આ પણ મંતવ્ય જ! This too, Opinion!

Source: આ પણ મંતવ્ય જ! This too, Opinion!

બહુ સાંભળ્યું કે “દુનિયા મીથ્યા છે”, “બધુ માયા છે” .હવે સાંભળો: દુનિયા માં બધું જ્ઞાન અસલ માં મંતવ્ય છે.

ફક્ત બની ગયેલી અને રેકોર્ડ કરેલી ઘટના જ મંતવ્ય નથી. બાકી બધું, લખેલું કે બોલેલું , સમકાલીન કે પ્રાચીન , એ કોઈ ને કોઈ નું મંતવ્ય, માન્યતા, અર્થઘટન , અનુમાન, અટકળ , થીયરી , સિદ્ધાંત, અંદાજ, અટકળ , તુક્કો, ધારણા, પૂર્વધારણા , જજમેન્ટ .. ટૂંકમાં, વ્યક્તિગત દૃષ્ટિ જ છે!

છાપા માં છપાતું સંપાદકીય, પ્રજામત,  કટારલેખ, બ્લોગ, વી. એ તો ભદ્ર  લોકો નો અલંકારિક મંતવ્ય છે.

આસ્થા એ જામી ગયેલો મંતવ્ય છે.

શું વિજ્ઞાન પણ મંતવ્ય છે?
વિજ્ઞાન દરેક થીયરી/ સિદ્ધાંત/પૂર્વધારણા ને પ્રમાણ (proof ) આપવા માથે છે. એ પ્રમાણ ની વૈજ્ઞાનિક સમુદાય  દ્વારા છાન -બાન  થયા પછી અપનાવવા માં આવે છે. સમય પછી એ થીયરી કે માન્યતા અમાન્ય પણ થઇ શકે. યુરોપ માં એક સમયે માન્યતા હતી કે પૃથ્વી સપાટ છે તથા સૂર્ય પૃથ્વી નું ભ્રમણ કરે છે. Galileo ને આ માન્યતા નું ખંડન કરવા બદલ ત્યાર ની ધર્મ સંસ્થા એ અંધાપો આપ્યો! Newton એ રોજેરોજ જોવા માં આવતા કુદરત ના Physics ના નિયમો ઘડ્યા જે આજે પણ યથાવત છે પણ Einstein એ પૂરવાર કર્યું કે ન્યુટન ના  નીયમો અતિ વધુ ગતિ થી ચાલતા સુક્ષ્મ તથા અતિ મોટા તત્વ ને લાગુ નથી પડતા। ત્યાર બાદ Quantum Theory (જેનો તર્ક નરસિંહ મેહતા એ 600 વર્ષ પેહલા “જાગી ને જોઉં તો જગત દીસે નહિ” માં કર્યો હતો) પ્રસ્તુત    કરવા વાળા વૈજ્ઞાનિકો એ Einstein  ના અમુક વિચારો નું ખંડન ખર્યું।  એટલે વિજ્ઞાન દ્વારા પ્રમાણ ભૂત થયેલ થીયરી પણ પ્રત્યક્ષ રીતે કામ કરતી દેખાય ત્યાં સુધી જ ખરી!

ભારત ની પ્રાચીન, મૂળ ફિલસુફી ઓ
એ હતી: ચાર વેદ, સાંખ્ય, પૂર્વ-મીમાંસા, ન્યાય-વિસેસીકા, ચર્વક , વેદાન્ત, જૈન, બુદ્ધ.*  આ વિચારધારાઓ નો હેતુ હતો: માનવી ના અસ્તિત્વ નું કારણ, સુખ/દુખ/પીડા ને સમજવું, દુખ/પીડા નું નિવારણ, અને આચાર સંહિતા બનાવવી. આ વિચારધારા શરુ થઇ ત્યારે ખાનગી માલિકી, સાચું/ખોટું/પાપ જેવું કઈ ન હતું. આમાંથી અમુક વિચારધારાઓ નો ક્ષય થયો, કોઈ વિચારધારાના અમુક મૂલ્યો બીજી વિચારધારા માં ભળી ગયા.  નોંધ કરવા લાયક છે કે આમાં ભગવાન નો ખ્યાલ ન હતો. એ પણ નોંધ કરવી જોઈએ કે આ વિચારધારાઓ ના વિકાસ માં અસંખ્ય સાધકો નો સદીઓ ના સમય દરમ્યાન યોગદાન હતો, અને તેઓ સૌ માનવી હતા, કોઈ દિવ્ય અલૌકિક શક્તિ ન હતી.

સમય જતા, વિભિન્ન વિચારધારાઓ માંથી તત્વો લઇ કોઈ ધારા ને આગળ ચલાવવા ના સુંદર પ્રયાસો એ વાડા ઉભા કર્યા,  જેનું નામ ધર્મ  અપાયું.  Actually , ધર્મ નો અર્થ મૂળ સિદ્ધાંત  થાય છે, પણ આજે ધર્મ એટલે Religion  થઇ ગયો છે. તેમ છતાય, શંકરાચાર્ય , વલ્લભાચાર્ય, ચૈતન્ય, પરમહંસ જેવા સાધકોએ પ્રાચીન વિચારધારાઓ માં સંશોધન કર્યું,  નવા વિચાર/માર્ગ બતાવ્યા. પણ આજ ના ધર્મગુરુ, મુની, સંત, સાધુ, પાદરી, મૌલવી કયું સંશોધન/Research કરે છે? સંસાર જેણે છોડી દીધો છે તે સંસારીઓ ની વચ્ચે રહે છે, ખાવા થી માંડી ને સેક્સ સુધી બધી બાબતો ઉપર નીષેદ/બાધા/ નિયમ ફરમાવે છે, કુમળી વાય ના બાળકો ના મન નું programing કરે છે.  ક્યાં છે ચિત્રભાનુ, રજનીશ, જે કૃષ્ણમૂર્તિ જેવા daring વિચાર્ ધારકો? દીપક ચોપરા, જે શાસ્ત્રો ને Quantum Physics સાથે જોડી ને સમજાવે છે એ તો મોટી મોટી Conference ઓ માં વક્તા  છે, શાસ્ત્રો માં એ વિચારો કાયમી ભળી જાય એવું કેમ નથી કરતા?

જીવવિજ્ઞાન અનુસાર (Biologically ), માનવી તો પ્રાણી જગત ની એક પ્રજાતિ (specie) છે
આપણે Mammalia પ્રજાતિ માં ગણાઈયે. પણ આપણા અને આપણી પ્રજાતિ ના બીજાં સસ્તન પ્રાણિયો  (Mammals ) માં ફર્ક શું છે? ફર્ક એ છે, કે માનવી “શા માટે” (why) પૂછી શકે છે. અન્ય પ્રાણિયો જે કઈ ક્રિયા કરે છે તે કુદરત,  મૌસમ, વી આપોઆપ કરાવે છે, તેમાં સ્વાદ/રૂચી/કારાણ નથી હોતા. પણ માનવી જે કઈ ક્રિયા કરે છે તે કોઈ ને કોઈ કારણ થી જ કરે છે, અરે, સવારે ઉઠવા માટે પણ કારણ છે! આપણે બધા ઘણું બધું સમજ્યા વગર કરીએ છીએ, એનું કારણ “મને ગમે છે” એ પણ કારણ છે.  જો આપણે  “શા માટે” (why)  ના પૂછીએ તો આપણા માં અને બીજા પ્રાણિયો  માં કશો ફરક નથી.

બીમાર હો તો ડોકટર પાસે જવાઈ, વકીલ પાસે નહિ. પણ સંસારિક સમસ્યા માટે પણ આપણે ધર્મગુરુઓ પાસે પહોચી જૈયે છીએ, તેની સલાહ/ફતવા “why ” પૂછ્યા વગર અપનાવીએ છીએ. આમ પણ, આપના જીવન મા -બાપ, ટીચર , ધર્મ, સમાજ, કાયદા દ્વારા લદાયેલ, શું કરવું અને શું ના કરવું એવા અસંખ્ય ફતવા નો ભાર ઘણો નથી?

હું ફિલોસોફરો , વિચાર્ધારકો, સાધકો, ધર્મગુરુઓ વિરુદ્ધ નથી. જેમ કવિ સુંદર કવિતા લખે પણ છે તો સુંદર કલ્પના જ. તેમજ ફિલોસોફરો વિચારવા લાયક સવાલો પૂછે છે અને  જવાબ પણ પ્રસ્તુત કરે છે, પણ છે તો કલ્પના જ ને? જે વ્યક્તિ જીવન નો ઉદ્દેશ શોધવા સંસારી  જીવન ત્યાગવા ઈચ્છે છે એ સ્વેચ્છાએ કરી શકી છે, જે વ્યક્તિ સંસાર માં રેહવા માગે છે તે પણ રહી શકે છે. એક વ્યક્તિ આધ્યાત્મ માં રહસ્ય નો ઉકેલ શોધે છે, અને એક વિજ્ઞાનિક બ્રહ્માંડ ની ઉત્પત્તિ વિશે શોધખોળ કરે છે, બંનેય રીસર્ચ કરે છે, પહેલી વ્યક્તિ મોક્ષ ની થીયરી પ્રસ્તુત કરે છે, બીજો બીગ બેંગ થીયરી પ્રસ્તુત કરે છે. એક ને બીજા કરતા ઉચ્ચ કેમ માની શકાય?

અંત માં
તો! જો બની ગયેલી અને રેકોર્ડ કરેલી ઘટના જ હકીકત છે અને બાકી બધું મંતવ્ય છે, તો આપણે આપણા પોતાના મંતવ્યો કેમ નાં બનાવીએ? જ્યારે તમે તમારી જાત ને કેહ્શો કે આ જે સ્વામી, પુસ્તક, બ્લોગ, કે ઈન્ટરવ્યું લેવામાં માં આવી રહેલ વ્યક્તિ, જે કહી રહી છે એ એક મંતવ્ય/થીયરી/તર્ક છે, તો તમે એને ફરજીયાત કબુલ કરવા માંથી/સત્ય માનવા માં થી  મુક્ત થઇ જશો.

તો જાઓ, બિનધાસ તમારા પોતાના મંતવ્ય, થીયરી બનાવો।

અંત માં, આ પણ મંતવ્ય જ!

Pravin Ghandi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s