ઉગતી પેઢીને આપણી સંકૃતિની ધરોહર સોંપવાનો “બેઠક”નો આ એક અનોખો, સફળ અને યાદગાર પ્રયત્ન-આણલ અંજારિયા-

Picture1

પરદેશની ભૂમિ પર સ્વદેશની સંકૃતિ અને સાહિત્યની ભીની સોડમનો અનુભવ કરાવતું સ્થાન એટલે “બેઠક”. મારા બાળકોની પ્રવૃત્તિમય રેહેતાં, હું બેઠકમાં ઘણી હાજરી નથી આપી શકતી, પરંતુ જયારે પણ બેઠકમાં આવું છું, ત્યારે જાણે ઇન્ડિયા પહોંચી ગયી હોઉં, એવું અનુભવું છું. અહીં આવી હું માણું છું માત- પિતા સમ વડીલોનો સ્નેહ, અને મારી માત્રુભાષામાં અલંકૃત કેટલા હ્રદય સ્પર્શી વિષયો અને તેના અભિગમ.

જ્યાં બેઠક આપણી ગૌરવવંતી માતૃભાષાનું  વિવિધ પ્રયાસોથી આગવું સૌંવર્ધન કરી રહી છે, ત્યાં બેઠકનો  બાળકો દ્વારા આપણી સંસ્કૃતિનું સૌંવર્ધન કરાવતો કાર્યક્રમ નરસૈંયોમારા હ્ર્ય્દયની ખુબ નજીક છે. ૨ વર્ષ પેહેલાં ગુજરાત દિન નિમિતે બેઠકના સૌજન્યથી અને શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલાના સુંદર વિચાર સ્વરૂપે, બે એરિયાના બાળકોએ ભક્ત કવિ નરસિંહ મેહતાના પદોનો સાંગીતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. ફક્ત ને ફક્ત નાના બાળકો ના જૂથ દ્વારા થયેલી આ ભાવપૂર્ણ રજૂઆતે, પ્રેક્ષકમાં બેઠેલા તમામના નેત્રને હર્ષાશ્રુથી છલકાવ્યાં હતાં. એક સંગીત શિક્ષક તરીકે બાળકોને આદિ કવિ નરસિંહ મેહતાના પદ, તેમનો અર્થ સમજાવીને તૈયાર કરાવવાનો આ એક અનેરો આનંદ હતો. ઈંગ્લીશ સ્કુલમાં ભણતાં, અહીં જન્મીને ઉછરેલ બાળકોએ સ્પષ્ટ શબ્દોચ્ચારણ નો અભ્યાસ કરીને, સફળતા પૂર્વક આખા કાર્યક્રમની રજૂઆત કરી, એક અનોખું ગૌરવ અનુભવ્યું હતું. આજની ઉગતી પેઢીને આપણી સંકૃતિની ધરોહર સોંપવાનો અને એની વિશાળતા નો પરિચય કરાવવાનો બેઠકનો આ એક અનોખો, સફળ અને યાદગાર પ્રયાસ રેહેશે.

બેઠક વર્ષો વર્ષ માતૃભાષા ની જ્યોત ને જ્વલંત રાખે તેવી મારી લાગણીસભર શુભેચ્છા.

આણલ અચલ અંજારિયા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, બેઠક વિષે, સહિયારુંસર્જન and tagged , , , , , . Bookmark the permalink.

6 Responses to ઉગતી પેઢીને આપણી સંકૃતિની ધરોહર સોંપવાનો “બેઠક”નો આ એક અનોખો, સફળ અને યાદગાર પ્રયત્ન-આણલ અંજારિયા-

  1. P.K.Davda કહે છે:

    મેં બેઠકમાં કહેલું કે મા-બાપે આંણલ નામ રાખ્યું એટલે Bay Area એ અચલભાઈ વતી આંણું મોકલ્યું, અને Bay Area માલામાલ થઈ ગયું. We missed you in our annual Bethak.

    Like

  2. tarulata કહે છે:

    srs,sudr gata sabhlya hta,lkho cho pn sar.abhinndn

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s