
ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની રોજની બેઠક ઉઠક છે એમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ શબ્દકોશ ફંફોસતાં એમાં બેઠકના બીજા અનેક શબ્દાર્થો જોવા મળશે .
પરંતુ બે એરિયા ,મીલ્પીતાસ ખાતે સાહિત્ય રસિકોની લગભગ દર મહીને જે બેઠક એટલે કે સભા મળે છે એની તો વાત જ ન્યારી છે.આ બેઠક એટલે યુવાન અને વૃદ્ધ સમેત સહુનો સહિયારો ઉત્સાહથી છલકાતો સાહિત્ય મેળો.
આવી નિરાળી અર્થભરી બેઠકનો સૌ પ્રથમ પરિચય મને સુ.શ્રી પ્રજ્ઞાબેનના “શબ્દોનું સર્જન” બ્લોગ મારફતે થયો .એમાં પ્રગટ થતા બેઠકની પ્રવૃતિઓના સમાચારોમાં મને રસ પડતાં મેં મારાં કાવ્યો અને લેખો વી. મારો પોતાનો બ્લોગ હોવા છતાં પ્રજ્ઞાબેનને મોકલવાં શરુ કર્યાં જે એમના “શબ્દોનું સર્જન “માં પ્રગટ થતાં રહ્યાં. પ્રજ્ઞાબેનએ ફોન દ્વારા બેઠકના વિષયો ઉપર લખવા મને આગ્રહ કર્યે રાખ્યો કે તમે સારું લખો છો માટે લખવાનું બંધ ના કરતા.બેઠક યોજિત એક વાર્તા હરીફાઈમાં મારી વાર્તા “પોકેટમની”ને જ્યારે ત્રીજું ઇનામ મળ્યું ત્યારે મને એ ઇનામ જાતે લેવા બેઠકની સભામાં હાજર રહેવા માટે એમણે ખુબ આગ્રહ કર્યો હતો પરંતુ ૮૦ વરસે મારી હાલની શારીરિક મર્યાદાઓને લીધે અફસોસ કે બેઠકમાં હું રૂબરૂ આવી શક્યો ન હતો.મારા ઈનામનો ચેક બેઠકના ખર્ચ માટે વાપરવા મેં એમને જણાવ્યા છતાં એમણે એ ચેક મને પોસ્ટથી મોકલી આપ્યો હતો.પ્રજ્ઞાબેન સાથે ફોનમાં જ્યારે વાત થાય ત્યારે બેઠકની પ્રવૃતિઓની જ નહી પણ એ સાથે એક બીજાના અંગત જીવનના પ્રશ્નો અંગે પણ વાતચીત થતી હોય છે.આમ એમના પ્રેમાળ અને નિખાલસ સ્વભાવનો મને થયેલ અનુભવ આકર્ષક અને યાદગાર છે.
બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું છું . આવી એક ધમધમતી સંસ્થા બની ગયેલ બેઠકના સૌ સભ્યોને અભિનંદન સાથે એના ઉજળા ભવિષ્ય માટે મારી અનેક શુભકામનાઓ વ્યક્ત કરું છું.શુભમ ભવતુ સર્વદા .અસ્તુ.
વિનોદ પટેલ,સાન ડીએગો
My Blog– વિનોદ વિહાર
My E-Books …
વિનોદભાઈ, તમારા જેવા સાહિત્યપ્રેમીના આશીર્વાદ બેઠક માટે મૂલ્યવાન છે.
LikeLike
હું દાવડા સાહેબ સાથે ખુબ સંમત છું
વડીલોના આશિર્વાદ પહેલા ,અને વિનોદ કાકા તો સદાય બેઠકના શુભેચ્છક રહ્યા છે
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
Reblogged this on વિનોદ વિહાર and commented:
બે એરિયા ,સાન ફ્રાંસીસ્કોની સુ.શ્રી. પ્રજ્ઞાબેન દાદભાવાળા અને એમના ઉત્સાહી સહયોગીઓ સંચાલિત બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું છું .
આ અંગેનો શબ્દોનું સર્જન બ્લોગમાં પ્રગટ મારો એક લેખ….. વિનોદ પટેલ
LikeLike
આદરણીયશ્રી વિનોદભાઈ
“બેઠક” શબ્દની સૌરભ જ કોઈ ઓર છે. આપણા સંત શિરોમણી વલ્લભાચાર્યની વિચરણના ..સત્સંગના સ્થાનકો, આસ્થાની ગાદી બની તીર્થો બની ગયા છે. સાહિત્ય પ્રેમીઓની, માતૃભાષાના માધુર્યને ઝીલતી આ બેઠકો, પણ એટલી જ ગૌરવશાળી છે. સુશ્રી પ્રજ્ઞાબેન એટલે, ઉત્સાહી સૂત્રધાર ને તેમણે સાહિત્ય ઉપાસકોનો એટલો જ ઉમળકો મળ્યો..સૌ ધન્યવાદને પાત્ર છે. આપની વાર્તાને ઈનામ મળ્યું એ સમાચાર પણ મીઠડા છે. શ્રી દાવડા સાહેબનો અદમ્ય ઉત્સાહ અમને પણ પ્રેરણા આપે છે. સૌની સાથે સંવાદ જાળવવો એ એક કલા છે ને સુશ્રી પ્રજ્ઞાબેનના કાર્યની સુવાસ , બે એરિયાની સુવાસ બની ગઈ છે…સૌને અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike