“બી માય વેલેન્ટાઈન”- “ગુલાબી” -1

મિત્રો  બેઠક – ૨૦૧૬ વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા ની સૌ પ્રથમ વાર્તા “ઉપનામ “સાથે મુકી છે. 

આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે,નામ એટલા માટે નથી મુક્યા જેથી આપ બેધડક અભિપ્રાય આપી શકો,બેઠકના ફેસબુક પર પણ જોઈ શકશો.  

“બી માય વેલેન્ટાઈન”

અમેરિકાના વેસ્ટ વર્જીનીયા સ્ટેટના પહાડી એરિયામાં આવેલા માઉન્ડસવીલનો ફેબ્રુઆરી મહિનો વધારે કરી ઘુમ્મસ થી ઘેરાએલો રહેતો. અહી ઉનાળામાં લીલી વનરાજી મનને મોહી દેતી હતી  કુદરતે છુટા હાથે અહી સૌદર્ય વેર્યું હતું અને શિયાળામાં જ્યારે બરફ વર્ષા થતી ત્યારે ચારે બાજુ એમ લાગતું કે સફેદ રૂના ઢગલાં જેવાં વાદળાં જમીન ઉપર રહેવા આવી ગયા છે ,અને લોક વાદળાં વચમાં ઘર બાંધીને રહેવા ગયા છે.

 14 ફેબ્રુઆરી  જે દિવસ સહુને માટે પ્રેમ અને ખુશી ભર્યો રહેતો એ દિવસ જીત માટે નિરાશા ભર્યો બની જતો . જ્યાર થી  એ સમજણો થયો ત્યાર થી આ  દિવસે મમ્મી ડેડીને કદી હસતાં કે હેપી વેલેન્ટાઈન કહી એકબીજાને વિશ કરતા જોયા નથી.

પ્રી સ્કુલમાં હતો ત્યારે બીજા બાળકોને આ દિવસે કાર્ડ અને કેન્ડીઓ લાવતા જોતો ત્યારે તે પણ જીદ કરતો,  તેના મમ્મી ડેડી તેને સમજાવતા ” જીત આપણે આ દિવસ સેલીબ્રેટ નથી કરતા ” . તેની દરેક જીદને ખુશી ખુશી પૂરી કરનાર તેના પેરેન્ટ્સ આ દિવસે બદલાઈ જતા ,જીતને આ વાત સમજાતી નહોતી. તેની વધારે જીદને રોકવા મમ્મી એ દિવસે સ્કૂલને બદલે નજીકના હરેરામ હરે કૃષ્ણ સંપદાય દ્વારા ચાલતા ગોલ્ડન ટેમ્પલ લઇ જતી. ત્યાં ગૌ શાળામાં દાન કરાવતી પ્રસાદ ઘરાવતી પછી તેની નજર ચુકાવી મમ્મી પપ્પા એક ખુણામાં બેસીને પ્રાર્થના કરવાને બહાને આંખો ભીની કરી દેતા,  એ વખતે તેનું ઘ્યાન વધારે કરી આજુબાજુની વનરાજી અને ત્યાં રાખેલા મોર, બતકને જોવામાં રહેતું . જે વાત તેને આજે કિશોર વયે બરાબર સમજાઈ ગઈ જે ત્યારે તેના નાના મગજ માટે પઝલ સમાન હતી.

વાત હતી જીતના જન્મ પહેલાની , આ 14 ફેબ્રુઆરીના દિવસે તેની મોટી બહેન સ્વીટી જે ચાર વર્ષની હતી તેનું કાર એકસીડન્ટ માં તેજ ક્ષણે મોત થયું હતુ. નાનપણ થી ચુલબુલી સ્વીટીને આ દિવસે મળતા હાર્ટ શેઈપના બલુન્સ બહુજ ગમતા . નીશું અને મોન્ટુ પણ એકની એક દીકરીની આંખોમાં આવતી એ ચમક જોવા ઉતાવળા રહેતા. એ દિવસે  સ્વીટી સવારના પહોરમાં લાલ ઘેરવાળું ફ્રોક પહેરી પ્રી સ્કુલમાં ગઈ હતી , બપોરે પાછી આવી ત્યારે ટીચર મિસ જેનીએ શીખવાડેલા નાના વેલેન્ટાઈન કાર્ડ અને be mine લખેલી નાની નાની કેન્ડીઓને બેગમાં ભરીને લાવી હતી જે મમ્મી ડેડીને આપતા એ બહુ ખુશ હતી.

