મારી   માવલડી- હેમંત ઉપાધ્યાય

આ પુસ્તકમાં 46 અેનઆરજી ભાઈ-બહેનોએ શબ્દો દ્વારા માતૃવંદના કરી છે. 13મી જાન્યુઆરી, 2016, બુધવારના રોજ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેનું લોકાર્પણ થયું હતું. વિશ્વની તમામ માતાઓને અર્પણ થયેલા આ પુસ્તકમાં હૃદયસ્પર્શી અનુભવો-સ્મરણોનું આલેખન થયું છે. પુસ્તકમાં 46 લેખકો અને તેમનાં માતુશ્રીની રંગીન તસવીરો પણ પ્રકાશિત થઈ છે. જેમાં કેલીફોર્નીયા થી હેમન્ત ભાઈ નો લેખ લેવાયો હતો ….

મારી   માવલડી

માં ,માડી, માવડી , માવલડી , મમ્મી , માજી , બા  કહો   . દરેક  અક્ષર કે શબ્દ ,”  માં “   ના  અસ્તિત્વ  નું  પ્રતિક ,આજેય   મને  સમજાતું નથી   કે  અમે  અમારી  મમ્મી  ને  બહેન   કેમ કહેતા ? ખેર   આજે  તો એને   દેવલોક   પામ્યા ને પણ   બત્રીસ   વર્ષ   થઇ ગયા ,

મારા  પિતાજી  કોલેજ  માં પ્રોફેસર  ,   તે  જમાના  માં અમારી  જ્ઞાતિ  માં  સહુ થી  પહેલા  એમ, એસ , સી   થનાર  વ્યક્તિ  અને  મારી  માં   માત્ર  છ   ચોપડી   ભણેલી , કેવી રીતે  એકબીજા ને  ગમ્યા   કે  નમ્યા    ખબર  નથી ,  તે  જમાના   માં  વચન  ની કિંમત ,રહેલી  અને રૂપ , સૌદર્ય  કે ગમવા  ન ગમવા  નું  ગૌણ   રહેતું , પરણ્યા   પછી એક બીજા  ને  અનુકૂળ થવામાં   અને  રહેવામાં   ગૌરવ  અને  સમજણ   રહેતા ,

નાનકડા   ગામ માં  રહી ને  ભણેલી મારી  માં   નામ   સવિતા ,  પણ   સાસરે   આવ્યા  પછી   સુધા   પડેલું ,  તે  જમાના  માં  છટ્ઠા   ધોરણ માં  પ્રથમ   આવેલી  અને સ્કૂલ   માં થી પિત્તળ   ની  ગોળી  ભેટ  મળેલી   તે  અમને  આખી  જીંદગી   બતાવતી   અને  ગૌરવ  પામતી ,

મારા  પિતાજી એ  એને   પ્રોત્સાહિત   કરતા  ચાલીસ  ની  ઉંમરે   તેણીએ   એસ એસ  સી  ની  પરિક્ષા  આપેલી   અને  બે  પ્રયત્ન   માં  નિષ્ફળ  જતા  છોડી  દીધું , પણ  અભ્યાસ ની જીજ્ઞાસા  અને  નવું  જાણવાની  તમન્ના ,

નવસારી  ગાર્ડા  કોલેજ ની લાયબ્રેરી ના  લગભગ  બધા  જ   પુસ્તકો   તેણીએ   વાંચી  નાખેલા ,મારા  પિતાજી ને  ભણતર  ની બાબત  કે અન્ય  બાબત  માં  ક્યારેય  કજોડું  નથી  લાગ્યું,કારણ  કે  સર્વ   સામાન્ય   અને  સ્વીકારેલું   હતું ,મારી  માં  સ્વાભિમાન  નું  પુતળું,  આત્મવિશ્વાસ   ગજબ નો  અને  યાદશક્તિ   ખુબ  સારી ,કેટલાય  સ્તોત્રો , સ્તવન , પાઠ, ચાલીસા મંત્ર  વગરે   કંઠસ્થ ,

અમે  ચાર  ભાઈ બહેન ,મારી ફોઈ ના  બે સંતાન  એક કાકા અમારી સાથે  રહે , આમ  દસ બાર માણસો  ના  પરિવાર  ના  કામ  કરતા  થાકતી નહિ , દરેક ને સાચવવાના , જમાડવાના અને  ભણાવવાનો  ભારે  શોખ ,આક  બોલવામાં  ભૂલ પડતી  ત્યારે એના  હાથે  ફૂટપટ્ટી  નો માર અમે ચારેય  ભાઈ ઓ એ અઢળક  ખાધો છે ,અમને મારે  ,,,, અમે  રડીએ  પછી માથેહાથ ફેરવી  એ  પણ રડે ,  મેં  કહ્યું  કે  રડે છે  ત્યારે   મારે છે  શું કામ ? તેણીએ  કહેલું  ક્યારેય  ભૂલાય  નહિ     ” હું  તો ના ભણી , પણ તમારે બધા ને   ખુબ  ભણવાનું  છે  ” ,;

