મારી કલમ સબળ -થઇ કુંતાબેન શાહ

Picture1

મારી માની લેખન કળા મારામાં ઉતરી છે તેની અનુભુતિ અમારી સ્કૂલની રજત જયંતીનાં કાર્યક્રમ વખતે થયો.  બાર વર્ષની હતી.  રાસદુલારીનો નાટક ભજવાતો હતો.  ફક્ત વાંસળી વાગી રહી હતી.  હું ક્રુષ્ણમય બની ગઈ હતી.

“નથી હું રાધા કે નથી કોઇ ગોપી, તારી વાંસળીનાં સૂરે મને કેમ ગોતી?

તુજમાં સમાઈ મારા જીવનની લગની, મુજમાં સમાઈ તારા રુપની જ્યોતિ”

લખાઈ ગયું.વાર્તાઓ લખી ગુજરાતિના શિક્ષક દવેસરને ઘરે જઈ બતાવતી અને તેમની સલાહ લેતી. કોલેજ મેં પૂણેમાં કરી.  ત્યારે વિવિધ માતૃભાષા બોલનારા મિત્રો થયા એટલે હિંદી અને અંગ્રેજીમાં લખવાનું શરુ કર્યું.   ૧૯૬૯થી ૨૦૧૧ સુધી છુટી છવાઈ રચના કરી.  અને પ્રગ્નાબહેન દાદ્ભાવાલાએ પરબ શરુ કરી જેણે પછી બેઠ્કનું સ્વરુપ ધારણ કર્યું. બેઠક્માં પ્રગ્નાબહેન અને વિજયભાઈનાં માર્ગદર્શન હેઠળ તથા બીજા સભ્યોના ઉત્તેજનને લીધે મારી કલમ સબળ થતી જાય છે. આ બક્ષીશ માટે હું તે સહુની ઋણાનુબંધ છું.

કુંતાબેન શાહ

2 thoughts on “મારી કલમ સબળ -થઇ કુંતાબેન શાહ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.