સહુનો સહકાર એ સોનામાં સુગંધ -જયવંતી પટેલ

jayvantiben

 

 

 

 

અમોએ શરૂઆત પૂસ્તક પરબથી કરી. પૂસ્તકો પ્રતાપભાઈ પૂરા પાડતા  ઘરે લઇ જઈ વાંચતા અને પાછા મળીએ ત્યારે ચર્ચા કરતા  પૂસ્તક પરબને શરૂ થયાને એક વર્ષ પૂરું થયું છે.  

પૂસ્તક પરબને  પછી “બેઠક”નું  નામ આપ્યું  પૂસ્તક પરબની શરૂઆત એક વાતથી થઇ કે પોતાના વતનથી દૂર ઘણાં એવા લોકો હતા કે જે જાણે હિજરાતા ન હોય અને તેમાં ઘરમાં તેમજ બહારે પોતાની ભાષામાં વાત ન કરી શકે, ન કઈ લખીને પ્રદર્શિત કરી શકે.

બે એરિયામાં બહેન પ્રજ્ઞાએ જયારે આ શરૂઆત કરી ત્યારે જાણે વતન વિહોણા અને ભાષા વિહોણા જનોને કોઈ જાણે આશરો મળી ગયો,  પોતાની આંતર ભાવના અને વિચારો દર્શાવવાનો.પ્રજ્ઞાની મહેનતને દાદ આપવી પડે.  દરેકને ફોન કરી જણાવવાનું  તેમને કઇક લખવા માટે પ્રેરણા આપવી અને પાછું ઉત્સાહપૂર્વક, વિવેકથી યાદ દેવડાવવું  – આ બધું તો પ્રજ્ઞા જ કરી શકે.અત્યાર સુધીમાં કેટલાય વિષય ઉપર દરેકની કલમ ચાલી છે. અને વિષયો પણ કેવા અળગા!!

  1. તો સારું   2.  પ્રેમ એટલે પ્રેમ  3.  કોઈપણ એક કવિ કે જેણે તમારા મન ઉપર ઊંડી અસર પાડી હોય   4.  પ્રસ્તાવના  5.  શું ખરેખર આવું હોય ?  6.  નરસિહ મહેતા  7.  કલાપી   8.  અરરર। …9.  સુખ એટલે   10.  શુભેચ્છા સહ   11.  ના હોય  12.  એક વાર્તા “હાશકારો “.

આ ઉપેર જણાવેલ વિષયો વિશે વિચારવું અને તેને શબ્દોમાં પ્રદર્શિત કરવું – એ એક પરીક્ષામાં બેસવા જેવું હતું  શરૂઆતમાં થોડું અઘરૂં પણ લાગ્યું પણ ધીમે ધીમે સમજાયું કે કેવી રીતે વિચારો પ્રદર્શિત કરવા  – તેમાં પ્રજ્ઞાબહેન, રાજેશભાઈ, કલ્પનાબહેન, વિજયભાઈ , જય શ્રી મર્ચન્ટ, વિગેરેના માર્ગ દર્શન, પ્રોત્સાહને બહુજ આગવું કામ કર્યું છે.

અમારા જેવા સામાન્ય લેખકોને માટે તો એક પ્રેરણાનો ફુવારો બન્યા છે.  તુંડેર તુંડે મતિ ભિન્ન  – એને નજર સમક્ષ રાખીએ તો વિવિધ સર્જન કાર્ય વાંચવા મળ્યું  વર્ષ દરમિયાન બેઠકમાં આવનાર જૂદી જૂદી વ્યક્તિત્વને મળવાનો લાભ મળ્યો  દાવડા સાહેબની સચોટ વાણી સાંભળવા મળી.  અને મહેશભાઈની ગઝલો સાંભળી  ક્યાંય એવું નથી લાગ્યું કે કઈ ઓછો લાભ મળ્યો હોય.  બેઠકની આગળ કે પાછળ કઇક રસમય વાનગી તો માણવા મળેજ  બધાનો ઊત્સાહ પણ જોવા મળ્યો  સામે ચાલીને વસ્તુ લાવવા સહુ તત્પર હોય છે.  આથી વધારે શું જોઈએ? મારા મતે બેઠકને સો ટકા ક્રેડીટ યાનેકે જશ મળવો જોઈએ  સહુનો સહકાર એ સોનામાં સુગંધ મળવા જેવું છે.

જયવંતી પટેલ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જયવંતીબેન પટેલ, સહિયારુંસર્જન and tagged , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to સહુનો સહકાર એ સોનામાં સુગંધ -જયવંતી પટેલ

  1. Its very true that pragmaben insist everyone to write in Gujarati..એમના શબ્દો મને રોજ પ્રોત્સાહન આપે છે. એક વખત મેં એમને કહયું હતુ કે મારે આસ્વાદ લખવા છે પણ મને આવડતું નથી,એમણે કહયું કલમ ઉપાડ અને લખવા લાગ આપો આપ શબ્દો મળશે.અને હવે હું પ્રયત્ન કરી શકું છું. All the best and congratulations to all the members of “બેઠક”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s