવતા હતા . પોણા પાંચે તો નીકળી પણ ગયા . તેઓના ગયા પછી મેનેજર આવ્યો ને કહે,: – ” સાહેબ આ લોકો અઠવાડીએ એક -બે વાર આવે ને દાદા ગીરી કરીને સાથે આવેલા છોકરાને પરાણે નોનવેજ ખવડાવે છે , પેલો દાઢી વાળો તો ઘણીવાર આવે છે પણ પેલો રૂપાળો છોકરો તો આજે જ આવ્યો, એટલે એના માટે વેજી સબ્જી હતી, પછી તો એને ફોર્સ કરશે . મામલો શું છે ખબર નથી પડતી .”
સુદેશભાઇ : – ” મેનેજર, શું તમે આ વાત પોલીસ આગળ પણ કહેશો ? અને આજે રાત્રે બનેતો આપને ત્રણે કરણભાઈને ત્યાં મળીએ ને આજે શું વાત થઇ તે જાણીએ. આજકાલ ત્રાસવાદીઓના માણસો દુનીયાના તમામ દેશોમાં ફેલાયેલા છે, અને તેમની સંખ્યામાં વધારો કરવા નવા છોકરાઓ ને ફોસલાવી ને કે પછી બીવડાવીને પોતાનાં કામો કરાવે છે . જો એવું કઈ હોય તો નાગરિક તરીકે આપણી ફરજ છે, કે પોલીસ ને જણાવીએ, મદદ કરીએ અને આપણાં બાળકો ને ભોગ બનતાં બચાવી લઈએ .”
બધા સંમત થયા અને છુટા પડ્યા . ઘરે પહોચ્યા તો યશ આવી ગયો હતો. પપ્પાએ પૂછ્યું ,: -” શું હતું ?”
યશ : – ” પપ્પા એ લોકો કૈક ઉર્દુમાં લખીને સ્મિતને આપતા હતા અને કદાચ કોઈ ને પહોચાડવા કહેતા હતા . મને તો કહ્યું કે, તું પહેલી વાર આવ્યો છે, તો વેજી એન્જોય કર પછી બીજીવાર થી વાત.” વાત સંભાળી ને સૌ સહેમી ગયા પણ ડઘાઈ જવાનું હજી બાકી હતું . રાતે નવ વાગ્યા પછી યશ અને મમ્મી -પપ્પા, મેનેજરને તેમના ઘરેથી લઇને, સ્મિતના ઘરે પહોચ્યા . સ્મિતને કોઈએ કઈ પૂછ્યું નહોતું જાણે કશું જાણતા નથી . બધા પહોચ્યા પછી કરણભાઈએ સ્મિત ને બોલાવ્યો. તે પહેલાં નક્કી કર્યા મુજબ દરવાજા લોક કર્યા . સ્મિતે બધાને જોયા એટલે ગભરાઈને બારણાં તરફ દોડ્યો પણ લોક હતું, એટલે નીચું જોઇને ઉભો , તેના મમ્મી અને પપ્પા બંને તેની પાસે ગયા અને કહે ,-: “બેટા, તું ગભરાઇશ નહિ. શુ વાત છે તે કહે,”
તે જ વખતે યશ અને તેના મોમ- ડેડ પણ સ્મિત પાસે ગયાને સમજાવ્યો કે, અમે બધા તારી સાથે છીએ ને તારા પોતાના છીએ, પેલા લોકો પારકા છે. તું માંડીને વાત કર .મેનેજરે પણ કહ્યું કે હું પણ ખાસ તારા માટે આવ્યો છું તું પેટ છૂટી વાત કર, અમે તારી સાથે છીએ. આ સાંભળી ને સ્મિત પહેલાં તો જોરથી રડી પડ્યો , પછી કહે: – ” ગયા વર્ષે શરૂઆત માં જ એ લોકો એ મને એક છોકરા સાથે ગીફ્ટ મોકલવા માંડેલી, એમાં રેઝર પણ હતું .એ રોજ વાપરવાનું જ એવું દબાણ કરતાં જેથી દાઢી વહેલી ઉગે અને મારી તો મોટી બેન છે એટલે મને ધમકી આપતા કે , અમે કહીએ તે કર્યાં કર, નહિ તો તારી બેન ગાયબ થઇ જશે.”
અને તે ફરી જોરથી રડ્યો ને ડૂસકે ચડ્યો. મને નોનવેજ ખાવા આપતા અને ના પાડું તો, મને મારી નાખવાની પણ ધમકી આપતા, ડરને લીધે મારે બધું કરવું પડતું .
કરણભાઈ :- ” તારી પાસે કોઈ પુરાવા છે ?”
સ્મિત : – ” હા જે કાગળો તેઓ મને આપે છે તેમના એક નો ફોટો મેં પડી લીધો છે આમ તો એ લોકો બંધ કવર આપે છે પણ એકવાર ખુલ્લું રહી ગયેલું. ઉર્દુમાં છે એટલે વાંચ્યું નથી .”
મેનેજર : – ” વાંધો નહિ આ મારો નંબર છે હવે જ્યારે તમારે મળવાનું હોય મને ફોન કરજે હું વિડીઓ ઉતારીશ બે ત્રણ વાર એવું કરીશ એટલે સબુત મળી જશે .”
યોજના પ્રમાણે બે ત્રણ વાર એ લોકો મળ્યા, પણ સ્મિતે પહેલાજ કહી દીધેલું કે યશ હજી નાનો છે તેને એકવર્ષ પછી લઈએ . વિડીઓ અને ઉર્દુ માં લખેલા કાગળો સબુત તરીકે હાથમાં આવ્યા પછી પોલીસને બોલાવી બધાને રંગે હાથ પકડાવી દીધા. બધા સબુત એવા હતા કે, આખી ગેંગ ને જેલ ભેગા થતાં કોઈ રોકી ના શક્યું . સ્મિતના પિતાને હાશકારો થયો. તેમણે સ્મિત અને યશને કહ્યું ,:- ” છોકરાઓ તમે સાંભળો તમે કિશોર -અવસ્થા ની એવી કગાર પર છો કે ,ગમે ત્યારે, મોટી ભૂલ કરી બેસો એટલે તમારા માં-બાપને , મિત્ર બનાવીને બધી વાતો થી વાકેફ રાખો અને એ રીતે તમારા કુટુંબને મોટી આફત માં થી ઉગારી લો અને તમારી જિંદગી બચાવી લો . અને તમારા બધા મિત્રો ને પણ આ વાત શીખવાડો ”
“સુખદાયી”

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , . Bookmark the permalink.

3 Responses to બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(3) સ્વીટ સિક્સટીન

  1. vijayshah says:

    વાર્તા ઉતાવળથી પતી ગૈ તેવું લાગ્યુ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s