બેઠક એક ગુજરાતી સાહિત્યિક પરિવાર . અેક વર્ષ પૂરું કર્યું . મારો બેઠક મા આવકાર 3જી ડીસેમબરે થયો પણ મને એવી અનુભૂતિ થઈ જાણે હૂં તમારા સૌ સાથે વર્ષો ના સંબધ થી વણાયેલી છું . તમે સૌ તો શુક્રવાર ની રાહ જોતા હશો પણ હું તો તમને સહુ ને મળવા આતુર છું . મળ્યા વિનાનો ભાવ દિલેર છે તો મળ્યા પછીની કલ્પના અવ્યક્ત છે . બેઠક એટલે મનની ઊદભવેલી કલ્પનાઓની મંજરી ને બેઠા પછી ઠસ્સા થી વાસંતિક વાયરા ના કક્ષમાં લાગણીઓના બારણે વહેતી મૂકવાની એક મનગમતી જગા. બેઠક સહુ ના અંતર મા છવાયેલી રહે તેવી હું હાર્દિક મનોકામના ઇચ્છુ છું . પરિવાર ના સદસ્યો ના લેખ જે વાંચ્યા છે તે ખૂબ સુંદર શબ્દરચના સભર છે સૌને મારા અભિનંદન .
પન્ના શાહ
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike