“માતૃભાષાનું સંવર્ધન”માટે નિમિત્ત બની આવ્યા છે-પદ્મા શાહ

padma- kant

મારો પરિચય: પદ્મા શાહ

શ્રી ગણેશજીને કરી પ્રથમ વંદન,  મા શારદા માતને ચરણે નમન

બેઠક માં થાય શબ્દોનું સર્જન,  કરીએ ‘માતૃભાષાનું સંવર્ધન”

પહેલા પણ મને લખવાનો શોખ હતો,પણ કેવો? કોઈની બર્થ ડે, એનીવર્સરી, લગ્નની આશીષ તો ક્યારેક શ્રધ્ધાંજલિ. થોડા વર્ષ પહેલા “મારા જીવનના ઘડવૈયા” એક લેખ અમારા ગુરુ બાપુજી વિષે લખ્યો હતો આશિષ અને શ્રધ્ધાંજલિના લગભગ સોએક લેખ થઇ ગયા હતા. મેં બુક છપાવી, નામ આપ્યું “પદમ પાંખડી”.

૨૦૦૦ એપ્રિલમાં પહેલીવાર અમે અમેરિકા મારા બન્ને દીકરા અતુલ અને નીતિન કેલિફોર્નિયામાં રહેતા હતા તેમના ત્યાં આવ્યા.મારા પતિ કનૈયાલાલ ના અવસાન પછી હું એકલી થઇ ગઈ હતી. ફ્રિમોન્ટ મંદિરમાં બધા સીનીયરો  મળે છે ત્યાં જવાનું મેં શરુ કર્યું. નવરાત્રના ગરબામાં મને સ્પેશ્યલ પ્રાઈઝ મળ્યું. મારો ઉત્સાહ થોડો વધવા માંડ્યો .

થોડા દિવસમાં પ્રજ્ઞાબેને ગુજરાતી સાહિત્યની બેઠક બોલાવી.વિષય “તો સારું” પર પર અમારે લખીને લઇ  જવાનું ને ત્યાં જઈને બોલવાનું. ત્યારે લાગ્યું કે આતે કોઈ બોલવાનો વિષય છે? દિવસમાં કેટલી ય વાર આપણે બોલીએ છીએ તેનો  મને પછીથી ખ્યાલ આવ્યો. નવાનવા વિષયો અને નવા ચિત્રોના નુસકા સાથે હું એક એક ડગલું ભરતા એમાં એવી તન્મય થઇ ગઈ 

જમવા ટાણે વાગી જતા બે,

“બહુ થયું હવે કમ્પ્યુટર બંદ કરાવી દઉં?’

એમ બોલે દર્શા વહુ.

બારના ટકોર થાતા અતુલ કરે ટકોર,

તબિયત સંભાળો.

લાડલો પોત્ર શ્રેણિક એન્જીનીયર  દોડી આવે દાદીની વ્હારે,

બનાવી દીધો સુંદર મઝાનો બ્લોગ,સહુ કરે વાહ રે વાહ રે.

આ સાથે હું વ્યસ્ત રહેતા શીખી, મારી સાથે હું રહેતા શીખી, ના રહી કોઈ કમ્પ્લેઇન, ગુજરાતીમાં કમ્પ્યુટરમાં લખતા શીખી મનની વાતો વહેંચતા શીખી.પંચ્યાશી વર્ષમાં પાછલા ત્રણ વર્ષ એટલે પ્રગતિ, ઉન્નતી, અતિશયોક્તિ નથી, હકીકત છે.આ સાથે હું વ્યસ્ત રહેતા મારી સાથે હું રહેતા શીખી, ના રહી કોઈ કમ્પ્લેઇન, ગુજરાતીમાં કમ્પ્યુટરમાં લખતા શીખી,મનની વાતો વહેચતા  શીખી.

પ્રજ્ઞાબેન નિમિત્ત બની આવ્યા છે. તેમની સાથેની ઘણા બધાની મહેનત અથાગ પરિશ્રમ. “માતૃભાષાનું સંવર્ધન”માટે પ્રભુને પ્રાર્થના સાથ સહુને અભિનંદન!

પ્રજ્ઞાબેન કહે મને માસી,

એ નાતે એ થઇ મારી ભાણી,સાહિત્યની બેઠકમાં મને તાણી !

તાણી તો તાણી, પાછી દઈ દીધી ડુબાડી,

ત્યાં સુધી કે હું ના જોઈ શકું સૂર્ય કે ચંદ્ર, કે થઇ દિન કે રાતની રાણી!

જમવા ટાણે વાગી જતા બે થયું હવે બહુ, કમ્પ્યુટર બંદ કરાવી દઉં?’ એમ બોલે દર્શા વહુ

બારના ટકોર થાતા ,તબિયત સંભાળો અતુલ કરે ટકોર

લાડલો પોત્ર શ્રેણિક એન્જીનીયર  દોડી આવે દાદીની વ્હારે,

બનાવી દીધો સુંદર મઝાનો બ્લોગ,સહુ કરે વાહ રે વાહ રે

પ્રજ્ઞાબેનની પ્રજ્ઞાની છે એકજ ખૂબી!

હોય કાનો કે માત્રા,કે પછી રસ્વાઈકે દીર્ઘઈ!

કે ર્સ્વાવાડુંકે દીર્ઘવાડું હોય કે પછી અલ્પવિરામ કે પૂર્ણવિરામ!

હોય કદી પ્રશ્નાર્થ કે આશ્ચર્યજન્ય,સહુ ચીહનને દેતી યોગ્યસ્થાન,

બાથમાં ને  સાથમાં રાખતા,શૂન્યને પણ દેતા પ્રોત્સાહન!

શૂન્યમાં પણ પૂર્ણ કરે,”માતૃભાષાનું સંવર્ધન” ચિન્હ અવતરણમાં અવતરે  

 

પદમાં-કાન          

 

 

 

પદમા-કાન

*******************************************************************

5 thoughts on ““માતૃભાષાનું સંવર્ધન”માટે નિમિત્ત બની આવ્યા છે-પદ્મા શાહ

 1. જીવનના છેલ્લા પડાવમાં બ્લોગીંગ પ્રવૃત્તિ એ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. મારા અનુભવોનો પદ્માબેનના લેખમાં પડઘો પડે છે.બ્લોગીંગ મન અને મગજને સતેજ રાખે છે . કંઈક સર્જન કર્યાનો આનંદ આપે છે .લખતા રહો મુ. પદ્માબેન .

  Like

 2. સરસ્વતી તથા શ્રીનું મંગળ મિલન ! (મુક્તક)
  શ્રી ગણેશને કરી વંદન
  મા શારદાના ચરણે નમન
  સરસ્વતી શ્રીનું થાય મિલન
  જીતે નોબેલ પ્રાઈઝ ગુર્જરી સર્જન.

  નોંધઃ પદ્માબહેન શાહનું કાવ્ય વાંચીને આ મુક્તક સ્ફૂર્યું છે.
  પદ્માબહેન શાહને આ મુક્તક અર્પણ કરું છું.
  અમેરિકામાં અને અન્ય દેશોમાં વસતા સહુ ગુજરાતીઓને વિનંતી કરું છું કે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં સર્જાતું પુસ્તક “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે?” અવશ્ય વાંચે તથા
  પ્રતિભાવો પણ આપે.

  Like

 3. Pingback: સરસ્વતી તથા શ્રીનું મંગળ મિલન ! (મુક્તક) | Girishparikh's Blog

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.