લગભગ બધા બેઠકમાં આવતા ભાષા પ્રેમીઓ કરતા ગુજરાતી ભાષા સાથે નો મારો સબંધ થોડો જુદો અને જુનો છે. હું પાંચમી ચોપડી સુધી ગુજરાતીમાં ભણી અને પછી ભારત આવતા કોન્વેન્ટ શાળામાં અભ્યાસ શરુ કર્યો. તે પછી ન કોય ગુજરાતીનો વિષય, ન કોય ચોપડી વાચવા હાથ લાગે, ન કોય બહેનપણી સાથે ગુજરાતીમાં રમુજ કરવા મળે. હા, ઘરમાં ગુજરાતીમાંજ વાતો થાય પણ તે સિવાય ગુજરાતી ભાષા સાથે નાતો જુનો થવા લાગ્યો. બેઠકમાં આવતા જે ભાષામાં પહેલી વાત જિંદગી સાથે પા પા પગલી માંડી તે વાત તાજી થઇ તો અત્યારે હું ભાષા ઉપર બે વાત કરું છું.
લગભગ 1920 આસપાસ ભારતના ગોદામુરી જંગલમાંથી 3 અને 8 વર્ષની બે બાળકી કમલા અને અમલા મળી આવેલ. બંને બાળકી નો ઉછેર જંગલમાં પશુઓ જોડે થયો. દુનિયામાં તેવા મળી આવે બીજા બાળકો પણ છે. ઘણા પ્રયાસો છતાં આ બાળકો ભાષા શીખી શકતા નથી. તેટલુંજ નહિ પરંતુ તેઓ ભાષા સાથે જોડાયેલ સંસ્ર્કુતી, રીત રીવાજ પણ શીખી શકતા નથી. જીંદગી સાથેનો સબંધ ભાષા દ્વારાજ કેળવાય છે. આપણે જાણીએ છીએ કે જે સાંભળી શકે નહિ તેમની પણ ભાષા હોય છે. તેમાય માતૃભાષા સાથેનો સબંધ તો અમુલ્ય છે. માતૃભાષા દ્વારા જ “મા” સાથે ઓળખાણ થાય છે, પપ્પા નો વહાલ મળે છે. જેમ startup માં નોકરી કરવામાં અને પોતાની startup ખોલવા માં ઘણો ફરક છે તેમજ ભાષા બોલવા અને લખવા વચ્ચે બહુ મોટો તફાવત છે.
startup માં નોકરી કરતી વખતે કોઈ માર્ગદર્શન આપે ત્યાં ઈંટ આપણે મુકીએ. પરંતુ આપણી startup હોય તો જયશ્રીબેને એક વખત આપણને સમજાવેલ તેમ આખી ઈમારત ચણવા માટેનું પ્લાન્નીંગ કરવું પડે અને આખરે તેમાં ભાડૂત કેમ લાવશું તે પણ આપણેજ વિચારવાનું રયે. તેમાં જે રીતે આપણો માનસિક વિકાસ થાય તે ભાષા બોલવામાં ક્યારેય ન થાય. આ વિકાસ માટે આપણે પ્રજ્ઞાબેનના કૃતજ્ઞી છીએ. તેમણે માત્ર મંચ નથી પૂરો પાડ્યો। બેઠકને જન્મ આપીને તેમણે ઈ-ઇમારત એટલેકે એવી virtual ઇમારત ખડી કરી દીધી છે કે પછી આપણે તેના ઉદાહરણ પ્રમાણે ઉપર માળા ચણીએ કે પછી બાજુમાં બીજી નાની ઇમારત બાંધીને માતૃભાષાને બિરદાવીએ।
આ ઈમારતમાં એવા થયા આપણે એકબીજાના પાડોશી કે ભલે ખાંડ કે મીઠું માગવા ન જઈએ પણ ક્યારેક દિલમાં આવેલ બે વાત કહેવી હોય તો આપણે જાણીએ કે સાંભળવાવાળા અહી છે. પ્રજ્ઞાબેન તો માર્ગદર્શન આપવાવાળા મહેમાનો ને પણ નોતરે છે અને ઘણા મહેમાનો હવે પાડોશી બની રહી ગયા છે. ભાષાની સીમા એટલે જિંદગીની સીમા. બેઠકમાં ભાષાની સીમા અસીમ બની ગયી છે. 1500મી સદી ના આદિ કવિ નરસિંહ મેહતા અને બંગાળી કવિ ટાગોર થી માંડીને બેઠકના પ્યારા કવિયત્રી જયશ્રીબેન અને ગઝલકાર મહેશભાઈ ને આપણે માણીએ છીએ. ક્યારેક કલાપી દ્વારા એવા અલૌકિક, અદભુત પ્રેમ માં આપણે ડૂબી જઈએ છીએ તો ક્યારેક કિટ્ટા અને બુચ્ચા જેવી નાનપણની દુનિયા માં ચાલ્યા જઈએ છીએ. ફરી કહું છું – ભાષાની સીમા એટલે જિંદગીની સીમા। બેઠકમાં ભાષાની સીમા અસીમ બની ગયી અને જીંદગી બની રહી સુર મધુર.
બેઠકમાં છે
ભાષાની ભવ્યતા
વિચારોની વ્ય્વીધ્યતા
જમશું જમણ
ખાંડવી ને ખમણ
લખવા સાથે લેણા
પ્રજ્ઞાબેનની પ્રેરણા
જયવંતીબેન બેન માણે જસન
દર્શનાબેન દયે દર્શન
પામો પાડોશી પ્રેમ
આવતા રેજો એમ
લખી લાવજો
સુખે સાંભળજો
Darshana
Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000
Updates on Twitter @DarshanaN
very good,
LikeLike
bahu saras
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike