પ્રેમ સાંકળ ખખડાવે છે. પ્રજ્ઞા દાદભાવાળા-

wipe-your-tears

પ્રેમ સાંકળ ખખડાવે છે ,

બસ તું  દિલનો દરવાજો ખોલ.

આજે  વેલેન્ટાઇન છે.

બસ તું દિલનો દરવાજો ખોલ.

ગુલાબની પાંખડીની ખુશ્બુ,

બે શ્વાસ ભરી લે.

કોઈના ખરા આશું ને,

તું ફુંકી હડસેલી દે,

જીવન કોઈનું મહેકાવા,

બસ તું દરવાજો ખોલ.

પ્રેમ સાંકળ ખખડાવે છે ,

બસ તું  દિલનો દરવાજો ખોલ

કેન્ડલ લાઈટ ની રોશની,

આંખોમાં ભરી લે.

કોઈ દુખીની જિંદગીને,

તો રોશનીથી ભરી દે.

જીવન કોઈનું ઉજાળવા

બસ તું દરવાજો ખોલ.

પ્રેમ સાંકળ ખખડાવે છે,

તું દિલનો દરવાજો ખોલ.

એક સ્મિત લાવીશ તો,

ઝળહળ બધું લાગે,

કેન્ડલ લાઈટ ને,  

ગુલાબ પણ

બસ ઝાંખા ઝાંખા લાગે

આપવાને ઉત્સાહ તું

બસ દરવાજો ખોલ

પ્રેમ સાંકળ ખખડાવે છે,

તું  દિલનો દરવાજો ખોલ.

cropped-rose.jpg

-પ્રજ્ઞાજી –

 

6 thoughts on “પ્રેમ સાંકળ ખખડાવે છે. પ્રજ્ઞા દાદભાવાળા-

  1. ‘બેઠકનાં તમામ માટે દિલનો દરવાજો ખુલ્લો છે.’તમે સાંકળ ખખડાવી અને અમે દરવાજો ખોલ્યો. ‘તમામને શુભેરછા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.