૨૯ જાન્યુઆરી, ૨૦૧૬ ના કેલીફોર્નીયા- મિલપીટાસના ICC માં બેઠકનો દ્વીતીય વાર્ષિક ઉત્સવ ઉજવવા, સાંજે ૬-૦૦ વાગે બેઠકના સભ્યા એકઠા થયા.જાગૃતિ દ્વારા આયોજિત અને જયભારત રેસ્ટોરન્ટના સૌજન્યથી સૌના માટે સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે ૭-૦ વાગે જમવાનું પતાવી, બેઠકમાં હાજર રહેલા સભ્યો અને મહેમાનોના ડો. રધુભાઈ શાહે ગ્રુપફોટૉગ્રાફ્સ લીધા. ત્યારબાદ હંમેશ મુજબ કલ્પનાબહેનની પ્રાર્થનાથી બેઠકની શરૂઆત થઈ.
શરૂઆતમાં બે એરિયા ના માતાસમા પ્રેમલતાબહેન મઝમુદારના અવસાન બદલ શોક વ્યક્ત કરી, એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ બેઠકના નિયમિત આવતા પ્રેક્ષક કિરીટભાઈ મોદીના પૌત્ર માટે રોનિલની સ્વાસ્થ્ય માટે સૌએ પ્રાર્થના કરી પરિવારની જેમ દુઃખ વહેંચ્યું.
સૌ પ્રથમ શરૂઆત દાવડાસાહેબે પોતાની આગવી શૈલીમાં બેઠકનો બે વર્ષનો ઇતિહાસ બે વર્ષની ઊજવણીમાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે બેઠકમાં ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે વર્ણવેલા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ત્રણેનો સમન્વય થયેલો છે. એમણે બેઠકની પ્રગતીમાં જેમણે યોગદાન આપ્યું છે, તેમને બિરદાવ્યા. ત્યારબાદ કલ્પના બહેને ગીનીઝબુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવા તૈયાર થયેલા મહાગ્રંથની માહિતી આપતા કહ્યું આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી ભાષાના સંવર્ધન નો સહિયારો પરદેશમાં પુરુષાર્થ છે..અને બેઠક વતી કલ્પનાબેને અને રાજેશભાઈએ પ્રજ્ઞાબેનને શાલ ઓઢાડી શુભેચ્છા પાઠવતા એમના કાર્યની સિદ્ધિ માટે નવાજ્યા.
બેઠકમાં હાજર રહેલા જાણીતા ગઝલ લેખક શ્રી મહેશ રાવલે પોતાની ગઝલ રજૂ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા. શ્રી મહેન્દ્ર મહેતાએ જીવનમાં વાંચનનું મહત્વ અને વાંચનના અલગ અલગ પ્રકારની સમજ આપી. એમણે ઉપલબ્ધ સમયનો વાંચન માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય તે સમજાવ્યું. જાણીતા પત્રકાર અને બેઠકના સહસંચાલક શ્રી રાજેશ શાહે આ મહિનાના બેઠકના વિષય “તમે મને એવા લાગો” ની છણાવટ કરી, આ વિષય ઉપર પોતાનો લખેલો લેખ રજૂ કર્યો. ત્યારબાદતરુલાતાબેને સર્જન અને સર્જકતા પર પોતાના વિચારો દર્શાવતા કહ્યું કે સર્જન કાર્યમાં મૌલિકતા અને સાતત્ય નું ઘણું મહત્વ છે સાથે દરેક સર્જકોને અને પ્રજ્ઞાબેનને તેમના ભાષા માટેના યજ્ઞને અભિનંદન આપતા કહ્યું ગુજરાતી સાહિત્ય,કલા સંસ્કૃતિ જાળવી રાખવાનું અને સવર્ધન કરવા માટેનું સૌનું મનગમતું મિલનસ્થાન ‘બેઠક’ છે,ત્યાર બાદ એક પછી એક સર્જકોએ મહિનાના વિષય પર પોતાની રજૂઆત કરી શ્રી હેમન્ત ઉપાધ્યાય, જયાબહેન ઉપાધ્યાય, જયવંતીબહેન પટેલ, પ્રજ્ઞાબહેન દાદભાવાળા, જાગૃતિ શાહ અને પદમાબહેન શાહે આ વિષયમાં પોત પોતાની રજૂઆત કરી. બેઠકની લાડકી દીકરી જાગૃતિએ પોતાના લગ્નજીવના ૨૮ વર્ષ ઉપર નિખાલશતાથી નજર નાખી, એક નવી દૃષ્ટી રજૂ કરી, જે પ્રેક્ષકોના દિલો-દીમાગમાં છાઈ ગઈ.
આજે ઝડપથી અદ્ર્ષ્ય થતા સંયુકત કુટુંબનું જો ચિત્ર જોવું હોય તો બેઠકમાં જોવા મળશે.
રાતના ૧૦-૦૦ વાગે બેઠકની સમાપ્તિ કરી, ફરી મળવા બધા છૂટા પડ્યા.
પી.કે.દાવડા
બેઠકમાં ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે વર્ણવેલા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ત્રણેનો સમન્વય થયેલો છે
સાચી વાત છે. બેઠકમાં સભ્યો બેસી રહેતા નથી દોડે છે .
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
Dear pragnaben..it was very nice seeing you here in ahmedabad..its always inspiring to see the activities of our matrubhasha in abroad…please take some videos and upload on YouTube so we can also see Gujarati bethak in india..congratulations and good luck..
LikeLike
It was memorable function ! We will definitely upload videos!
LikeLike