‘બેઠક ‘પરબ સમાન છે-તરુલતા મહેતા

બે એરિયામાં  વસતા ગુજરાતીભાષા અને સાહિત્યપ્રેમ માટે પ્યાસા રસિકો માટે
‘બેઠક ‘પરબ સમાન છે.ગુજરાતી સાહિત્ય,કલા સંકૃતિને જાળવી રાખવાનું અને
સવર્ધન કરવા માટેનું સૌનું મનગમતું મિલનસ્થાન ‘બેઠક’ છે,જ્ઞાન સાથે ગમ્મતની અહી ઉજવણી થાય છે.બેઠકના સૂત્રધાર પ્રેમાળ અને ઉત્સાહી પ્રજ્ઞાબેન સૌને આમંત્રે,આવકારે અને પ્રોત્સાહન આપે.તેઓ ગુજરાતી સાહિત્યના ઉમદા વાચક અને સર્જક છે.તેમનો હસમુખો ચહેરો અને  ‘બેઠક’ની જમાવટ કરવાની આવડત મહેફિલ જેવો આનંદ આપે છે.સાહિત્યરસિક મિત્રો એક પરિવારની જેમ સહિત્યના મધથી આકર્ષાઈ ‘બેઠક’માં મહિને એક વાર ભેગાં થાય છે,માતૃભાષામાં બોલવાનું,સાંભળવાનું,ચર્ચા કરવાનું સુખ મનભરીને માણે છે.નક્કી કરાયેલા ટોપીક ઉપર સર્જકો પોતાની રચના સ્ટેજ પર આવી રજૂ કરે છે.સાહિત્યરસિક વાચકોને પ્રજ્ઞાબેને કલમની -શબ્દોના સર્જનની કલા માટે તેયાર કર્યા. આજે કેટલાય સર્જકોના પોતાના બ્લોગ ચાલે છે,ન્યુઝ પેપરમાં કોલમ લખે છે,જાણીતા

મેગેઝીનમાં તેમની રચનાઓ ઝળકે છે.શબ્દોના સર્જનને વય સાથે સબંધ નથી આપણી લગન અને ધગશ સાથે છે,તે સૌ આદરણીય વડીલોએ પૂરવાર કર્યું છે.બાળકને જન્મ આપનાર મા-બાપ જે અમૃત સમાન આનંદનો અનુભવ કરે છે.તેવો આનંદ અને પરિતૃપ્તિનો અનુભવ સાહિત્યની રચના કરનારને થાય છે,શબ્દ આત્માની અભિવ્યક્તિ છે,આપણો નશ્વરદેહ વિલીન થયા પછી પણ શબ્દદેહ જીવંત રહેવા સર્જાયો છે.તેથી જ ગુજરાતીભાષાને પરદેશમાં  જીવંત રાખનારો  અને સંવર્ધન કરનારો ‘મહાગ્રંથ’

એક અનોખી સૌગાત માતૃભાષાને ચરણે ધરી આપણે સૌ ગોરવ અનુભવીએ છીએ.’મહાગ્રન્થ’ના સૂત્રધારો પ્રજ્ઞાબેન ,

વિજયભાઈ ,પ્રવીણાબેન,હેમાબેન તથા અન્ય સૌને ખૂબ અભિનન્દન તથા ગિનીઝબુક માટેની શુભેચ્છા.

આજે ‘બેઠકનો ‘ વાર્ષિકદિન ઉજવીએ અને આવનાર અગણિત વર્ષોની અભિલાષા સેવીએ.હુસ્ટનની સાહિત્યસરિતાએ અને સહિયારા સર્જને  પ્રેરણાદાયી અને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

‘બેઠક’ અને શબ્દોના સર્જનને કારણે મને સાહિત્યરસિક મિત્રો અને સર્જકો સાંપડ્યા છે,એકાંતે સર્જેલી રચનાઓને માણનારા સહભાગી મળ્યા છે,’બેઠક’એટલે મારે મન પરદેશમાં વતન મળ્યાનો આનંદ, મા ગુર્જરીને ખોળે માથું મૂક્યાની સાર્થકતા.

‘કિલીફોર્નીયા પરિચિત લાગે છે વતન જેવું ,

એકાંત ભોગવું છું મનગમતા મિલન જેવું. (રાજેશ વ્યાસ મિસ્કીન-શબ્દના ફેર સાથે )

તરુલતા મહેતા 28મી જા 2016

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, તરુલતા મહેતા, બેઠક વિષે, સહિયારુંસર્જન. Bookmark the permalink.

3 Responses to ‘બેઠક ‘પરબ સમાન છે-તરુલતા મહેતા

 1. Sharad Pandya કહે છે:

  Pl. explain what the Bethak is. Is it a monthly
  gathering? If so can I come to it?
  Sharad Pandya
  >

  Like

 2. tarulata કહે છે:

  ‘bethk’ well come everybody,prgnaben is snchalk,every month there is meeting,you can have more information if you ask prgnaben. thank you for your interest.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s