” નીશું ચાલ સ્વીટીને માટે બલુન લેવા જઈએ ” મોન્ટુએ કહ્યું સાંભળતાં જ સ્વીટી કૂદવા લાગી ” લેટ્સ ગો રાઈટ નાઉ “.

બંનેનો હાથ પકડીને પાસેના મોલમાં જઈ સ્વીટી મનગમતાં બલુન્સ ખરીદી લાવી , કારમાં બેસી વેળાએ એક બલુન હાથ માંથી છટકી ગયું અને હવામાં ઉડવા લાગ્યું  , ” મોમ કરી બુમ પાડીને સ્વીટી હાથ છોડાવી રોડ તરફ ભાગી અને સ્પીડમાં આવતી મોટર કારની ઝપટમાં આવી ગઈ.

કેટલોય સમય વીતી ગયો નીશું અને મોન્ટુને આ કારમાં આઘાત માંથી બહાર આવતાં છેવટે જીતના જન્મ પછી પરિસ્થિતિ થોડી સહજ બની શકી છતાય આ દિવસને તેઓ કેમેય ભુલાવી શકતા નહોતા , અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે જીત પણ સહેમી જતો , થતો ગયો તેમ તે વાતને સમજતો થયો.  છતાંય જ્યારે હમઉમ્ર દોસ્તોને આ દિવસ સેલીબ્રેટ કરતાં જોતો ત્યારે જોતો ત્યારે તેની ઈચ્છાને દબાવી દેતો, આ દબાવી રાખેલી ઈચ્છી બમણાં વેગે બહાર આવવા જોર કરતી અને ત્યારે મમ્મી ડેડીના દયામણા ચહેરાને આગળ લાવી ચુપ રહેતો.
 
 ક્યારેક જીતને એકનાં એક સંતાન હોવાની તકલીફ થઇ આવતી , જો બે બાળકો હોય તો ક્યારેક બીજાની આડશે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકત. અથવા તો તેની માટેની જે આશાઓ આજે પેરેન્ટસ ને છે તે ક્યારેક બીજા ભાઈ બહેન ઉપર થોપી પોતાની મરજી મુજબનું જીવી શકાત .અહી તો મમ્મી અને ડેડી ની સર્વ ઇચ્છાઓ ની પૂર્તિ કરનાર એક માત્ર જીત હતો..
આજે ફરી વેલેન્ટાઈનનો દિવસ આવ્યો,  હાઈસ્કુલમાં આવેલો મોન્ટુ આજુબાજુના હમઉમ્ર મિત્રોને રોઝ, ટેડીબેર અને કેન્ડી આપતા લેતા જોતો ત્યારે એક અણગમતો અભાવ બહાર નીકળી આવતો , સાંજે સહુ ભેગા મળી ડીનરમાં જતા ત્યારે પણ તે બહાનું કરી ઘરે રોકાઈ જતો.  કારણ તે બહુ પ્રેમ કરનાર મમ્મી ડેડી ને દુઃખી કરવા માંગતો નહોતો . આ વખતે સેમ બધાની વચ્ચે તેને ચીડવતા બોલ્યો હતો  ” જીત આ વખતે કોઈ ગલ્સ ને નહિ તો બોયને પણ વેલેન્ટાઈન કાર્ડ આપજે” .
 
આજે તે માથું દુખવાનું બહાનું કરી ઘરે જ રોકાઈ ગયો. નીશું અને મોન્ટુ સમજી ગયા હતા છતાય ચુપ રહ્યા. મનના ભારને હળવો કરવા બપોર પછી ” મોમ થોડું વોક કરીને આવું છું” કહી ગરમ કોટ અને માથે ટોપી પહેરી જીત કોઈ પણ પ્રયોજન વિના બહાર નીકળી ગયો .
ટીનેજર થતા જતા દીકરાની ઉપર પોતાના વિચારોને થોપવાની લીમીટ તેઓ સમજતા હતા છતાં કોણ જાણે મનમાં એક છુપાવી રાખેલી જે ગીલ્ટ હતી કે તેઓ દીકરીને બચાવી શક્યા નહિ. જેઓ સમજતા હતાકે તેમની સાથે તે દીકરાને પણ ગુંગળાવી રહ્યા હતા..
આ ટીનેજર એક એવી અવસ્થા છે જ્યાં બળવો કરતા મનને રોકવું સહેલું નથી , જો તેને યોગ્ય કારણો આપી સમજાવી નાં શકાય તો ક્યારેક તે અઘુરી ઈચ્છા અને લાગણીઓ વિરુદ્ધ દિશામાં દોરાઈ જતી હોય છે , નીશું અને મોન્ટુ આ વાતની ગહેરાઈ સમજવા લાગ્યાં હતા ,છતાંય પહેલ કરવાની તાકાત હજુ તેઓ એકઠી કરી શકતા નહોતાં .
 

 જીત ઘરની બહાર નીકળ્યો ત્યાંજ પાછળ થી મોન્ટુનો અવાજ કાને પડયો ” વેઇટ જીત વી આર ઓલ્સો કમીંગ ફોર એ લીટલ વોક “.

ત્રણેવ ઠંડા પવનના સુસવાટાને ગરમ કપડા થી ડારતાં ચુપચાપ ચાલતા હતા , દરેકના મનમાં પોતપોતાના વિચારો સાથે આગવું યુધ્ધ છેડાએલું હતું જેના કારણે તેમના શરીર સાથે ચાલતાં હતા પણ મન જોજનો દુર હતા. તેમની વચ્ચે ટુંકી વાતચીત થતી રહેતી ” બહુ ઠંડી છે જીત પાછાં વળી જઈશું દીકરા ” નીશુએ જીતને પૂછ્યું. ” મોમ બસ આગળ આવેલા પાર્ક સુધી જઈને પાછા વળી જઈએ , આ ઠંડીમાં તારે નહોતું આવવું જોઈતું ” મમ્મીની ચિંતા કરતા જીત બોલ્યો .પાર્ક સુધી પહોચતાં રસ્તામાં એક નાની સિમેટ્રી આવતી હતી ,બે એકરમાં પથરાએલી આ સિમેટ્રી ની બહાર લોખંડ નો દરવાજો કાયમ વસેલો રહેતો , જતા આવતા ક્યારેક  જીતના પગ અહી અટકી જતા , તે અહી ચીર નિંદ્રામાં પોઢી ગયેલાઓ વિષે વિચારતો કે “તેઓ તો ચાલ્યા ગયા પણ પાછળ રહી ગયેલાં માટે કેટલું દુઃખ કે અફસોસ મુકતા ગયા હશે “?

આજે કોણ જાણે આ બંધ દરવાજો અઘ ખુલ્લો જોઈ તે અટકી ગયો , લાંબે નજર દોડાવી તો એક ઓલ્ડ લેડી બે કબર વચમાં બેસીને વારાફરતી બંને કબરને તેના કરચલી ભર્યા સફેદ હાથ વડે જાણે સહેલાવતી હોય તેમ ફેરવતી હતી, અને કબર પાસે ગુલાબના અધખીલેલા ફૂલોનો બુકે મુકતી હતી. ચહેરા ઉપર ભાવ પણ એવાજ હતા જાણે કોઈ અંગત સાથે ગોષ્ઠી ચાલતી હોય , કંઈક બબડતી હતી જે છેક બહાર સંભળાતું નહોતું.  છતાય તેની આવી ક્રિયાઓ જોતા બાળપણની આંગળી છોડી યુવાની તરફ આગળ વધવા આતુર આ ટીનેજર નાં પગલાં તે તરફ વળી ગયા . મમ્મી ડેડીને ગમશે કે નહિ તેની પરવા કર્યા વિના તે અંદર દાખલ થઈ ગયો.