મારી માં ના બે  આભુષણ ,  સ્વમાન  અને  સ્વાભિમાન , એની  જરાય  ઉપેક્ષા,અવગણના કે  તિરસ્કાર   જરાય  સહન  ના  કરે ,મારા  પિતાજી ના  તામસી  સ્વભાવ ને  ખુબ  સહજતા થી  સ્વીકારી  લીધેલો ,અને  છતાં ય   એમની દરેક  જરૂરિયાત   નું ધ્યાન  કાળજી પૂર્વક  રાખતી ,મને   એના   શબ્દો  કાયમ  યાદ  રહે  છે   ”  મણિશંકર   જોઈતારામ ની દીકરી  છું અને તમારી   ઓશિયાળી   ક્યારેય   નહિ  થાઉં  ”  અને  સાચે  જ   અમારા  કોઈ ભાઈ  ને ત્યાં   લાંબો સમય  રહી  નહિ  , આવી હશે  તો મહેમાન  ની જેમ  એકાદ  અઠવાડીયું,  મારા પિતા  કરતા   પહેલી  ગઈ  એટલે   ઓશિયાળી    જરાય  ન   રહી ,તેણી  એ  જીવન માં ખુબ સહન કર્યું   હતું , શારીરિક  બીમારી  ઓ એ  એનું  પાછલું  જીવન  વધારે  લાચાર  બનાવ્યુંતોય એની ખુમારી ને  પ્રણામ ,કરવા  પડે ,એના  ધર્મ માં  એની પૂજા માં  એ કોઈ  બાંધછોડ  ના  કરે ,

અમને જમાડી ને  એ જે રીતે  રાજી  થતી   એ મલકતું  મુખ  આજે ય ભુલાતું  નથી ,અમારા  બહારગામ થી  આવવાની  રાહ જોતી   અને  જઈએ ત્યારે  ” આવજો –જે ભગવાન ” કહેતા અઢળક   રડતી ,અમારા  ભાઈ ઓ  ના સ્નેહબંધન  આજે  એની બિન હયાતી   ના  32  વર્ષ  પછી પણ અતુટ   છે ,એ તેણી  નો  અમૂલ્ય  વારસો  ,આજે  પણ અમે  ભાઈ ઓ  અનેબહેન  એકબીજા થી છુટા  પડતા   આંસુ ઓ રોકી  શકતા  નથી ,

“,માં ”  વ્યક્તિત્વ  જ  પરમાત્મા ની  પરમ કૃપા  નું  પ્રતિક છે ,જેની  પાસે  માં  છે  તે  દુનિયા  નો સહુ થી સુખી , સુરક્ષિત , અને  સંપત્તિવાન  વ્યક્તિ છે ,એ  નિર્વિવાદ   છે ,માં  મારીહોય  કે  કોઈ  ની   ,,,,  માં  એ  માં  જ છે  , જે લોકો  માં  ને પોતાના થી  દુર  કરે  છે  , વૃદ્ધાશ્રમ  માં મુકે છે  એ લોકો  સંતાન  ના  નામે  કલંક   છે ,

હું તો  પ્રાર્થના  કરું  કે  એવા  સંતાનો  ને  ફરી થી ક્યારેય  માનવ જન્મ   ના  મળે ,

આજે  માં  ની તસ્વીર  ના દર્શન એ મારા દરેક દિવસ ના પ્રથમ શુકન છે , માં ની  બિન હયાતી  માં એ  તસ્વીર  માં  મલકતો  ચહેરો  મને રોજ નવું બળ , નવી  પ્રેરણા , નવો આત્મવિશ્વાસ  અને  સુરક્ષા પ્રદાન કરે છે ,

માં    તું  માવલડી  ,,, 

આખા  જગ સામે  લડી ,

બાળકો ને  પ્યાર  કરતી  દોડો  દોડી ,

તને  જેને    છોડી  દીધી

એની દશા   થશે    ભૂંડી ,

માં  ના ચરણો   માં  પ્રણામ 

ઓમ માં  ઓમ 

 હેમંત    ઉપાધ્યાય

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in હેમંત ઉપાધ્યાય and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s