 ચારે તરફ ફેલાએલી શાંતિ તેના સૂકાં વેરાએલાં પાંદડા ઉપર પડતા પગલાને કારણે ખોરવાઈ જતી હતી , વૃક્ષથી વિખૂટાં પડેલા પાંદડા વિરહે સુકાઈને બરડ બની ગયા હતા જે જરા સરખાં દબાણને કારણે હળવી ચીસ પાડી ઉઠતાં  . દુનિયાદારી ની પળોજણ થી થાક્યા પછી શાંતિ થી કાયમી નિંદરમાં પોઢેલા આ જીવો જાગી નાં જાય તેની તકેદારી રાખતો હોય તેમ જીત ધીમા પગલે પેલી લેડીની લગોલગ આવીને ઉભો રહ્યો ,તેની પાછળ તેના મમ્મી ડેડી પણ આવી ગયા. એકલતામાં આજુ બાજુ પોઢેલાં પોતાના બે વ્હાલાઓ સાથે મીઠી વાતો કરતા આ ઓલ્ડ લેડીએ ચમકી જઈને ઉપર જોયું , બહુ રૂપાળી કહી શકાય તેવી એંસી ને પાર કરી ગયેલી લેડીએ વ્હાઈટ પિંક લાબું ફ્રોક નીચે ટાઈટસ ,ઉપર વ્હાઈટ મોજડીઓ અને ઉપર લાંબો ગ્રે કલરનો ઓવર કોટ ચડાવ્યો હતો. આછા થયેલા સફેદ વાળને વ્યવસ્તીત રીતે કર્લ કરેલા હતા.તેમની આંખોમાં એક ગહેરું દર્દ હતું છતાં જીતને સાવ પાસે જોતા તેના લાલ ચટ્ટક રંગેલા હોઠ ઉપર એક સ્માઈલ આવી ગઈ. ” હેપી વેલેન્ટાઈન માય બોય ” કહી પાસે પડેલા ફ્લાવર્સ માંથી એક પિંક રોઝ ઉઠાવી જીતના હાથમાં પકડાવી દીઘું. જીત પણ પરિસ્થિતિ અને સ્થળ જોઈ ચુપચાપ હાથ લંબાવી તે લઇ લીધું.  પણ ત્યાજ તે લેડીના ફફડતાં હોઠ વચ્ચેથી અવાજ નીકળ્યો ” સ્ટીવન માય બોય”

“સ્ટીવન ?” મોન્ટુએ તે નામ રીપીટ કર્યું

” યસ સ્ટીવન માય સન, જે દસ વર્ષનો હતો ત્યારે આજ દિવસે મને અને રોબર્ટને છોડી ગોડ પાસે પહોંચી ગયો હતો “.” અને છતાં પણ તમે આ દિવસને આમ સેલીબ્રેટ કરો છો? ” નીશું ત્યાજ પાસે બેસી જઈને પૂછવા લાગી.” યસ ડીયર હું આ દિવસને વધારે સેલીબ્રેટ કરું છું કારણ મારા એ દીકરાને વેલેન્ટાઈન બહુ ગમતો . તે સ્કુલમાં બધાની માટે ફ્લાવર્સ અને કેન્ડી લઇ જતો. તેના ડેથ પછી પરંતુ તેનું ગમતું કાર્ય કરવા હું અને જ્યાં સુધી રોબર્ટ હતા ત્યાં સુધી અમે બંને સ્કુલમાં અને ચાઈલ્ડ ડેકેર માં ફ્લાવર્સ અને કેન્ડી આપવા જતાં, પછી અહી આવી સ્ટીવન પાસે બેસીને આખા દિવસની વાતો કરતાં. છેલ્લા બાર વર્ષથી રોબર્ટ પણ મને એકલો મૂકી દીકરા પાસે ચાલ્યો ગયો”.. બોલતા તેમનો અવાજ ધ્રુજી ઉઠયો.પરંતુ ફરી પાછો ઊંડો શ્વાસ ભરી માથું ટટ્ટાર કરી બોલ્યા ” આજે પણ હું મારા દીકરાને માટે અને રોબર્ટની માટે સ્કુલમાં જાઉં છું , આજે કોણ જાણે મને થતું હતું સ્ટીવન જાતે આવશે અને રાહ જોતી હું અહી બેઠી હતી અને તું આવ્યો ” કહી મીઠું હસ્યાં.જીતે બાજુમાં પડેલાં ગુલાબો માંથી એક લાલ ગુલાબ હાથમાં લીધું અને ઘુંટણ ભેર બેસીને બોલ્યો ” પ્લીઝ બી માય વેલેન્ટાઈન બ્યુટીફૂલ યંગ લેડી”.અને આટલા સમયમાં પહેલી વાર એ બૂઢી આંખોમાં આંસુ તરવરી ઉઠયા અને સ્નેહાળ હાથ જે અત્યાર સુધી કબર ઉપર ફરતો હતો તે જીતના માથા ઉપર ફરવા લાગ્યો.

બરાબર આજ સમયે મોન્ટુએ એક ફ્લાવર નીશુની સામે ઘર્યું , જોઈ જીતની આંખો હસી પડી. આજે પહેલીવાર તેના કિશોર મગજમાં ઉઠતા વમળોમાં એક ઠહેરાવ આવ્યો હતો.

આજ સમયે દુર પહાડીઓ ની પાછળ સંતાઈ જઈ સંધ્યાને પ્રેમ કરવા સુરજ ઉતાવળો બની ગયો હતો.ત્યાંજ ઠંડી હવાનું લહેરખું બધાને ધ્રુજાવી ગયું

” ગ્રેની, હવે મારા ઘરે ચાલો આજનું ડીનર તમારા આ વેલેન્ટાઈન સાથે ” કહી જીતે ઓલ્ડ ગ્રેનીનો હાથ ઝાલ્યો.

“ગુલાબી”

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

14 Responses to “બી માય વેલેન્ટાઈન”- “ગુલાબી” -1

 1. Pragnaji says:

  sari che feel good varata

  Like

  • chaman says:

   એક બેઠકે પૂરી કરવી પડી એટલે આ વાર્તા એક ટૂકી વાર્તા તરીકેનું માન મેળવી જાય છે! એકવાર શાંતિથી ફરી વાંચીને કેટલીક ભૂલો સુધારવાનું સુચન રોકી શકતો નથી! અભિનંદન.

   Like

 2. Pragnaji says:

  suchan moklo…

  Like

 3. Hemant Upadhyay says:

  very touchy and giving a good lesson. i likedthe story

  Like

 4. જે આપણી સાથે ,આપણી પાસે નથી એને
  યાદ કરી ને બાકી ના જીવન માં તેને જે ગમતું હોય તે કરવા થી વધુ સાચી
  શ્રધ્ધાંજલી બીજી શું હોઈ શકે ?

  Like

 5. Really nice thought
  દુઃખને વાગોળ્યા વિના બીજાના સુખ માટે ઉપયોગમાં લેવાય તો દુઃખ લાંબો સમય ટકતું નથી

  Like

 6. Renu Vakharia says:

  Very nice touchy, inspiring Story.life can be change just Get a right thought.

  Like

 7. Renu Vakharia says:

  Very nice, touchy, inspiring story.

  Like

 8. Good story. It has conflict, some mystery and nice resolution.

  Like

 9. બહુ સુંદર અને પ્રેરણાદાયક વાર્તા છે.

  Like

 10. nkd2 says:

  વાહ ગુલાબી જી…..ખુબ સુંદર શબ્દો માં પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી છે…અભિનંદન
  નરેશ કે. ડોડીયા

  Like

 11. nilam doshi says:

  સરસ વાર્તા..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s